________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૯૯
પ્રવચનસાર પ્રવચનો ૨૦૪ ૨૦) સવદ્રવ્યનક્ષગમ (તત્ત્વાર્થસૂત્ર અ. ૫. સૂ. ર૯) બે સૂત્ર આવે છે ને..! બાકી તો આત્મામાં અનંતગુણમાં એક ઉત્પાદ - વ્યય-ધ્રૌવ્ય નામનો ગુણ પણ છે. આહા... હા! આત્મામાં ઉત્પાદ- વ્યયને ધ્રૌવ્ય નામનો ગુણ છે. (ક્રમવૃત્તિરૂપ અને અક્રમવૃત્તિરૂપ વર્તન જેનું લક્ષણ છે એવી ઉત્પાદ-વ્યયધૃવત્વશક્તિ - ૧૭) કે જેથી તેને તે તે સમયના તે પર્યાય ઉત્પન્ન થાય. એ ગુણને લઈને ગણનો ધરનાર દ્રવ્ય એની દષ્ટિ થઈ તેને થાય. એ ઉત્પાદ કરવા પડે નહીં. આહા.... હા ! આવી વાત છે. “તે સ્વભાવ ઉત્પાદ વ્યયધ્રૌવ્યસ્વરૂપ પરિણામ છે.” એ પરિણામ છે હોં ઈ. “જેમ દ્રવ્યના વિસ્તારનો નાનામાં નાનો અંશ તે પ્રદેશ છે.” ઓલી વાત જુદી હતી ભાઈ ! સમાનજાતીય, અસમાનજાતીય (ની હતી) આ બીજી વાત છે. ત્યાં તો દ્રવ્યની સીધી પર્યાય ન બતાવતાં વિભાવપર્યાય સમાનજાતીયમાં પરમાણુ - પરમાણુ અને અસમાનજાતીયમાં જીવ ને જડની. ઈ પણ પર્યાયના પ્રકાર બતાવ્યા દ્રવ્યપર્યાયના. અને પછી ગુણપર્યાયના બે ભેદ સ્વભાવ, વિભાવ (કહ્યા હતા) એ જુદી શૈલી છે. આ જુદી વાત છે. અહીંયાં તો અંતર જે સમયે જે પરિણામ થાય તે પરિણામ તેનો ઉત્પાદનો કાળ હતો. અને પછી પણ જે પરિણામ થાય છે તે તેના ઉત્પાદના કાળે થાય. અને (પરિણામ) ગયા તે તેના ઉત્પાદના કાળે હતા તે ગયા. એ એ અપેક્ષાએ એક એક પરિણામને પૂર્વની અપેક્ષાએ વિનિષ્ટ, પોતાની અપેક્ષાએ ઉત્પન્ન અને છછછછે એ અપેક્ષાએ ધ્રૌવ્ય. આહા.... હા ! વીતરાગ મારગ !! જેના ફળ બાપા ભવના અંત! આહા... હા! એ ચોરાશીના ભવનો અંત ભાઈ ! ભવના અંત જેમાં છે. એ ત્રણલક્ષણ પદ્ધતિમાં વર્તતું દ્રવ્ય, એનો સ્વીકાર થતાં ત્યાં ભવનો અંત આવે છે. આહા... હા! મોક્ષની પર્યાય શરૂ થાય છે એટલે ઈ પણ સમ્યગ્દર્શન પણ મુક્તની પર્યાય છે. મુક્તવસ્તુ છે ભગવાન પ્રભુ ! મુક્તસ્વરૂપ એની એ પર્યાય છે. આહા.. હા! પૂરણ મુક્ત તો કેવળજ્ઞાન થઈ જાય. પણ અહીંયા (આત્મા) મુક્તસ્વરૂપ છે તો મુક્તની પર્યાય થાય છે. આહા.... હા ! જ્યાં અજોગગુણનો અંશ પણ મુક્ત થાય છે. તો ભગવાન તો અજોગગુણે મુક્ત છે. તો એનો પણ અંશ વ્યક્તમાં મુક્ત થાય જ છે.
ત્યારે તેણે મુક્તને જાણ્યું ને માણું કહેવાય. જાણું- માણું ક્યારે કહેવાય? કે મુક્તસ્વરૂપ જ છે પણ મુક્તની પર્યાય પ્રગટી ત્યારે કહેવાય.
(અહીંયાં કહે છે કે, “તેમ દ્રવ્યના પ્રવાહનો નાનામાં નાનો અંશ તે પરિણામ છે.” જેમ વિસ્તારનો નાનામાં નાનો અંશ છે તે પ્રદેશ છે. વિસ્તારકમ છે તેમ દ્રવ્યનો નાનામાં નાનો અંશ તે પરિણામ – પ્રવાહકમ (છે.) “દરેક પરિણામ સ્વ-કાળમાં પોતાના રૂપે ઊપજે છે.” આ આકરું પડે છે ને..! (ક્રમબદ્ધ).
વિશેષ કહેવાશે...
Please inform us of any errors on rajesh@ Atma Dharma.com