________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૯૯
પ્રવચનસાર પ્રવચનો ૨૧૪ તે પરમાણુ પોતાના સ્વભાવમાં છે. અને તેનો સ્વભાવ ઉત્પાદવ્યયધ્રૌવ્ય (સ્વરૂપ) છે. અને ઉત્પાદવ્યયધ્રૌવ્ય એ ત્રણેય એક સમયમાં લાગુ પડે છે. તે પરિણામમાં દ્રવ્ય પોતે આવે – પરિણમે છે. એ પરમાણુની આમ ગતિ થાય કે સ્થિત રહે એમાં (એને) પરની અપેક્ષા છે નહીં. આહા.... હા! (શ્રોતાઓ) પરની ગતિ ધ્યે એવું આપ.. (ઉત્તર) આ શું કહે છે? આવ્યું ને..! ઉત્પાદ સ્વકાળે થાય છે. દ્રવ્ય, (ઉત્પાદવ્યયધ્રૌવ્ય) તેના પરિણામ છે. એને પરની અપેક્ષા નથી. પરદ્રવ્યને લઈને. આહા. હા ! આ તો સંતોની વાણી ! સૂક્ષ્મ છે!! દિગંબર સંતોની વાણી આહા..! ક્યાંય છે નહીં. પણ એને સમજવી બહુ કઠણ બહુ વાડામાં જન્મ્યા એને. ઓલો – ઇન્દ્રલાલજી, જયપુર કહેતો કે દિગંબરમાં જમ્યા એ બધા સમકિતી (તો) છે. હવે એણે ચારિત્ર લેવા (નું જ બાકી છે). બધા માનનારા આમ - કરમને લઈને થાય ને વ્રતના પરિણામને લઈને ધરમ થાય ને...! માનનારા આવા મિથ્યાષ્ટિ અને અમે જૈનધર્મી - સમકિતી છઈએ (એમ માને.) આહા. હા! શું થાય બાપુ! (શ્રોતા:) તીર્થકર બધા સમકિત લઈને જન્મે એટલે એ બધા તીર્થકરો કહેવાય ને..! (ઉત્તર) શું કહે છે? તીર્થકરો લઈને આવે છે સમકિત પર્યાય છે ને...! ભગવાન માતાના પેટમાં આવે છે ત્યારે ત્રણ જ્ઞાન ને સમકિત લઈને આવે છે. એ સમકિત પર્યાયનું પરિણામ પોતાના દ્રવ્યને લઈને છે આહા.... હા ! ગજબ વાત છે !!
(અહીંયા કહે છે કે:) “વળી ઉત્પાદ - વ્યય ધ્રૌવ્યમાં સમયભેદ નથી, ત્રણે ય એક જ સમયે છે.” આહા. હા! “આવા ઉત્પાદવ્યયધ્રૌવ્યાત્મક પરિણામોની પરંપરામાં.... દ્રવ્ય સ્વભાવથી જ... સદાય રહેતું હોવાથી.” સાદી ભાષા કરી નાખી (ભાવાર્થ છે ને) ઉતપાદવ્યયધ્રૌવ્ય પરિણામોની પરંપરામાં દ્રવ્ય સ્વભાવથી જ સદાય રહેતું હોવાથી “દ્રવ્ય પોતે પણ, મોતીના હારની માફક, ઉત્પાદવ્યયધ્રૌવ્યાત્મક છે. આહા... હા! બહુ સરસ !!
વિશેષ કહેશે...
Please inform us of any errors on rajesh@ Atma Dharma.com