________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા - ૧૦૦
હવે ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યનો પરસ્પર અવિનાભાવ દઢ કરે છેઃण भवो भंगविहीणो भंगो वा णत्थि संभवविहीणो । उप्पादो वि य भंगो ण विणा धोव्वेण अत्थेण ।। १०० ।।
પ્રવચનસાર પ્રવચનો ૨૧૫
न भवो भंगविहीनो भंगो वा नास्ति संभवविहीनः । उत्पादोऽपि च भंगो न बिना धौव्येणार्थेन ।। १०० ।।
ઉત્પાદ ભંગ વિના નહિ, સંહાર સર્ગ વિના નહિ; ઉત્પાદ તેમ જ ભંગ, ધ્રૌવ્ય - પદાર્થ વિણ વર્તે નહિ. ૧૦૦
ગાથા ૧૦૦
અન્વયાર્થ:- (ભવ:) ઉત્પાદ (ભંગવિહીન:) ભંગ વિનાનો (૬) હોતો નથી (વા) અને (ભંગ:) ભંગ (સંભવવિહિન:) ઉત્પાદ વિનાનો (નાસ્તિ) હોતો નથી; (ઉત્પાવ:) ઉત્પાદ, ( અપિ ૪) તેમ જ (ભંશ:) ભંગ ( ધ્રૌવ્યંગ અથૈન વિના) ધ્રૌવ્ય પદાર્થ વિના (૬) હોતા નથી.
ટીકાઃ- ખરેખર નૈસર્ગ 'સંહાર વિના હોતો નથી અને સંહાર સર્ગ વિના હોતો નથી; “સૃષ્ટિ અને સંહાર સ્થિતિ વિના હોતાં નથી, સ્થિતિ સર્ગ અને સંહાર વિના હોતી નથી.
જે સર્ગ છે તે જ સંહાર છે, જે સંહાર છે તે જ સર્ગ છે; જે સર્ગ ને સંહાર છે તે જ સ્થિતિ છે, જે સ્થિતિ છે તે જ સર્ગ ને સંહાર છે. તે આ પ્રમાણેઃ જે કુંભનો સર્ગ છે તે જ મૃત્તિકાપિંડનો સંહાર છે, કારણ કે ભાવનું ભાવાન્તરના અભાવસ્વભાવે અવભાસન છે (અર્થાત્ ભાવ અન્યભાવના અભાવરૂપ સ્વભાવે પ્રકાશે છે – દેખાય છે.) વળી જે મૃત્તિકાપિંડનો સંહાર છે તે જ કુંભનો સર્ગ છે, કારણ કે અભાવનું ભાવાન્તર ભાવસ્વભાવે અવભાસન છે (અર્થાત્ નાશ અન્યભાવના ઉત્પાદરૂપ સ્વભાવે પ્રકાશે છે). વળી જે કુંભનો સર્ગ અને પિંડનો સંહાર છે તે જ મૃત્તિકાની સ્થિતિ છે, કારણ કે વ્યતિરેકો અન્વયને અતિક્રમતા (ઓળંગતા, છોડતા) નથી. વળી જે મૃત્તિકાની સ્થિતિ છે તે જ કુંભનો સર્ગ અને પિંડનો સંહાર છે, કારણ કે વ્યતિરેકો દ્વારા જ અન્વય પ્રકાશે છે.
અને જો આમ જ (ઉપ૨ સમજાવ્યું તેમ જ) ન માનવામાં આવે તો ‘અન્ય સર્ગ છે, અન્ય સંહાર છે, અન્ય સ્થિતિ’ છે એવું આવે છે (અર્થાત્ ત્રણે જુદાં છે એવું માનવાનો પ્રસંગ આવે છે. ) એમ થતાં (શા દોષો આવે તે સમજાવવામાં આવે છે) :
=
કેવળ સર્ગ શોધનાર કુંભની (–વ્યય અને ધ્રૌવ્યથી જુદો એકલો ઉત્પાદ કરવા જનાર ઘડાની), ઉત્પાદનકારણના અભાવને લીધે, ઉત્પત્તિ જ ન થાય; અથવા તો અસહ્નો જ ઉત્પાદ
૧. અવિનાભાવ એક વિના બીજાનું નહિ હોવું તે; એકબીજા વિના હોઈ જ ન શકે એવો ભાવ. ૨. ભંગ = વ્યય; નાશ.
૩. સર્ગ = ઉત્પાદ; ઉત્પત્તિ.
૪. સંહાર = વ્યય; નાશ.
૫. સૃષ્ટિ=ઉત્પત્તિ.
૬. સ્થિતિ = ટકવું તે; ધ્રુવ રહેવું તે; ધ્રૌવ્ય.
૭. મૃત્તિકાપિંડ= માટનો પિંડ; માટીનો પિંડો.
૮. વ્યતિરેક = ભેદ; એકનું બીજારૂપ નહિ હોવું તે; ‘આ તે નથી ' એવા જ્ઞાનના નિમિત્તરૂપ ભિન્નરૂપપણું. ૯ અન્વત= એકરૂપતા; સદશતા; ‘આ તે જ છે' એવા જ્ઞાનના કારણભૂત એકરૂપપણું.
૧૦. ઉત્પાદનકારણ–ઉત્પત્તિનું કારણ.
Please inform us of any errors on rajesh@Atma Dharma.com