________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૯૯
પ્રવચનસાર પ્રવચનો ૨૦૭ પ્રવાહુક્રમમાં તેની જે પર્યાય થવાની છે તે પ્રવાહનો “નાનામાં નાનો અંશ તે પરિણામ છે.” ચાહે તો જીવમાં વિકારી – મિથ્યાત્વ (ભાવ) થાય, તો પણ તે ઉત્પાદ તેનો દ્રવ્યનો સ્વભાવ છે. સ્વભાવ તે ઉત્પાદ, વ્યય ને ધ્રૌવ્ય છે. મિથ્યાત્વ પણ એનો સ્વભાવ છે એમ કીધું (છે.) આહા..હા...હા ! વસ્તુ જે છે – દરેક દ્રવ્ય, ભગવાને, જિનેશ્વરદેવે જે જોયાં. કે દરેક દ્રવ્ય-વસ્તુ પોતાના સ્વભાવમાં છે. (એ વસ્તુ) પરને અડતી નથી, પર (એ) અડી નથી. અને પોતાનો જે સ્વભાવ છે (એ) ઉત્પાદ, વ્યય ને ધ્રૌવ્ય (સ્વરૂપ) છે. કેમ કે ઉત્પાદવ્યયધ્રૌવ્ય તે સત્ ને સત્ તે દ્રવ્ય (છે.) આહા. હા! આવી વાત ને ક્યાં નવરાશ હવે, સનો નિર્ણય શું? વાસ્તવિક સ્વભાવનો.
કહે છે કે તે દ્રવ્ય જે છે આત્મા, તેનો પ્રવાહ એટલે પર્યાયનો પ્રવાહમ, જે પ્રવાહના ક્રમમાં જે પર્યાય આવવાની છે તે જ આવશે. આડી – અવળી પર્યાય નહીં થાય. અને તે પ્રવાહના ઉત્પાદમાં દ્રવ્ય આવશે. દ્રવ્યને લઈને ઉત્પાદ છે. આહા... હા! કર્મને લઈને અને શરીરને લઈને આત્મામાં મિથ્યાત્વનો ઉત્પાદ નથી, કર્મને લઈને એ ઉત્પાદ નથી. એમ કહે છે. આહા.... હા! રાગ ને દ્વેષ તે પ્રવાહુક્રમમાં જીવના પરિણામ થાય તે તેનો સ્વભાવ છે. એ ઉત્પાદવ્યય ને ધ્રૌવ્ય એનો સ્વભાવ છે ને સ્વભાવમાં સદાય દ્રવ્ય રહેલું છે. આહા... હા ! તે આત્માથી મિથ્યાત્વ ને રાગદ્વેષ થાય છે. કરમથી નહીં. આહા....! આકરું કામ છે. લોકોને આવું સત્ય સાંભળવા ય મળે નહીં. બિચારા ક્યાં ક્યાંય (રખડે છે..!) કરમ કરે. કરમ કરે.. વિકાર કરે ઈ કરમ કરે, આપણો આત્મા કર્મ કરે ને કરમને ભોગવે. આમ ભગવાન ના પાડે છે. બીજા દ્રવ્યના પરિણામ, બીજા દ્રવ્યના પરિણામને કરે, એમ વસ્તુના સ્વરૂપમાં નથી. આહા... હા!
(કહે છે કેઃ) ત્યારે (દરેક દ્રવ્યનું) સ્વરૂપ શું છે? દરેક દ્રવ્ય પોતા સ્વભાવમાં છે. આત્મામાં (લ્યો ને) એક નિગોદનો જીવ. લસણ, ડુંગળી, (આદિ કંદમૂળમાં) એક અંગુલના અસંખ્ય ભાગમાં અનંત આત્માઓ ત્યાં (છે.) અને તેની હારે તૈજસ ને કાર્માણ એક એક જીવને બબ્બે શરીર (છે.) તે નિગોદનો જીવ પણ-દરેક દ્રવ્ય આવ્યું ને તો – એના પોતાના મિથ્યાત્વના ભાવ, ઉત્પાદવ્યયધ્રૌવ્ય, એના સ્વભાવમાં આત્મા, (તેથી) તે દ્રવ્યનો સ્વભાવ તે ઉત્પાદ તે સમયનો, કાળક્રમમાં જે પર્યાય થવાનો તે તેના પ્રવાહકમમાં તે મિથ્યાત્વ (તેના ) દ્રવ્યને લઇને છે. આહા.... હા ! આકરી વાતું! રાગદયા, દાન, વ્રત, ભક્તિ (આદિ) ના પરિણામ તે રાગ, શુભરાગ છે. એને ધર્મ માનવો (મિથ્યાત્વ છે) અને (માનનાર) મિથ્યાદષ્ટિ છે. આહાહા ! એ મિથ્યાદષ્ટિપણું જીવના દ્રવ્યનો સ્વભાવ છે. આહા...હા...હા...હા! આ. રે! કો ' ભાઈ ! આવી વાતું સાંભળવી મુશ્કેલી પડે બાપા! ત્રણલોકના નાથ, જિનેશ્વરદેવ, સર્વજ્ઞ પ્રભુ એની આ વાણી છે!! આહા.... હા ! ન્યાયથી આમ બેસી જાય એવી (વાત) છે. પણ જયારે સાંભળવા મળે ત્યારે.... ને! અભવીને પણ જે મિથ્યાત્વનો ઉદય થાય છે, તે અભવીનો જીવ પણ પોતે સદાય પોતાના સ્વભાવમાં છે અને એનો સ્વભાવ તે ઉત્પાદવ્યય ને ધ્રૌવ્ય છે. તો જે મિથ્યાત્વના ઉત્પાદમાં આવે છે ઈ દ્રવ્યના પ્રવાહક્રમમાં પરિણામમાં દ્રવ્ય આવે છે. આહા.... હા!
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com