________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૯૯
પ્રવચનસાર પ્રવચનો ૧૯૮ જયકુમારે દીક્ષા લીધી. લશ્કરના અધિપતિએ, છન્ને કોડ પાયદળના અધિપતિએ, સુલોચનાના વરેધણીએ દીક્ષા લીધી. સાંભળતાં વેંત જ (એ રાજકુમારો) કહે છે કે હાલોઆપણે આમ જઈએ, આમ જઈએ. ભગવાન પાસે જઈએ એ કહેવા જાય તો (માણસ કહે) માતાની રજા નથીને. (ન જવાય રજા વિના). આહા..! એ સોનાનો દડો ને રતનની ગેડીએ (રમનારા રાજકુમારો ) એ જ્યાં સાંભળે છે ચૈતન્યરતનનું – જયકુમારે ભગવાન પાસે દીક્ષા લીધી. આહા.... હા..! માતાને પૂછવા પણ જાવું નથી. હવે! કે (માતા) અમને રજા આપ હવે. આહા....! (રાજકુમાર વિચારે છે કે, અમારો નાથ અતીન્દ્રિય આનંદનું દળ પ્રભુ (આત્મા). વિકાર એમાં નથી, ઝેર - જડ વિકાર એમાં નથી. પુણ્ય - પાપના પરિણામ બે ય ઝેર છે. આહા... હા..! એ પ્રભુમાં નથી. એને સાધવા જયકુમારે સાધુપણું લીધું! અમે પણ ભગવાન પાસે જવા માગીએ છીએ. (એમ વિચારે છે) એમ કહેતો” તો ઓલો (સાથેનો માણસ) કહે કે તમને રમવા માટે મને જોવા (ધ્યાન રાખવા) ગોઠવ્યો છે ને તમે જાવ દિક્ષા લેવા. તમારી મા ને શું કહે? તેથી (રાજકુમારો કહે છે) ભાઈ આમ હાલો, થોડુંક આમ (એમ કરતાં-કરતાં) ભગવાન પાસે (પહોંચી) જાય છે.
પ્રભુ! અતીન્દ્રિય આનંદની વૃદ્ધિ થાય એવી દિક્ષા આપો. આહા.... હા...! કુંવારા છે. નાની ઉંમરના છે. સોળ – સોળ વરસની ઉંમરના. જુવાન માણસ છે. અતીન્દ્રિયઆનંદના સ્વાદ તો લીધા છે ને હવે સાંભળ્યું કે (જયકુમારે) દીક્ષા લીધી સ્વાદ વધારવા. અતીન્દ્રિય આનંદને પુષ્ટ કરવા. ભગવાન પાસે દીક્ષા લીધી છે. અતીન્દ્રિય આનંદને સાધવા- વધારવા. આહા.. હા! એ સમયે પર્યાય ત્યાં થવાની (જ) જ્યાં એવો નિર્ણય કરે છે ત્યાં. તેમાં વર્તતા દ્રવ્યો નો જ નિર્ણય થઈ જાય છે. આહા.. હા.! સમજાય છે કાંઈ? કહ્યું ને ઈ.
“ત્રિલક્ષણ પરિણામ પદ્ધતિમાં (પરિણામોની પરંપરામાં) વર્તતું દ્રવ્ય.” આહા. હા! “સ્વભાવને નહિ અતિક્રમતું” ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યના સ્નાવને નહિ છોડતું “હોવાથી સર્વને.” સત્ત્વ નામ દ્રવ્યને “ત્રિલક્ષણ જ અનુમોદવું” આહા..! એ જ્યાં ત્રણ લક્ષણને “છે' એમ નિર્ણય કરવા જાય છે ત્યાં એ પર્યાયમાં વર્તતું છે જે દ્રવ્ય – તે સમયે તે થવાની પર્યાય થાય છે – એમાં વર્તે છે દ્રવ્ય. એમ દ્રવ્ય ઉપર દષ્ટિ જાય છે. આહા..“દમબદ્ધમાં” લોકોને આકરું પડે છે. આહા... હા! એક પછી એક પર્યાય થાય પણ એક પછી “આ જ થાય' એમ નહીં એ (વર્સીજીએ) કહ્યું. (હવે જુઓ,) એક પછી એક –એક પછી એક હાર આમ છે. આ હાર છે આમાં જુઓને ઈ હારમાં (મોતી) આડુંઅવળું છે? જ્યાં જે સ્થાનમાં (મોતી) છે ત્યાં તે સ્થાનમાં છે. પહેલાંના સ્થાનમાં પહેલાંના પછીના સ્થાનમાં પછીનાં (છે.)
(અહીંયાં કહે છે કે, “તથા બધેય પરસ્પર અનુસૂતિ.” (પહેલાં) ઉત્પાદ-વ્યય કહ્યું. “પરસ્પર અનુસ્મૃતિ રચનારો દોરો.” અંદર દોરો રહે છે જે છે ઈ. જુઓ, આમ બધા મોતીઓમાં છે ને..! આ.... હા! પછી પછીના ઉત્પન્ન થાય, એ ઉત્પાદ. પહેલાં પહેલાંના વ્યય થાય, એ વ્યય.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com