________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૯૯
પ્રવચનસાર પ્રવચનો ૨૧૨ કર્મ નિમિત્ત ખરું કે નહીં ? નિમિત્તને લઈને ! (જૈન સિદ્ધાંત તત્ત્વમીમાંસા') માં આવ્યું છે. પહેલા કંઈક ક્રોધ હતો અને પછી માન થયું. એ ત્યાં માનનો ઉદય આવે, આવે એટલું. નિમિત્તપણે તો આવે ને...! આ નાખ્યું છે ભાઈએ ફૂલચંદજીએ (પંડિતજીએ). આવે ભલે. પણ થયા છે પરિણામ પોતાના તે પ્રવાહુક્રમમાં. આહા...હા...હા.હા !
આતો “૯૯” ગાથા. ભગવાન કુંદકુંદાચાર્ય! આહા! દિગંબર સંત! ચાલતા સિદ્ધ!! એનો પોકાર છે જગત પાસે. તમે સાંભળ્યું હોય કે ન સાંભળ્યું હોય ભલે! “પણ દરેક દ્રવ્યના જે પરિણામ થવાના તે થાય છે.' આહા...હા! ચાર-પાંચ પરમાણુ બે ગુણ ચીકાશવાળા છે. તે બીજા ચાર ગુણવાળામાં જાય, ચારગુણવાળા થઈ જાય. કહે છે કે એ તો વ્યવહારના કથન છે. ચાર ગુણની ઉત્પન્ન થવાનો પર્યાયનો તે સમય છે. તેથી એ દ્રવ્ય ચાર ગુણપણે ઊપજયું છે. આહા.. હા!
(અહીંયાં કહે છે કેઃ) “દરેક પરિણામ સ્વ-કાળમાં પોતાના રૂપે ઊપજે છે, પૂર્વ રૂપથી નાશ પામે છે અને સર્વ પરિણામોમાં એકપ્રવાહપણું હોવાથી દરેક પરિણામ ઉત્પાદવિનાશ વિનાનો એકરૂપધ્રુવ રહે છે.” આહા.. હા ! એકરૂપ ધ્રુવ રહે છે. ત્રણે ય લીધા. પોતે ઉત્પન્ન થવાની અપેક્ષાએ ઉત્પન્ન (ઉત્પાદ), પૂર્વની અપેક્ષાએ વિનષ્ટ-વ્યય, અને ધ્રુવ. છછછે એ ધ્રુવ. (ધ્રૌવ્ય). એક જ પરિણામમાં ત્રણપણું ઉત્પાદ-વ્યય ને ધ્રૌવ્ય (પણે) વર્તુનું દ્રવ્ય તે પોતાના સ્વભાવમાં, તે દ્રવ્ય પોતાના કારણે વર્તે છે. આહા...હા..! શું સ્વતંત્રતા !! આવી વાત. વીતરાગ ! દિગંબર સંત અને દિગંબર સર્વજ્ઞ, એ સિવાય ક્યાંય છે નહીં (આ વાત ) આહા.. હા ! વાડાવાળાને ખબર નથી ! (આવા તત્ત્વની !) .
આહા. હા! (એક સમયમાં) ઉત્પાદ પરિણામ વિનાનું દ્રવ્ય ન હોય, વ્યય પરિણામ વિનાનું દ્રવ્ય ન હોય, ધ્રૌવ્ય પરિણામ વિનાનું દ્રવ્ય ન હોય. આહાહાહા ! સમજાણું કાંઈ ? કેમ કે તે દ્રવ્ય પોતાના સ્વભાવમાં વર્તે અને ઉત્પાદવ્યયધ્રૌવ્ય સ્વભાવ છે. તે ઉત્પાદપર્યાય પ્રગટ છે તેને ત્રણપણું લાગુ પડે છે. પ્રગટપર્યાયને પોતાની અપેક્ષાએ ઉત્પાદ છે, પરની (પૂર્વની) અપેક્ષાએ વ્યય છે, અને છછછછછે એ અપેક્ષાએ ધ્રૌવ્ય છે. આ પ્રગટપર્યાયની અપેક્ષાએ (ત્રણપણું છે.) તે તે સમયના, તે તે પર્યાયમાં, ઊપજતું દ્રવ્ય પોતાના સ્વભાવથી, પોતાના સ્વભાવમાં ઊપજે છે. આહા.. હા!
(કહે છે) ઓલા-અજ્ઞાનીઓએ ઈશ્વર કર્તા છે એમ ઠરાવ્યું, અને જૈનમાં કર્મ (ને) કર્તા છે એમ ઠરાવ્યું. (કર્તાપણાની માન્યતામાં બન્ને સમાન) કર્મ જડ હવે એને ઈશ્વર ઠરાવ્યો. કરમને લઈને બાપુ રખડવું પડ, કરમને લઈને (આપણને) વિકાર થાય. (આ અભિપ્રાય) મારી નાખ્યા !! (શ્રોતા:) કર્મે વાળ્યો આડો આંક..! (ઉત્તર) કાંઈ નહીં. ભક્તિમાં આવે છે ને..! #ર્મ વિવારે વૌન, મૂન મેરી થવા, શનિ સદે ઘનઘાત, નોઇ સંગતિ પાયા આહી. હા! ભારે વાત !
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com