________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૯૯
પ્રવચનસાર પ્રવચનો ૧૯૪ આતો વસ્તુની સ્થિતિ છે.) પરમાત્મા, અનંત તીર્થકરો, અનંત કેવળીઓ, અનંત સંતો ને મુનિઓએ આ રીતે જાણીને (આત્મતત્ત્વ) અનુભવ્યું છે. આહા.. હા! એના સંસારના અંત આવી ગ્યા. એ અંતનો સમય હતો. પણ જયારે એ હતો એવું જ્ઞાન ને આનંદ પ્રગટયો. એને અલ્પસમયમાં સંસારનો અંત આવી જાય, એને ભવનો અંત આવી જાય. આહા... હા! આ પ્રમાણે સ્વભાવથી જ.” સ્વભાવથી જ. એક પરિણામમાં ત્રણલક્ષણપણું. એ સ્વભાવથી જ છે. આહાહાહા! “ત્રિલક્ષણ પરિણામ.” ત્રિલક્ષણ પરિણામ- ત્રિલક્ષણ કીધું ને...! ત્રણ લક્ષણવાળું પરિણામ “પદ્ધતિમાં (પરિણામોની પરંપરામાં.) ” પરંપરા પરિણામની આહા... હા! હવે એકવાર મધ્યસ્થી (થઈને) સાંભળે તો ખરા, બાપુ! શેના વિરોધ કરો છો, ભાઈ ! “આ પ્રમાણે સ્વભાવથી જ ત્રિલક્ષણ પરિણામ પદ્ધતિમાં (પરિણામોની પરંપરામાં) “વર્તતું દ્રવ્ય.” છે? હવે ત્રણ્યમાં વર્તતું દ્રવ્ય. “સ્વભાવને નહિ અતિક્રમતું હોવાથી.” એવું જે દ્રવ્ય સ્વભાવથી જ ત્રિલક્ષણ. આવો જે સ્વભાવ ત્રિલક્ષણ પરિણામ પદ્ધતિની પરંપરામાં વર્તતું દ્રવ્ય “સ્વભાવ ને નહિ અતિક્રમતું હોવાથી.” આહા..! એ (દ્રવ્ય ) સ્વભાવને ઓળંગતું નથી. સમજાય છે? “સત્વને ત્રિલક્ષણ જ અનુમોદવું.” સત્ત્વ એટલે સદ્રવ્ય. ઓલું હતું પરિણામનું ત્રિલક્ષણ હવે અહીંયાં દ્રવ્યને ત્રિલક્ષણ (કહ્યું.) દ્રવ્યને ત્રિલક્ષણ અનુમોદવું ઓલું પરિણામનું હતું. એથી દ્રવ્યને ત્રિલક્ષણ જ અનુમોદવું. આહા... હા! “અનુમોદવું” નો અર્થ કર્યો કે આ રીતે જયારે દ્રવ્યસ્વભાવ ત્રિલક્ષણવાળું લઈને જે દ્રવ્યદષ્ટિ થાય અને આનંદથી માન્ય અતીન્દ્રિય આનંદના વેદનથી અને માન્ય રાખવું. આહા.... હા.... હા.. હા!
વિશેષ કહેવાશે...
Please inform us of any errors on rajesh@ Atma Dharma.com