________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૯૯
પ્રવચનસાર પ્રવચનો ૨૧૩ નવ્વાણુમી ગાથા (ક્રમબદ્ધની) (શ્રોતા:) બે નવડા..! (ઉત્તર) બે નવડા. અફર. અફર બેય !! આહા... હા! અને તે પણ વસ્તુ – આત્મા, પોતાના સ્વભાવમાં વર્ત, સ્વભાવ ઉત્પાદવ્યયધ્રૌવ્ય, અને ઉત્પાદ તે તે સમયનો પ્રવાહુક્રમમાં થવાનો છે તે. (આવી વસ્તુસ્થિતિ) એણે હવે જોવાનું ક્યાં રહ્યું? એણે જોવાનું દ્રવ્ય વડે. જે ઉત્પન્ન થાય તે ઉત્પાદ પરિણામમાં (ગયો) એ દ્રવ્ય ઉપર દષ્ટિ, જવાની રહી. તે પણ તે સમયના તે પરિણામ દ્રવ્યમાં જોવાના- ઉત્પન્ન પોતે સ્વતંત્ર ઉત્પન્ન દ્રવ્યમાં થાય છે. આહા. હા! મિથ્યાત્વનો વ્યય થયો માટે સમકિતની ઉત્પત્તિ થઈ એમે ય નથી. એમ કહે છે. એ (વાત) હજી આવશે ૧૦૧ (ગાથા) માં. જે પર્યાય, જે સમયે ઉત્પન્ન થઈ, તે ઉત્પાદ ને તેના વ્યય કે ધ્રૌવ્યની જરૂર નથી. આહા.... હા.. હા! અરે.. રે! આવું ( તત્ત્વજ્ઞાન) ધરમ વીતરાગનો!! ઓલા – સ્થાનકવાસી કહે કે વ્રત કરો ને દયા પાળો, ક્રિયાકાંડ (કરો) એનું નામ ચારિત્ર. દષ્ટિ મિથ્યાત્વ છે ત્યાં ચારિત્ર ક્યાંથી આવ્યા? શ્વેતાંબરમાં મૂર્તિપૂજા ને ભક્તિ, જાત્રા ને ધમાલ! આહા.. હા !
(અહીંયાં કહે છે કે, “દરેક પરિણામ સ્વ-કાળમાં પોતાના રૂપે ઊપજે છે, પૂર્વ રૂપથી નાશ પામે છે અને સર્વ પરિણામોમાં એકપ્રવાહપણું હોવાથી દરેક પરિણામ ઉત્પાદન વિનાશ વિનાનો એકરૂપ - ધ્રુવ રહે છે.” તે પરિણામ તેને ધ્રુવ રહે છે. જેને ઉત્પન્ન કે વ્યયની અપેક્ષા નથી. છછછછછે તે સમયનું સત્ તે પર્યાયરૂપે છે. આહા.. હા! એ પર્યાયને ત્યાં સત્ કહેવામાં આવે છે, ધ્રુવ કહેવામાં આવે છે. આહા..! પણ એ ધ્રુવને પણ અહીંયાં પરિણામ કીધા છે, ત્રણેય ને પરિણામ કહી અને દ્રવ્ય તે સ્વભાવમાં વર્તે છે, તે પરિણામમાં તે જ દ્રવ્ય વર્તે છે એમ. આહા.... હા! વાણિયાને – વેપારીને નવરાશ ન મળે. ધંધા આડે હવે આવી વાતું! કલાક નવરો થાય કે સાંભળવા જાય તો માથે કહે (જય નારાયણ” થઈ રહ્યું જાવ. આહા... હા ! સત્ય શું છે અને અસત્ય શું છે? (તેનો નિર્ણય કરવો જોઈએ.) આહા.... હા! અરે! આવી જિંદગી જાય છે. એક કોર રામ ને એક કોર ગામ' એટલે વિકલ્પથી માંડીને પર વસ્તુ બધી (એ ગામ) એમાંથી ખસીને દ્રવ્યસ્વભાવમાં જા. (એ રામ). જ્યાં આતમરામ બિરાજે છે! આહા... હું !
(અહીંયાં કહે છે કેઃ) “વળી ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યમાં સમયભેદ નથી.” જોયું? ઉત્પાદ પહેલે સમય થાય ને વ્યય બીજે સમયે થાય ને ત્રીજા સમયે ધ્રૌવ્ય રહે એમ નથી. એક જ સમયમાં ત્રણ છે. સેકન્ડના અસંખ્યમાં ભાગનો સમય, એમાં એક સમયમાં ત્રણ છે. આહાનવ્વાણું ગાથા ગજબ છે!! ઠરી જાય એવું છે... આહા... ક્યાંય બહારમાં એણે જોવાનું છે નહીં. “પોતે જ ભગવાન! અનંતગુણથી બિરાજમાન છે.” (શ્રોતા ) ઘરનું કામ કેદી' કરવું? (ઉત્તર) કોણ કરે? ઘરના. વકીલાતના (કામ) કોણે કર્યા” તા” અભિમાન કર્યા' તા. એ ય પંડિતજી! (આ રામજીભાઈ ) મોટા વકીલ હતા. ઓલો એક બીજો નહીં વકીલ, કોણ? સો, બસો રૂપિયા લેતો” તો. હા, ભુલાભાઈ (દેશાઈ ) બધા ગપ્પ – ગપ્પ મારનારા. આહા... હા!
(જુઓ,) આ (શરીર) તો અનંતપરમાણુનો પિંડ છે, તેનો છેલ્લો એક પરમાણુ-પોઈન્ટ,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com