________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૦૦
પ્રવચનસાર પ્રવચનો ૨૨૦ સર્ગ (ઉત્પત્તિ) વિના હોતો નથી.” વ્યય પણ ઉત્પત્તિ વિના હોતા નથી. મિથ્યાત્વનો વ્યય થયો, સમકિતની ઉત્પત્તિ વિના એ હોતું નથી. આહા...! કે ભઈ, મિથ્યાત્વનો વ્યય થયો, અને સમકિતની ઉત્પત્તિ થઈ નથી, એમ ન હોય બેયનો એક જ સમય છે. ભલે, ત્રણેયના લક્ષણ જુદા (છે.) વ્યય એક ઉત્પાદ (એક) ને ધ્રૌવ્ય (એક). છતાં (ત્રણેયનો) સમય તો એક જ છે. એક જ સમયમાં સંહાર નામ વ્યય, વિના (સર્ગ નામ ) ઉત્પાદ હોય નહીં. ઉત્પાદ વ્યય વિના હોય નહીં. “સૃષ્ટિ અને સંહાર” ઉત્પત્તિ પર્યાયની, તે સમયે, તે કાળે (હોય) અને પૂર્વની અવસ્થાનો વ્યય એ “સ્થિતિ વિના હોતાં નથી. ધ્રૌવ્ય વિના- ટકતા વિના – આ બે (ઉત્પાદ-વ્યય ) હોતાં નથી. એનો ય સમય તે જ છે. આહા. હા! આવી સૂક્ષ્મ વાત!! પરમાત્મા, સંતોએ ગજબ કરુણા કરી છે!! આહા! આવી ટીકા! (શ્રોતા:) આવી વસ્તુવ્યવસ્થા જગતમાં બીજે ક્યાંય નથી ! (ઉત્તર) ક્યાંય છે નહીં, બધે ફેરફાર છે. ફેરફાર છે. ફેરફાર છે. બીજાને એમ લાગે કે તમે જ આ (સત્યવકતા) છો. પણ ભાઈ વાદ રહેવા દે બાપા ! વસ્તુનું સ્વરૂપ “આ” છે. એ રીતે પ્રતીતમાં આવે છે ને એ રીતે જ્ઞાનમાં જણાય છે. આહા..! એમાં શું થાય ભાઈ !
(અહીંયાં કહે છે કે “સંહાર ઉત્પત્તિ અને સ્થિતિ વિના હોતાં નથી.” તેમ “સ્થિતિ” એટલે ટકવું, એ ઉત્પાદ અને વ્યય વિના હોતાં નથી. આહા.... હા ! એટલું તો કાલ આવી ગ્યું 'તુ. ગજબ કામ કર્યું છે. આમાં (ગાથા) ૯૯, ૧૦૦, ૧૦૧. આહા. હા! એ વાત થઈ હતી ને.! કે આત્મામાં જ્ઞાનની જે કમી – વૃદ્ધિ જે થાય છે (એટલે ) ઓછા-વત્તાપણું. એ જ્ઞાનાવરણીય કર્મને લઈને થાય છે. વર્ષીજી સાથે ચર્ચા થઈ ' તી. અને એ પુસ્તકેય છે ને ક્યાંક ! વિરોધનો સાર છે એ. પુસ્તક વાંચ્યું છે ને નવું હમણાં છપાવ્યું એણે. પ્રશ્ન ત્યાં થયો હતો, કે જે સમયે પર્યાયનો અવસર છે તે સમયે તે થાય, પરથી નહીં. અને કમસર થાય. જે સમયે જે (ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યનો સમય છે તે જ થાય છે. અહીંયાં તો વ્યયનો સમય પણ એ જ છે. અજ્ઞાન ને મિથ્યાત્વ સમયનો વ્યય છે તે (સમકિતના) ઉત્પાદનો સમય છે. પછી વિશેષ (વાત) કરશું. પણ ઉત્પાદનો સમય છે તે જ વ્યયનો સમય છે. અને જે ઉત્પાદવ્યયનો સમય છે તે જ ધ્રૌવ્યનો સમય છે ટકવાનો સમય છે – આહા. હા! ત્રણેય એક સમયમાં ઉત્પાદવ્યયધ્રૌવ્ય છે. આહા.... હા! આમ દરેક દ્રવ્યની અંદર, આ રીતે છે.
હવે અહીંયાં (કહે છે કે, “જે સર્ગ છે તે જ સંહાર છે.” અહીંયાં તો જોયું? ભાષા. આહા... હા ! દાખલો આપશે આનો (બરાબર સમજવા). ઘટની ઉત્પત્તિનો જે સમય છે તે જ પિંડના વ્યયનો - તે જ તે જ છે એમ કહેશે. સમય નહીં તે જ સંહાર છે. સર્ગ છે તે જ સંહાર છે એમ કેમ (કહ્યું ) ઘટતી ઉત્પત્તિ- જે સર્ગ છે. તે જ માટીના પિંડનો વ્યય છે. કારણ કે (બન્નેનો) સમય એક છે. તેથી
તે જ ' છે એમ કહે છે. આહા.... હા ! સર્ગ નામ ઉત્પત્તિ છે “તે જ ' વ્યય છે, ઉત્પત્તિ છે “તે જ' વ્યય છે, એટલે સમય તે જ છે. આહા..! જે કંઈ દ્રવ્યમાં પર્યાયની ઉત્પત્તિ જે સમય થાય, તે જ સંહાર છે. કેમકે સંહાર થ્યો છે ત્યારે ઉત્પત્તિ છે સમય એક છે. એથી ઉત્પત્તિ છે તે જ સંહાર
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com