________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૯૯
પ્રવચનસાર પ્રવચનો ૨૦૬ પહોળી, એના જે પ્રદેશો છે. એનો નાનામાં નાનો અંશ એટલે જે પ્રદેશ છે. એનો નાનામાં નાનો ભાગ. ગમે તે (દ્રવ્ય) હો, અનંત (પ્રદેશી) હો કે અસંખ્ય (પ્રદેશી) હો. પણ એ દ્રવ્યનો જે વિસ્તાર - આમ પહોળાઈ છે. એનો નાનામાં નાનો અંશ “તે પ્રદેશ છે.” “તેમ દ્રવ્યના પ્રવાહનો નાનામાં નાનો અંશ તે પરિણામ છે.” આહા... હા! કેટલી ગાથા ચોખ્ખી છે!! છતાં ગરબડ આવી હાલે!! વિકાર પણ ઉત્પાદપણે દ્રવ્ય પોતે કરે એ એનો સ્વભાવ છે. એય અહીંયાં તો સ્વભાવ કીધો પંડિતજી! વિકાર સ્વભાવ? ત્યાં ઈ વાંધાં આવ્યા ” તા ને ૧૩ની સાલમાં. વર્ણીજીની હારે. (વર્સીજી કહે, “વિકાર કર્મ વિના થાય તો તો ઈ ( આત્માનો ) સ્વભાવ થઈ જશે.” આપણે ય આમાં આવ્યું' તું દ્રવ્યઆસવ વિના ભાવઆસ્રવ થાય નહીં. સવારમાં. (એ તો) જડ-જડ, જડ હોય નિમિત્ત તરીકે. એના વિના ભાવઆસ્રવ થાય નહીં. (પણ) ઈ તો નિમિત્તનું ફક્ત જ્ઞાન કરાવ્યું છે. થાય છે તો પોતાના ઉત્પાદવ્યયધ્રૌવ્ય (સ્વભાવથી) દ્રવ્ય પોતાના સ્વભાવમાં છે. એ સ્વભાવ ઉત્પાદવ્યયધ્રૌવ્ય (સ્વરૂપ ) છે, અને તે ઉત્પાદ તે સમયનો જે થાય એ સમયનો (છે) તે થાય. ઓહોહોહો. (શ્રોતા:) અનેકાંત આવ્યું? (ઉત્તર) અનેકાંત આવ્યું ને....! બીજે – આડે – અવળે ન થાય. બીજાથી ન થાય. આવે – પીછે ન થાય ઈ અનેકાંત છે. આવી વાત છે.” આહા.. હા! આચાર્યોએ! દિગંબર સંતોએ! પરમસને સમાજની પાસે મૂકવામાં પાછી પાની રાખી નથી. કે આવી વાત કરીશું તો દુનિયામાં બેસશે કે કેમ ! (શ્રોતા:) મુનિઓને સમાજની શું પડી છે! (ઉત્તર) કોઈની દરકાર નથી. વસ્તુની સ્થિતિ છે એ પ્રમાણે પ્રસિદ્ધ કરી છે. આહ.હા!
(કહે છે) જૈનમાં લાકડું આ. કરમને લઈને થાય. કરમ વિના થઈ જાય (વિકાર) તો સ્વભાવ થઈ જાય, અહીંયાં તો કહે છે કે ઈ ઉત્પાદવ્યયધ્રૌવ્ય (સ્વભાવ જ છે ) વિકાર પણ લેવો હોં, એકલો અવિકાર નહીં. ઉત્પાદમાં વિકારી, અવિકારી પર્યાય (છે) એવા ઉત્પાદ, વ્યય ને ધ્રૌવ્ય તે (દ્રવ્યનો) સ્વભાવ છે. લ્યો! અહીં તો સ્વભાવ કીધો ભાઈ ! વિકારને સ્વભાવ કીધો! આહા.. હા! સ્વસ્થ ભવનમ સ્વભાવ:- પોતાની પર્યાયમાં થાય માટે તે સ્વભાવ છે. બહુ અત્યારે! પંડિતોમાં વાંધો બધો ! એક વળી હુકમીચંદજી નીકળ્યા. હું બિચારા! વળી શરીરે ઠેકાણું નહીં. એક નીકળ્યો એક પંડિતમાં! હુશિયાર! સત્ય વાતને પ્રસિદ્ધ કરવામાં. જ્ઞાનચંદજી છે. આહ.. હા!
કીધું? “ઉત્પાદવ્યયધ્રૌવ્યસ્વરૂપ પરિણામ છે.” પહેલાં (કહ્યું ) દ્રવ્ય છે ઈ સ્વભાવમાં છે. સ્વભાવ તેનો ઉત્પાદવ્યય ને ધ્રૌવ્ય છે. આહા...! તે ઉત્પાદ, વ્યય ને ધ્રૌવ્ય તેના પરિણામ છે. દ્રવ્ય ઉત્પન્ન થતું નથી, દ્રવ્ય વ્યય થતું નથી, દ્રવ્ય ધ્રુવ રહેતું નથી. આહા.. હા.. હા.. હા.! ઈ દ્રવ્યના ત્રણ પરિણામ છે. ઉત્પન્ન થવામાં પરિણામ, વ્યય થવામાં પરિણામ અને ધ્રૌવ્ય રહેવામાં (પરિણામ) ત્રણ ભાગ પાડયા ને..! આહા. હા....! એ પરિણામ છે. “જેમ દ્રવ્યના વિસ્તારનો નાનામાં નાનો અંશ તે પ્રદેશ છે.” આકાશમાં કે જીવમાંનો અસંખ્ય પ્રદેશમાંથી એક પ્રદેશ (છે.) “તેમ દ્રવ્યના પ્રવાહનો.” આહા હા ! જે દ્રવ્યનો સ્વભાવ – ઉત્પાદવ્યયધ્રૌવ ય- તેમાં તે દ્રવ્ય (વર્તે છે).
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com