________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૯૯
પ્રવચનસાર પ્રવચનો ૧૯૬ વળી જાય છે. આહા.... હા! ક્રમસર થતાં ત્રિલક્ષણ પરિણામ, પદ્ધતિમાં વત્તું દ્રવ્ય. લોકો કહે છે કે પણ આવું (ક્રમબદ્ધ) થાય તો એમાં પુરુષાર્થ ક્યાં રહ્યો? પણ પ્રભુ સાંભળ તો ખરો ભાઈ ! એ ત્રણ લક્ષણે પ્રવર્તતું દ્રવ્ય એમ જ્યાં એનો નિર્ણય કરવા જાય છે - એ જ પુરુષાર્થ છે ને એમાં અતીન્દ્રિય આનંદ આવે છે. આહા...હા....! અને એ અતીન્દ્રિય આનંદ વધારવા - રાજકુમારો, ચક્રવર્તીના પુત્રો, આઠ - આઠ વરસના (જંગલમાં ચાલી નીકળે છે.) કંઈ પડી નથી એને દુનિયાની ! આહા... હા! આઠ વરસના રાજકુમાર એક મોરપીંછી ને કમંડળ (લઈને) એવા વાઘ ને વરૂ, વાઘ અને વીંછીના ઢગલા હોય જંગલમાં (એવા જંગલમાં) હાલી નીકળે છે. આહા.... હા ! અતીન્દ્રિય આનંદ આવવો (એક જ લક્ષ છે.) બહારની કોઈપણ, અરે! એક વિકલ્પ ઊઠે તે ઘરસંસારનું કારણ છે, શુભ વિકલ્પ ઊઠે એ પણ (દુઃખ છે) આગમે (જે) પ્રરૂપ્યું છે ત્રિલક્ષણ પરિણામ પદ્ધતિમાં વર્તતું આ દ્રવ્ય, એ દ્રવ્ય ઉપર જ્યાં પર્યાય જાય છે ત્યાં અનુમોદન – (એટલે ) અનુસરીને આનંદ આવે છે. આહા... હા ! એ આનંદના વધારવા (મુનિ દીક્ષા લેવી) કરવાનું તો આ છે. આહા. હા ! જંગલમાં આઠ વરસના રાજકુમારો વાઘ ને વરૂ ને નાગના (સંયોગમાં) ચાલ્યા જાય છે એ તો, એક મોરપીંછીં ને નાનું કમંડળ હાથમાં (અહો! મુનિરાજ !) જેને અતીન્દ્રિય આનંદના વધારવામાં – પ્રેમમાં, જેને ક્યાંય પ્રતિકૂળતા દેખાતી નથી, તેમ બહારની કોઈ અનુકૂળતા પણ જણાતી નથી. આહાહા !
(કહે છે) એવો ઈ જ્ઞાતા-દ્રષ્ટા, જાણનાર ને દેખનાર એવો પ્રભુ (આત્મા) જ્યાં હાથ આવ્યો. આહા.... હા! જેને (ચૈતન્ય) રતન મળ્યું હવે એને દુનિયાની કઈ દરકાર હવે. આહા.... હા ! આબરુને.... પુણ્ય કરે. તો લોકો માન આપે, દુનિયામાં ગણાઉં ને ગણતરીમાં આવું ને.. આહા..! (નિજાનંદ પ્રગટ થતાં) ગણતરીમાં તો લઈ લીધો પ્રભુએ! આહા.. હા! ઈ તો આનંદધનજીમાં આવ્યું નહોતું ઈ. “વે ગુન ગનન પ્રવીના, અબધૂ કયા માગું ગુન હીના.”વે ગુન – (આત્મામાં) ગુણ એટલો છે કે ગણતા પાર ન આવે! ઈ અનંતાગુણનો સ્વાદ (આવે.) એકલા આનંદનો સ્વાદ નહીં. અનંતગુણનો સ્વાદ (આવે.) આહા.... હા! જેન આગળ ઇન્દ્રના ઇન્દ્રાસનો, ઇન્દ્રાણીઓ જે એની અનુકૂળતાના ભોગ પણ સડેલા કૂતરા જેવું લાગે. એવો ભગવાન આત્મા, પોતાના સ્વભાવને પ્રાપ્ત થયો (પર્યાયમાં) સ્વ-સ્વભાવ તો આનંદ (સ્વરૂપ પૂર્ણ) હતો. એ કોઈ એમ કહે છે કે તમે આમ “ ક્રમબદ્ધનું” નક્કી કરવાનું કહો છો તો એમાં પુરુષાર્થ ક્યાં રહ્યો? (પુરુષાર્થ ઊડી જાય છે.) પ્રભુ તું એમ કહેવું રહેવા દે ભાઈ ! ઈ કમબદ્ધના પરિણામ – પરિણામ કાળે થાય ને વ્યય થાય ને ધ્રૌવ્ય રહે. એમાં વત્તું દ્રવ્ય છે એવો તેનો નિર્ણય કરવા (જાય તો) જ્ઞાયક ઉપર દષ્ટિ જાય. ગમે તે પ્રસંગમાં ઊભો હોય (જ્ઞાની). પણ એ નહીં. પોતાના અવસરે ઉત્પાદ થાય એ આવ્યું ને એમાં (એટલે ક્રમબદ્ધ). હવે દાખલો આપશે.
આહા... હા! એવું જ્યાં ત્રિલક્ષણપણું ઉત્પાદ થાય, વ્યય થાય અને ધ્રૌવ્ય (રહે) દ્રવ્યનો સ્વભાવ છે. ને દ્રવ્ય તેમાં વર્તે. પર્યાયમાં દ્રવ્ય વર્તે (એમ) નહીં પણ દ્રવ્ય સ્વભાવમાં વર્તે ત્રણ્યમાં. એમ જ્યાં અંતરદષ્ટિ કરવા જાય છે, ત્યારે અંતર આનંદથી અનુમોદન- એ અતીન્દ્રિય આનંદનો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com