________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૯૯
પ્રવચનસાર પ્રવચનો ૨૦૮ (કહે છે કે:) ઘણા એમ કહે છે “એકેન્દ્રિય – નિગોદના જીવ છે એને કરમનું જોર છે. મનુષ્ય ચ્યો-પછી બહાર આવ્યા પછી જોર ઓછું છે એ વાતની અહીં ભગવાનના પાડે છે. હું! આહા. હા.. હા! કેમ કે દરેક દ્રવ્ય – ભગવાને અનંત દ્રવ્ય જોયાં. (તેમાં) અનંત આત્માઓ, અનંત પરમાણુઓ, અસંખ્ય કાલાણુઓ, એક ધર્માસ્તિ, એક અધર્માસ્તિ, એક આકાશ-છ દ્રવ્ય (છે) જાતિએ છે ને સંખ્યાએ અનંત (છે). દરેક દ્રવ્ય એક સમયમાં પોતાના સ્વભાવમાં વર્તે છે. અને એનો સ્વભાવ તે ઉત્પાદવ્યયધ્રૌવ્ય (સ્વરૂપ) છે. એથી તેને પ્રવાહકમમાં જે પરિણામ થવાના છે (જે) જે થવાના છે તે પરિણામ તે સમયમાં પ્રવાહુક્રમમાં આવે. એ દ્રવ્યનો ઉત્પાદ છે ત્યાં, દ્રવ્યનું પરિણામ છે, દ્રવ્યનાં પરિણામ છે. આહા.... હા.... હા ! જ્ઞાનાવરણીયને લઈને જ્ઞાન રોકાણું, દર્શનમોહનીયને લઈને સમકિત રોકાણું. અરે, બધી વાતું ખોટી. અરે... રે! વીતરાગ ત્રિલોકનાથ! દ્રવ્યની સ્વતંત્રતા (નો) આમાં ઢંઢેરો પીટે છે. ક જે દ્રવ્ય છે તેને પહેલે સમયે વિકાર મંદ હતો અને બીજે સમયે તીવ્ર આવ્યો. તો કહે છે કે કેમ આવ્યો? કે પ્રવાહકમમાં તે પરિણામ તેને, તે દ્રવ્યમાં ઊપજવાના તે પરિણામ હતા. આહા... હા! સમજાણુ કાંઈ ? ભાઈ ! આવી ચીજ છે. દુનિયાને આકરી પડે આખી. કંઈ નિર્ણયના ઠેકાણા ન મળે. આહા.. હા! ભક્તિનો ભાવ જે સમયે આવવાનો છે તે સમયે ઉત્પાદ તરીકે (થવાનો જ) તેનો સ્વભાવ છે ઉત્પાદવ્યયધ્રૌવ્ય તેથી તે સમયે પ્રવાહુક્રમમાં ઉત્પાદ આવશે. આહા... હા! સમજાણું કાંઈ ?
(અહીંયાં કહે છે કેઃ) તે “દરેક પરિણામ સ્વ-કાળમાં પોતાના રૂપે ઊપજે છે.” દરેક પરિણામ (દ્રવ્યના) પછી તે મિથ્યાત્વના (હોય) કેવળજ્ઞાનના (હોય) સમકિતના હોય). આહા... હા! ચારિત્રના (હોય). એ સમકિતના પરિણામ ઉત્પાદરૂપે તેના પ્રવાહકમમાં જયારે આવવાના છે તો તે દ્રવ્ય તે પરિણામરૂપે ઊપજે છે. એ કર્મને લઈને (કર્મના અભાવથી) ત્યાં સમકિત પામ્યો, કે ગુરુ (પાસેથી) દેશના સાંભળી માટે પામ્યો, એમ નથી. અહીંયાં કહે છે. એ પ્રવાહક્રમમાં એ સમકિતની પર્યાયના પરિણામ આવવાના ( હતા તે આવે છે). એ ઉત્પાદ દ્રવ્યનો છે. અને (ઉત્પાદવ્યયધ્રૌવ્ય ) ત્રણ પરિણામ થઈને (તે) દ્રવ્યનો સ્વભાવ છે. અને તે દ્રવ્ય તે સ્વભાવમાં વર્તે છે. આહા... હા... હા! ભાષા તો ચોખ્ખી છે બાપુ! પણ મારગ (ફેરવી નાખ્યો) અત્યારે તો કરમને લઈને વિકાર થાય. કરમને લઈને વિકાર થાય (એ વાત જ માંડી છે) પ્રભુ અહીં (એની) ના પાડે છે. આહા.... હા ! (શ્રોતા ) એની કોર હા પાડે છે તો અહીંયાં (પ્રભુ) તો ના પાડે જ ને....! (ઉત્તર) હું! પણ ચોખ્ખી ચાલી છે વાત. વર્ણીજીની હારે ચોખ્ખી ચાલી' તી વીસ વરસ પહેલાં. “કર્મને લઈને જ વિકાર થાય નહિતર વિકાસ સ્વભાવ થઈ જશે” (એણે) એમ કહ્યું. અહીંયાં તો (કહ્યું) વિકાર પોતાથીપકારકથી પરિણમનથી થાય. “પંચાસ્તિકાય' ની ૬ર ગાથા. (વ— વિ સT વ્યક્તિ સેઇ સરાવે સમ્પમાળા નવોવિય તારિસશો રુમ્મસદાવેણ ભાવે ના ૬૨ાા (અન્વયાર્થ- કર્મ પણ પોતાના સ્વભાવથી પોતાને કરે છે અને તેવો જીવ પણ કર્મસ્વભાવ ભાવથી (-ઓદયિકાદિ ભાવથી) બરાબર પોતાને કરે છે). ઘણા પંડિતો હતા, બધા હતા. બંસીધરજી, ફૂલચંદજી, કેલાસચંદજી બધા હતા. જે સમયમાં એનો વિકાર થવાનો, તે સમયે તે વિકારનાં પરિણામ તે દ્રવ્ય કર્યા છે. એ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com