________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૯૯
પ્રવચનસાર પ્રવચનો ૨૦૫
પ્રવચન : તા. ૧૩-૬-૭૯.
‘પ્રવચનસાર ૯૯ ગાથા.
ભાવાર્થ- થોડુંક ચાલ્યું છે. ફરીને (લઈએ.)
(અહીંયાં કહે છે કે, “દરેક દ્રવ્ય.” એટલ છએ દ્રવ્ય આવ્યા. દરેક દ્રવ્ય એટલે બધા દ્રવ્ય આવ્યા. અનંત - આત્માઓ અનંત, પરમાણુઓ અનંત, અસંખ્ય કાલાણ (એક) ધર્માસ્તિકાય, (એક) અધર્માસ્તિકાય, (એક) આકાશ. એક વાત. (હવે બીજી વાત ) “સદાય સ્વભાવમાં રહે છે” તે દ્રવ્યો સદાય (પોતપોતાના) સ્વભાવમાં રહે છે. “તેથી તે સત્ છે.” (તે દ્રવ્ય છે – અસ્તિત્વ છે). “તે સ્વભાવ ઉત્પાદ-વ્યયધ્રૌવ્યસ્વરૂપ પરિણામ છે.” તે સ્વભાવ છે, તેમાં એ (ત્રિલક્ષણ) સ્વભાવ છે. કેટલું સ્પષ્ટ છે! દરેક દ્રવ્ય પોતાના સ્વભાવમાં છે અને સ્વભાવ ઉત્પાદવ્યયવ્રવ્ય (સ્વરૂપ) છે. એટલે કે તે દ્રવ્ય તેના સ્વભાવમાં ઉત્પન્ન કાળે પર્યાય ઉત્પન્ન થાય. દ્રવ્ય નહીં. દ્રવ્ય ઉત્પન્ન થાય જ નહીં. દ્રવ્યનો જે સ્વભાવ ઉત્પાદવ્યયધ્રૌવ્ય, એમાં એ પોતે દ્રવ્ય વર્તે છે, કે દ્રવ્ય ઉત્પાદન કરે છે. આ તો કરમને લઈને પર્યાય થાય એ વાત આમાં રહેતી નથી. (શ્રોતા:) આવે છે ને શાસ્ત્રમાં? (ઉત્તર) એ તો કથન (છે) નિમિત્તનું જ્ઞાન કરાવવા. શ્વેતાંબરમાં તો એકલી કર્મથી જ બધી વાતું. અહીંયાં તો વાડામાં તો ઈ થઈ ગ્યું છે. આહા... હા!
અહીંયાં કહે છે કે દરેક દ્રવ્ય, સિદ્ધાંત ને વસ્તુસ્થિત છે. તે દ્રવ્ય સદાય પોતાના સ્વભાવમાં રહે છે. કોઈની (બીજા દ્રવ્યની) પર્યાયમાં કે ગુણમાં જતું નથી. આહા.. હા ! એ સ્વભાવ “ઉત્પાદ” તો દરેક દ્રવ્ય, પોતાની વર્તમાન પર્યાયના ઉત્પાદનમાં એનો સ્વભાવ છે માટે ઉત્પન્ન થાય છે. એના ઉત્પન્ન (થવા) માટે, બીજા દ્રવ્યના સ્વભાવની એને જરૂર નથી. તેમ બીજું દ્રવ્ય પણ (પોતાના) સ્વભાવથી (પોતાના) ઉત્પાદવ્યયમાં છે. કરમ જે છે જ, એ પણ પરમાણુદ્રવ્ય છે ને એ દ્રવ્ય ઉત્પાદવ્યયધ્રવ્ય સ્વભાવમાં છે (વળી) સ્વભાવ છે ઉત્પાદવ્યયધ્રૌવ્ય (સ્વરૂપ). એટલે (પરમાણુ ) કરમ પણ તેની પર્યાયમાં ઉત્પન્ન થાય છે, પૂર્વની પર્યાય વ્યય થાય છે, કાયમ રહેવાની અપેક્ષાએ ધ્રૌવ્ય છે. પર્યાય પણ (ધ્રૌવ્ય) હોં! આહા! હવે કરમ પણ જયારે પોતાના સ્વભાવમાં ઉત્પાદ, વ્યય ને ધ્રૌવ્યમાં વર્તે, એ આત્માને વિકાર કરાવે એ વાત ક્યાં રહી? (છે જ નહીં). મોટો વાંધો આ અત્યારે. સંપ્રદાયમાં ( આવી જ માન્યતા) અહીંયાં તો ના પાડે છે. સ્વભાવ “ઉત્પાદ.” એક સમયમાં તે દ્રવ્યનો સ્વભાવ ઉત્પાદ, વ્યય ને ધ્રૌવ્ય. તે સમયમાં એ તેના પરિણામ છે. એ ત્રણ પરિણામ છે. આહા... હા! ભેદ ધ્યાને ત્રણ, ઉત્પાદ, વ્યય ને ધ્રૌવ્ય દ્રવ્યના એ ત્રણ પરિણામ છે. આહાહા !
(અહીંયાં કહે છે કે, “જેમ દ્રવ્યના વિસ્તારનો નાનામાં નાનો અંશ.” વસ્તુ છે જેટલી
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com