________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૦૦
પ્રવચનસાર પ્રવચનો ૨૨૧ છે. સંહાર છે તે વખતે સંહાર થયો છે (તે વખતે ઉત્પત્તિ છે). આહા... હા! આવી ભાષાને આવો ઉપદેશ ! આહા... હા! દિગંબર સંતોએ જગતને કરુણા કરીને (ન્યાલ કરી દીધું છે ) પણ એને પચાવવું કઠણ ભારે !! આહા.... હા !
જેનો (દરેક દ્રવ્યનો ) દરેક દ્રવ્યની ઉત્પત્તિનો સમય તે જ પૂર્વની પર્યાયનો સમય (એક જ સમયે છે) હવે એને પરથી વ્યય થાય ને પરથી ઉત્પન્ન થાય, એ ક્યાં બન્યું? કે ભગવાન આત્માએ કેવળજ્ઞાનની ઉત્પત્તિ કરી, એ સમયે પૂર્વની પર્યાયનો વ્યય (એટલે ) જે (ઉત્પાદ છે) તે વ્યય છે એમ. કેવળજ્ઞાનની પર્યાયનો ઉત્પાદ છે તે જ પૂર્વની પર્યાયનો વ્યય છે. આહા... હા! એને કર્મનો વ્યય છે (થયો માટે) કેવળજ્ઞાનની ઉત્પત્તિ છે એમ નથી. “તત્ત્વાર્થસૂત્ર' માં શબ્દ (લખાણ) તો એવો આવે. ચાર ઘાતિ કર્મનો નાશ થાય ત્યારે કેવળજ્ઞાન થાય. આમ તત્ત્વાર્થસૂત્રમાં (લખાણ આવે ). ( તત્ત્વાર્થસૂત્રના કર્તા ) ઉમાસ્વામિ. બાપુ એમાં શું કહ્યું ભાઈ ! આહા.... હા ! એ ચાર ઘાતિ કર્મનો ક્ષય એટલે વ્યય, એનો સમય તે અકર્મરૂપે પરિણમવાનો પણ તેનો તેને લઈને તે સમયે છે. કેવળજ્ઞાન પ્યું માટે ઘાતિકર્મ- અવસ્થાનો અને વ્યય આવ્યો એમ નથી. આહા... હા! હવે આવું ઝીણું (સમજવું). નવરાશ ન મળે બાપુ! “કરવાનું તો આ છે.” આહા..! અને આનો નિર્ણય થયા વિના તેને અંતર્મુખ દષ્ટિ નહીં થાય ભાઈ ! જ્યાં ભગવાન બિરાજે છેપૂર્ણાનંદનો નાથ ! ( ત્યાં દષ્ટિ કરવાની છે).
(કહે છે કે:) (સમ્યગ્દર્શન) એની જે ઉત્પત્તિ છે તે તેના ધ્રુવમાં નથી. અથવા ઉત્પત્તિ છે તે ધ્રૌવ્ય છે. એમ કહ્યું ને ભાઈ અહીંયાં! તો ઉત્પત્તિ છે તે ધ્રૌવ્ય છે. અહીંયાં કહ્યું ને (જુઓ, ) જે ઉત્પત્તિ છે તે જ સંહાર છે, જે સંહાર છે તે જ સર્ગ છે. ઈ તો સમય એક છે ને...! તે તે સમયે ઉત્પત્તિ, તે તે જ સમય વ્યય (છે). ઉત્પાદ તે જ સંહાર છે, વ્યય તે જ ઉત્પાદ છે. આહા. હા! હવે આવું ક્યાં? હું ભાઈ ! નવરાશ કેદી' સાંભળવાની (હતી). અરે. રે! ક્યાં મા-બાપો, ગુરુ? (આ તત્ત્વ વિના) ક્યાં ગયા હશે, કહો? વસ્તુ રહી ગઈ !! (અહો! વીતરાગી કરુણા !!) આહા.... હા!
(અહીંયાં કહે છે કે, “જે સર્ગ છે તે જ સંહાર છે, જે સંહાર છે તે જ સર્ગ છે; જે સર્ગ ને સંહાર છે તે જ સ્થિતિ છે.” આહા. હા! તે જ સ્થિતિ છે – ટકવાનો સમય પણ તે જ છે. આહા.. હા ! ગજબ કર્યું છે!! આવી વાત ક્યાં ય, દિગંબર સંત સિવાય ક્યાંય નથી. લોકોને દુઃખ લાગે પણ શું થાય? અરે! એને (ય) સાંભળવા મળતું નથી. દિગંબર સંપ્રદાયમાં જન્મ્યા એને ય. બાપુ, જન્મ – મરણ કરી – કરીને, વિપરીત માન્યતાથી – મારી ઉપસ્થિતિમાં આ દ્રવ્યની પર્યાય થઈ (એવી માન્યતાથી રખડવું છે.) અહીંયાં કહે છે કે એની ઉત્પત્તિ એના સંહારને લઈને થઈ છે. આહા... હા! અને તેનો સંહાર પણ (તે જ સમયે) ઉત્પન્નને લઈને ચ્યો. પરની કોઈ અપેક્ષા છે' નહીં. આહા. હા! આવી રીત છે. (શ્રોતા ) પરની અપેક્ષા ન હોય તો તો નિરપેક્ષ ગ્લે....! (ઉત્તર) નિરપેક્ષ જ છે ઈ તો. હજી વધારે આવશે આગળ ૧૦૧ માં તો વધારે આવશે. અહીંયાં તો એજ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com