________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૦૦
પ્રવચનસાર પ્રવચનો ૨૧૮ આવશે. માંગણી છે ત્યાં (ની) કે લઈ જવા એમ. થાય તે ખરું. ભઈ શરીરનું (છે) નેવું વરસ તો શરીરને ચ્યાં. નેવું - નેવું કોને કહે? સો માં દશ ઓછા! શરીર શું, પછી કેટલુંક કામ કરે, વ્યાખ્યાન દેવામાં વાંધો નથી) હાલવામાં જરી” ક થાક લાગે છે. વ્યાખ્યાનમાં કાંઈ ખબર પડતી નથી (દેહની) કારણ કે ૭૪ની સાલથી વ્યાખ્યાન હાલે છે. એકસઠ વરસ, બાસઠ વરસ ધ્યાં. હજારો માણસમાં (વ્યાખ્યાન થાય છે) ચીમોતેર, સંવત ઓગણીસો ચીમોતેર, સંપ્રદાયમાં – (સ્થાનકવાસી સંપ્રદાયમાં હતા) ત્યારથી વ્યાખ્યાન ચાલે છે. કાયમ (દરરોજ ). પહેલાં કરતા કોઈ વખતે પણ કાયમ નહીં. ત્યારે એક વખત (કરતા) પર્યુષણમાં બે વખત. આહા... હા !
(કહે છે કે, શું કીધું કે સર્ગ નામ ઉત્પત્તિ દ્રવ્યના પર્યાયની, એ વ્યય વિના; સંહાર વિના ઉત્પત્તિ હોતી નથી. અને સંહાર, સર્ગ એટલે ઉત્પત્તિ વિના હોતો નથી. અને ઉત્પત્તિ ને સંહાર, સ્થિતિ નામ ટકવું, ધ્રુવ વિના હોતા નથી. અને સ્થિતિ – ટકવું, સર્ગ અને સંહાર વિના હોતું નથી. આહા.... હા ! પર વિના હોતા નથી એમ નહીં. એનામાં (ને) એનામાં, આ વિના હોતાં નથી, એક સાથે ત્રણેય હારે છે. (આહા.... હા ! વીતરાગ સર્વશે જે જોયું, એ કહ્યું. બીજે ક્યાં ય કોઈ વાત (ની) ગંધય નથી. ગપ્પ - ગપ્પાં બધેયે.. આ તો જિનેશ્વરદેવ, પરમાત્મા ! સમોસરણમાં બિરાજે છે. “મહાવિદેહમાં” ત્યાંથી આવીને ‘આ’ શાસ્ત્ર બનાવ્યાં કુંદકુંદાચાર્યું. અને ટીકાકાર પણ એવા નીકળ્યા (થયા ) તીર્થકરનું ગણધર કામ કરે એવાં (કામ કર્યા), કુંદકુંદાચાર્યાનું તીર્થકર જેવું કામ છે અને આ અમૃતચંદ્રાચાર્ય ગણધર જેવું કામ કર્યું છે. જરી, શાંતિથી બે-ચાર-આઠ દી' સાંભળે, તો ખબર પડે કે આ શું છે, અને અમે શું માનીએ છીએ, એક –બે દી' માં આમ કાંઈ પકડાય એવું નથી! હું! (વીતરાગ તત્ત્વનો) બધો ફેરફાર, બધો ફેરફાર!! આખો દી' દુકાન ઉપર બેઠો હોય ત્યારે (માને કે) હું છું ત્યારે આ બધું હાલે છે, આ હું છું (તેથી) ધંધો હાલે છે. (મારાથી) આમ થાય, ધૂળે ય નથી (થતું) સાંભળને..! તું ક્યાં છે ત્યાં એ નથી ને એ ક્યાં છે ત્યાં તું નથી. જ્યાં તું નથી એનું તારાથી થાય એમ કેમ (બને?) આહા... હા! (શ્રોતા ) રોજ પાછી ઘડિયાળો સમી કરે ને...! (ઉત્તર) હું! કર્યા, કર્યા ઘડિયાળ ! અભિમાન (કરે છે). ઘડિયાળનો ધંધો છે એમને. જેને જે ધંધો હોય, ત્યાં મશગૂલ હોય ત્યાં!
અમારે પાલેજમાં ય તે ધંધો (હતો). ત્યાં પાંચ-પાંચ હજારની તમાકુ રાખતા. આ તો ૬૫-૬૬ (સાલની) વાત છે હોં! નડિયાદ તમાકુ પાકે ને લઈ આવતા એ લોકો. એની દુકાને, અમારી દુકાને. બે દુકાનું (હતી). મોટાભાઈ ત્યાં હતાં. પાંચ-પાંચ હજારની તે દી' એ તમાકુ (નો વેપાર હતો ). મોટો વેપાર-ધંધો (હુતો). આ ૬૪૬૫ ની વાત છે. સંવત ઓગણીસે ચોસઠ, પાંસઠ! પિતાજી ગુજરી
ગ્યા ત્રેસઠમાં. પછી આ દુકાન, ત્રેસઠમાં કરી, એમની હાજરીમાં કરી હતી. પછી ગુજરી ગ્યા આહા.... હા ! અને અભિયાન એવું એને. અમે કરીએ છીએ, બીજાની દુકાન ચાલી નહીં ને, મારી હાજરીએ, મેં ધ્યાન બહુ રાખ્યું ને, વ્યવસ્થિત ધ્યાન રાખ્યું માટે આ (ધંધો જામ્યો છે. બધું ય બંબગલોલા, દારૂ પીધેલા છે. આ દુકાનની વ્યવસ્થા (મેં કરી ) મારી હાજરીમાં બરાબર થઈ, નોકર
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com