________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૯૯
પ્રવચનસાર પ્રવચનો ૨૧૦ (ભાષાવર્ગણાના) છે. તે (અત્યારે ) ભાષા વર્ગણાપણે છે. એ પણ પોતાના ઉત્પાદના કારણે છે. અને પછી ભાષાપણે પરિણમ્યા એ પરમાણુઓનો ઉત્પાદનવ્યયધ્રૌવ્ય સ્વભાવ (છે) એમાં એ પરમાણુઓ રહ્યા છે. માટે તેનું તે ભાષાની પર્યાયપણે તે પરમાણુઓ ઉત્પન્ન થયાં છે. ભાષાની પર્યાય આત્માથી થાય છે, કે હોઠથી થાય છે, કે જીભથી થાય છે એમ નથી. આ રે... અરે! આવી વાતું! આહા. હા ! હવે અત્યારે તો ઈ ચાલે છે આખું “કરમને લઈને વિકાર થાય” અને દયા-દાન ને વ્રતના શુભ પરિણામથી ધરમ- ધરમ થાય. એ (અભિપ્રાય ) મિથ્યાત્વ છે. તે પણ મિથ્યાત્વના પરિણામ ઉત્પન્ન થવાના કાળમાં તે દ્રવ્ય ઉત્પન્ન કર્યાં છે. કરમને લઈને નહીં, પરને લઈને નહીં. આહા... હા! આવી વાત છે!! (શ્રોતા ) અગર ઐસે મિથ્યાત્વ હોતો પરિણામ હો જાવે. (ઉત્તર) પરિણામ કીધુને....! પરિણામ છે. દ્રવ્ય પરિણામપણે આવ્યું તો પરિણામ તે પરિણામનો કાળ તો એક સમયનો જ હોય. અને તે પરિણામને તો સ્વભાવ કીધો છે. મિથ્યાત્વ ને રાગદ્વેષના પરિણામને પણ – તે જ સમયે ઉત્પન્ન થાય તેને ત્યાં – (તે) સ્વભાવ કીધો છે. આહા..! એ સ્વભાવમાં જ દ્રવ્ય રહ્યું છે. આહા... હા.... હા! કો” ભાઈ ! આવું (તત્ત્વ) (આ) વાત છે!
(કહે છે કે:) (આઠ પ્રકારના કર્મ છે) પ્રભુએ પણ ફરમાન કર્યું છે. અરે, પણ કઈ અપેક્ષાએ કહ્યું ભાઈ બાપુ! જ્ઞાનાવરણીય કર્મ કીધું છે ત્યાં. ઈ તો નિમિત્તનું કથન જણાવ્યું હતું, બાકી જ્ઞાનાવરણીય (કર્મ) થી જ્ઞાન અપરાય છે એ વાત જ જૂઠી છે. એ જ્ઞાન (ગુણ )ની હીણી દશા થવી, તે વખતના તે પરિણામ – ઉત્પાદ થાય, તે દ્રવ્ય જ તે ઉત્પાદ પરિણામ કર્યા છે. કર્મને લઈને નહીં. જ્ઞાનાવરણીયનો ઉદય થ્યો માટે જ્ઞાનની હીણી દશા થાય છે એમ નથી. એ હીણી દશા ઉત્પાદના કાળે, તેનો સમય હતો પ્રવાહક્રમમાં તેથી હીણી દશા થઈ અને દ્રવ્ય પોતે તે જ્ઞાનની હીણીદશા-પણે આવ્યું છે. આહા.. હા! સમજાણું કાંઈ ? મોટો ગોટો છે અત્યારે (માન્યતામાં). આ બે વાતું આખી. નિમિત્તથી થાય અને વ્રત ને તપ ને ભક્તિ કરવાથી ધરમ થાય. બે ય (માન્યતા) મિથ્યાત્વ છે. એ મિથ્યાત્વ પણ દ્રવ્ય પોતે (એ) પરિણામપણે થાય છે. કોઈએ એને ઉપદેશ આપ્યો (ખોટો) માટે તેને એવા મિથ્યાત્વના પરિણામ થાય છે એમ નથી. આહા... હા! આવું છે!! આમાં કોની હારે ચર્ચા કે વારતા કરવી !!
(અહીંયાં કહે છે કે:) “દરેક પરિણામ સ્વ-કાળમાં પોતાના રૂપે ઊપજે છે.” જોયું? તે તે સમયમાં તે તે પરિણામ, પોતાપણે ઊપજે છે. પરને લઈને નહીં. વિકાર હો કે અધિકાર હો, સમ્યગ્દર્શનપર્યાય પણ તેના પ્રવાહુક્રમમાં આવવાની પર્યાય – તેના ઉત્પાદપણે દ્રવ્ય પોતે ઊપજે છે
ત્યાં, દ્રવ્યના એ પરિણામ છે. આહા..! એ પરિણામ એનો સ્વભાવ છે. એમ મિથ્યાત્વ પણ – (આત્મદ્રવ્યને) નથી માનતા (અને) દયા, દાન વ્રત, ભક્તિ, પૂજાથી ધરમ માનવો એવું જે મિથ્યાત્વ, તે સમયે તે મિથ્યાત્વના પરિણામ તેના કાળે તેના પ્રવાહક્રમમાં આવ્યા તે દ્રવ્ય પોતે પરિણામપણે ઊપજયું છે. આહા... હા! કર્મથી નહીં. એકેન્દ્રિયને કરમનું જોર છે માટે ત્યાં નિગોદમાં પડ્યા છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com