________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૯૯
પ્રવચનસાર પ્રવચનો ૧૯૫
પ્રવચન : તા. ૧૨-૬-૭૯. પ્રવચનસાર” ૯૯ ગાથા. આહા..! વવાણું હુતા. એનું પૂરણ કર્યું, સો ને બસેં એમ. એવું આવે છે. નવ્વાણું નો ધક્કે આ નવ્વાણું નો ધક્કો! (આ ૯૯ ગાથા સમજે તો પૂરણ થઈ જાય છે. આહા... હા! “આ પ્રમાણે સ્વભાવથી.” શું કહે છે? છએ દ્રવ્યની વાત છે હોં ! “આ પ્રમાણે સ્વભાવથી જ” “ત્રિલક્ષણ પરિણામ”. ત્રણેય લક્ષણવાળું પરિણામ. (એટલે) ઉત્પાદ-વ્યયને ધ્રૌવ્ય એની “પદ્ધતિમાં (પરિણામોની પરંપરામાં) આહાહા..! “વર્તવું દ્રવ્ય”. ઉત્પાદ-વ્યયને ધ્રૌવ્યની પરંપરામાં વર્તતું દ્રવ્ય, દરેક (દ્રવ્યની વાત છે પણ) અત્યારે આત્માની વાત મગજમાં છે. “પરિણામોની પરંપરામાં” આહાહા..! એક તો ત્રિલક્ષણ (બીજું) પરિણામની પદ્ધતિ પરંપરાએમાં વર્તતું દ્રવ્ય. “સ્વભાવને નહિ અતિક્રમતું હોવાથી.” એ ભગવાન આત્મા (દ્રવ્ય) ત્રિલક્ષણ પરિણામની પરંપરામાં વર્તતું, સ્વભાવને નહિ છોડતું “સત્ત્વને.” સત્ત્વ એટલે દ્રવ્ય. દ્રવ્ય-વસ્તુને “ત્રિલક્ષણ જ અનુમોદવું” અનુ-મોદવું. એવી ત્રિલક્ષણ – ઉત્પાદ, વ્યય ને ધ્રૌવ્યમાં વર્તતું દ્રવ્ય, (ત્રિલક્ષણ ) તેનો સ્વભાવ છે. (તે) સ્વભાવમાં વર્તતું (એવા ) દ્રવ્યને ત્રિલક્ષણ જ અનુમોદવું. એવું
જ્યાં ત્રણલક્ષણમાં વર્તતું દ્રવ્ય, એ દ્રવ્ય ઉપર જ્યાં દષ્ટિ જાય છે ત્યાં તેને અનુમોદન થાય છે. (અનુમોદન) એટલે અનુસરીને મોદન થાય (છે) આનંદ આવે (છે). “અનુમોદવું” – પ્રમોદ આવે (છે.) આહા.... હા...! ભાષા તો જુઓ!!
(શું કહે છે કેઃ) દરેક દ્રવ્યની પર્યાય ત્રણલક્ષણની પદ્ધતિમાં – પરંપરામાં વર્તતું આ દ્રવ્ય (છે ) એમ જ્યાં આ આત્માને (આત્મદ્રવ્યને) પણ ઉત્પાદ- વ્યયને ધ્રૌવ્યમાં, ત્રણ લક્ષણમાં વર્તતું, એ સ્વભાવ છે એ દ્રવ્યનો. એમાં દ્રવ્ય વર્તતું તે સત્ત્વને – તે દ્રવ્યને “ત્રિલક્ષણ જ અનુમોદવું” એ ઉત્પાદ – વ્યય ને ધ્રૌવ્ય એનો સ્વભાવ છે, એમાં (દ્રવ્ય) વર્તે છે. એની દ્રવ્યની પર્યાય થવા કાળે થાય છે. (તેમ જાણું) તેથી તેની દષ્ટિ જાય છે દ્રવ્ય ઉપર, કેમકે એ ત્રણમાં વર્તતું “દ્રવ્ય છે. આહા... હા..! એ દ્રવ્ય તેમાં વર્તતું આ ત્રયપણું – એમ દષ્ટિ જતાં અતીન્દ્રિય આનંદનો અનુભવ થાય, કહે છે. આહા..! અનુ-મોદવું, મોદન. એને (દ્રવ્યને) અનુસરીને આનંદ આવે. આહા... હા ! ભગવાન આત્મા (આત્મદ્રવ્ય), અતીન્દ્રિ આનંદ અમૃતનું પૂર છે. એવા આત્માને – ત્રણ લક્ષણ પદ્ધતિમાં વર્તતું (આત્મ) દ્રવ્ય. એમ જ્યાં નિર્ણય કરવા જાય છે. આહા..! ત્યાં તેને અનુમોદન, એટલે દ્રવ્યને અનુસરીને ત્યાં આગળ અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે કહે છે. આહા... હા..!
(કહે છે કે, જે (આત્મદ્રવ્યના) સ્વાદને વધારવા. ચક્રવર્તીના રાજકુંવર આઠ વરસના. એ અંતરમાં જતાં – અનુમોદન – આનંદ આવતાં. એ આ વસ્તુના ત્રણલક્ષણમાં પ્રવર્તે છે. એમ જ્યાં દષ્ટિ (તેના પર) જાય છે ત્યાં આનંદ આવે છે. આહા... હા! અને એ આનંદને વધારવા. રાજકુમારોને પણ જ્યાં આનો આનંદ આનંદ આવે છે. ક્યાંય પછી (બીજ) એની રુચિ જામતી નથી. સંસારને જાણી લીધો એણે (એમ) કહે છે. આહા. હા ! એની રૂચિ આનંદમાં
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com