________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૯૯
પ્રવચનસાર પ્રવચનો ૨00 વ્યાખ્યા હવે. વાદ-વિવાદે ક્યાંય પાર પડે એવું નથી બાપુ! એ આ રીતે જેને થાય છે તેને કાળલબ્ધિ પાકી ગઈ. પોતપોતાના અવસરે પરિણામ થાય. આહા... હા... હાં.. હા ! એ પછી પછીના તે તે કાળ તે થાય, તે પહેલાંના અવસરમાં તે તે કાળે થઈ ગ્યાં. બધા પરિણામમાં પ્રકાશિત સમપરિણામમાં “પછી પછીના પરિણામો પ્રગટ થતાં હોવાથી.” અને પહેલાં પહેલાંના પરિણામો નહિ પ્રગટ થતાં હોવાથી.” જે પરિણામ પહેલે સમયે થઈ ગયાં તે હવે કંઈ થવાના નથી. અને પછી પછીના થશે અને એમાં બેયમાં- પછી પછી થશે તે ઉત્પાદમાં ગયું, અને થઈ ગયાં તે વ્યયમાં ગયું. અને “તથા બધેય પરસ્પર અનુસૂતિ.” દરેકમાં છછછછછે તે સમયે છે. પછીનો ઉત્પાદ ને થઈ ગયાં એ વ્યય એ નહિ પણ છછછછે બસ. જેમ (દષ્ટાંતમાં) આ બધામાં (મોતીઓમાં) દોરો છે. એક દરેક પરિણામના કાળમાં સળંગ આત્મા છે. આહા... હા! ઝીણો મારગ બહુ ભાઈ !
આજ ચોપડી એક આવી છે. તારણસ્વામી છે ને.! કોઈ બાઈ મરાઠી છે. (એણે લખી છે.) એમ કે ભગવાનના શાસ્ત્રમાં જિનબિંબ અને જિનપ્રતિમા ને જિનમંદિર છે. એ લોકો કંઈ પાતળા નથી ને. તારણ સ્વામીવાળા. અને તમે એક કહો કે તારણસ્વામી એ માનતા નહોતા. તો તો પછી એનો અર્થ થ્યો કે એ મિથ્યાદષ્ટિ હતા. તમે એનો અવર્ણવાદ કરો છો. જિનબિંબ ને જિનપ્રતિમા, ભવન અનાદિના છે. ચોપડી આવી છે અહીં. વાત સાચી. અસંખ્ય જિનપ્રતિમાઓ સ્વર્ગમાં છે. અહી અસંખ્ય દ્વીપસમુદ્રમાં છે. અકૃત્રિમ. કૃત્રિમ સંખ્યાત છે. અઢી દ્વીપમાં છે એ તો. બધું છે. પ્રતિમા નથી એમ નહીં. અને શાસ્ત્રમાં તો ત્યાં સુધી આવે. જિનબિંબના દર્શનથી નિદ્ધત અને નિકાચિત કર્મનો નાશ થાય. આવે છે ને..! “ધવલમાં” . આહા.. હા! એણે એક અક્ષરને એક પદ કેમ ફેરફાર થાય? શાસ્ત્રનો એક પણ અક્ષર ને એક પદથી ભ્રષ્ટ થાય, મિથ્યાદષ્ટિ છે. આવું આકરું પડે. એને તમે એમ માનતા હો કે – જાણે એ (લોકો તારણસ્વામીવાળા) મૂર્તિને નથી માનતા. તો તો પછી સૂત્રને ઊથાપ્યાં છે, તો મિથ્યાષ્ટિ કરો તમે. (એવું લખાણ છે એમાં). ( જિનપ્રતિમાઆદિ) એનું લક્ષ જતાં છે. શુભઉપયોગ, ધરમ નથી પણ વસ્તુ છે. એ પણ પોતપોતાના અવસરે ત્યાં પ્રતિમા છે, મંદિર છે, જિનબિંબ છે. આહા.... હા ! એ કોઈ પક્ષની વાત નથી, એ પંથ નથી કંઈ ભગવાનનો કહેલો મારગ છે તે છે. સમજાય છે?
(જૈનધર્મ) એમાં મૂર્તિ ને જિનબિંબ નથી, એમ કહેવા જાય તો સૂત્ર અને સૂત્રના પદને (માન્યા નહીં) આવે છે ને ! “સૂત્રપાહુડ' માં સૂત્રનું એક પણ પદ ને એક પણ અક્ષરથી ભ્રષ્ટ થાય એ તો મિથ્યાદષ્ટિ છે. આહા.... હા..! ભલે છે એ શુભભાવનું નિમિત્ત, પણ છે કે નહીં? (૭) ભાઈ ! એ છે માટે ધરમ છે એમાં, એમ નહીં પણ છે ખરું, જ્ઞાનીને પણ એના વંદન, પૂજા, (ભક્તિ) એનો ભાવ એને કાળે આવે છે. ભલે એ પુણ્યબંધનું કારણ (હોય) પણ આવે છે. જે તે સમયના તે તે પરિણામ પૂજાના, ભક્તિના આવે છે ભાઈ ! અને તે તે સમયની ચીજ (નિમિત્ત) સામે છે. મંદિર, પ્રતિમા આદિ તેને તે સિદ્ધ કરે છે. આહા..! મંદિરને. જિનબિંબ.. ને નથી (એમ માનવું એ તો ) સૂત્રના વચનો, સિદ્ધાંતના વીતરાગનાં વચનો ઊથાપી નાખ્યાં. આહા... હા!
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com