________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૦૦
પ્રવચનસાર પ્રવચનો ૨૨૩ કીધું? કુંભની ઉત્પત્તિ છે તે જ મૃત્તિકાપિંડનો સંહાર છે, “કારણ”. શું સિદ્ધાંત પણ આપે છે !!
ભાવનું” ઉત્પત્તિ કીધીને..! ઉત્પત્તિ ઘડાની, એ ઉત્પત્તિ એ “ભાવ” “ભાવન્તરના અભાવસ્વભાવે” તે ભાવના બીજા અનેરા સ્વભાવના અભાવસ્વરૂપ, આહા. હા ! ઘડાની ઉત્પત્તિ તે “ભાવ”. અને તેનાથી અભાવ (સ્વરૂપ) બીજી ચીજ. છે? ભાવાંતર (એટલે) તે ઉત્પત્તિથી અનેરો ભાવ. તના અભાવસ્વભાવ (“અવભાસન છે”) ભાષા તો ચોખ્ખી છે બહુ! ઉત્પત્તિના ભાવથી અનેરો ભાવ તે સંહારનો ભાવ- એ ભાવાંતરનો અભાવ (સ્વભાવે ) વ્યયનો અભાવ.
હા.... હા ! અરે ! અહીંયાં સંતોએ તો જગતને ન્યાલ કરી નાખ્યાં છે ને...! આહા.. હા! જે થાય એને લાગે !
શું કીધું? ઘડાની ઉત્પત્તિનો જે સમય છે. તે ભાવથી અનેરો ભાવ-સંહારનો – એ ભાવથી ભાવાંતર (એટલે કે, એનો અભાવ, એટલે કે જે ભાવ છે ઉત્પત્તિનો એનાથી અનેરો ભાવ (સંહારનો) એના અભાવસ્વભાવે “અવભાસન” છે. (અર્થાત્ ભાવ અન્યભાવના અભાવરૂપ સ્વભાવે પ્રકાશે છે – દેખાય છે.) આહા. હા! આવું ઝીણું લ્યો! હવે બાયડીયુને નવરાશ બિચારાને ન મળે, એણે આવું સમજવું! (શ્રોતા:) ભાઈઓ કરતાં બહેનો ઘણી બેંશિયાર છે..! (ઉત્તર) વાત તો સાચી (છે) આખો દિી” એને છોકરાં સાચવવાં હોય ને રાંધવું હોય ને..! (શ્રોતા ) રાંધવું હોય તો પણ રાંધતા-રાંધતા તત્ત્વને વિચારે. (ઉત્તર) કોણ રાધે? રાધે કોણ? આહા... હા.... હા... હા! આહા... હા ! એની પર્યાયનો, વિકલ્પના કાળે ઊઠ્યો, બસ, તે ભાવ અને તેનાથી અનેરો ભાવાંતર – સંહાર થવું તે અનેરો ભાવ છે. સંહાર થવું તે ભાવ ઉત્પાદના ભાવથી અનેરો ભાવ છે, તેનો અભાવભાવ (છે). ભાવ અન્યભાવના અભાવરૂપે પ્રકાશે છે. આહા.. ! સમજાય છે કાંઈ ? ભાષા તો જરી (અજાણી લાગે ).
(કહે છે) એક પર્યાય ઉત્પન્ન થઈ તે “ભાવ” . તેનાથી અનેરો ભાવ તે ભાવાંતર. કોણ? વ્યય. એ અનેરા ભાવના અભાવસ્વભવે છે. (કોણ? ઉત્પાદ). એ વ્યયસહિત ઉત્પાદ છે. ભાઈ ! આવી વાત છે ભાઈ ! આહા. હા ! પરમાત્મા, જિનશ્વરદેવીની શૈલી ‘આ’ છે! હવે અત્યારે પંડિતો પોકાર કરે છે. ક્યાં? ઈન્દોરમાં નહિ, પચાસ પંડિત ભેગા થ્યા' તા. ત્યાં આમ કહ્યું; “સોનગઢવાળા એમ કહે છે કે પરનો કર્તા નથી. એટલે એ પચાસ ભેગા થઈને કહે કે “પરનો કર્તા નથી એમ કહે એ દિગંબર નથી, દિગંબરમાંથી કાઢી નાખવો.” આ સોનગઢવાળા દિગંબર નથી (ભઈ એનું મિથ્યાત્વ છે) આહા... હા. હાં.. હા ! ( એ લોક જોર આપીને કહે છે) એમ કે વજ8ષભનારાચસંહનન છે તો અહીં કેવળજ્ઞાન થાય છે. ઈ અહીંયાં ના પાડે છે કે કેવળજ્ઞાનની પર્યાયનો ઉત્પાદ, એનાથી ભાવાંતર (એટલે) જે અનેરો ભાવ હતો – તે પૂર્વપર્યાયનો અભાવ (વ્યય ) હતો, તેના અભાવ (સ્વભાવે કેવળજ્ઞાનનો ઉત્પાદ) પ્રકાશે છે. (દેખાય છે.) આહા. હા ! સમજાણું કાંઈ ? જે ઉત્પાદ છે કેવળજ્ઞાનનો (તેની તો વાત કરી હવે ) સમ્યગ્દર્શનનો (ઉત્પાદ) લ્યો, સમ્યગ્દર્શનનો ઉત્પાદ છે, એ ભાવથી અનેરો ભાવ, પૂર્વનો વ્યય (મિથ્યાત્વનો વ્યય ) એ અનેરા ભાવના અભાવસ્વરૂપે ભાવ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com