________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૦૦
પ્રવચનસાર પ્રવચનો ૨૧૯ બેસે તો એ ન કરી શકે. એમ માને બધાં. આહા... હા !
અહીંયાં કહે છે કે તે તે ત્યાં ત્યાં પરમાણુની અવસ્થા છે. ધંધામાં... ને! આ લોચમાં લ્યોને...! એ પરમાણુ છે તેની (અવસ્થાનો) વ્યય થવો, અને તે વ્યય થવો (વાળનો) તે સમય છે. અને પાછું બહાર નીકળવાનો સમય તે જ છે અને ટકી રહેવું (એટલે) તે તે પરિણામ ધ્રૌવ્ય રહેવા – ટકી રહેવા તે પણ તે જ છે. એ લોચને આત્મા કરી શકે (એમ નથી). આંગળી કરી શકે નહીં. હવે આવું કોણ માને!! અને માણસ ભેગા થઈને (મુનિ) લોચ કરે, તો જાણે ઓહોહો (મુનિએ લોન્ચ કર્યો !) કર્તબુદ્ધિને અજ્ઞાન સેવે ને માને અમે ધરમ કરીએ (છીએ)! આહા... હા !
પ્રવચનસાર” છે ને..! બહુ સરસ વાત છે. સ્વતંત્રતાનો ઢંઢેરો છે. ફરીને જુઓ, ટીકાઃ- “ખરેખર” કોઈ પણ દ્રવ્યની (પર્યાયની) ઉત્પત્તિનો સમય છે. તે સંહારનો સમય છે. આત્મામાં સમ્યગ્દર્શનની ઉત્પત્તિનો સમય છે, એ જ મિથ્યાત્વના વ્યયનો, એ જ સમય છે. દર્શનમોહના વ્યયને કારણે, સમ્યગ્દર્શનની ઉત્પત્તિ થઈ એમ નથી. આટલું હજી સિદ્ધ કરે છે અંદરથી પછી તો એક એક બોલ ઊપાડશે. ( ત્રણેને સ્વતંત્ર કહેશે). અહીંયાં તો સમ્યગ્દર્શન જે આત્માનો ધરમ-પર્યાય, એ પૂર્વની (મિથ્યાત્વની ) પર્યાયનો વ્યય એ એક જ સમયે છે. જે સમયે ઉત્પાદ છે તે સમયે વ્યય છે તો વ્યયનો પણ આઘો – પાછો (સમય) નથી. આહા... હા! કેમ કે ઉત્પાદનો સમય પોતાના અવસરે છે. તો તેના પૂર્વની પર્યાયનો વ્યય પણ તેના સમયે હોય જ છે. આહા.. હા !
દરેક આત્મા ને દરેક પરમાણુ-જે વર્તમાન એની ઉત્પત્તિનો અવસર છે. તે જ અવસર પૂર્વના પર્યાયના વ્યયનો અવસર છે. એ વ્યયનો એ જ અવસર છે, તે સમયે તેનો વ્યય થાય તે વ્યયનો અવસર જ છે. આહા.. હા! શું સિદ્ધાંત (વીતરાગના!) વીતરાગની વાત (અલૌકિક ) સર્વજ્ઞ પરમાત્મા (એ કહી છે). અહીંયાં તો ગોટા વાળે અંદર કર્મને લઈને આમ થાય, ને ઢીકળાને લઈને આમ થાય. (થોથેથોથાં).
(કહે છે કે:) કર્મની પર્યાયમાં પણ, એની પર્યાયરૂપે ઉત્પન્ન છે કરમની પર્યાય, એનો સમય છે એને ઉત્પન્ન થવાનો. પરમાણુમાં કર્મપર્યાયરૂપ થવાનો – એ ઉત્પન્ન થવાનો સમય છે. તે જ સમયે અકર્મરૂપ (પરમાણુ થયાં) કર્મનો વ્યય થયો. એ સમયે જ છે. આહા.. હા! આત્મામાં પણ સમ્યગ્દર્શનની પર્યાયનો ઉત્પાદ છે તે જ સમયે મિથ્યાત્વનો વ્યય છે અને વ્યયનો તે જ સમય છે. આહા..દરેક દ્રવ્યની પર્યાય (નો ઉત્પાદ-વ્યય એક જ સમયે છે) એમાં આ રીતે થાય એમાં બીજું દ્રવ્ય કરે શું? આહા.... હા ! જેનો વ્યયનો સમય, તે જ ઉત્પાદનો સમય છે. સમયભેદ નથી. આહા... હા !
(અહીંયાં કહે છે કે ખરેખર સર્ગ (ઉત્પત્તિ) સંહાર વિના હોતો નથી અને સંહાર
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com