________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૯૯
પ્રવચનસાર પ્રવચનો ૧૯૭ અનુભવ છે. આહા... હા! આવી વાતું છે. – “મોતીના હાર ની માફક.” (જુઓ,) આ મોતીનો હાર છે. “જેમ જેણે (અમુક) લંબાઈ ગ્રહણ કરેલી છે.” આટલો આ લાંબો હાર છે. “એવા લટકતા મોતીના હારને વિષે.” જુઓ, આ લટકતો હાર છે. એ લટકતા હારને વિષે, આમ પડેલો એમ નહીં. લટકતા. આહા...! “લંબાઈ ગ્રહણ કરેલી છે એવા લટકતા મોતના હારને વિષે, પોતપોતાનાં સ્થાનોમાં પ્રકાશતાં” (હારમાં) જ્યાં જ્યાં એનું સ્થાન છે ત્યાં ત્યાં એ મોતી છે, (જુઓ,) આ આંહી છે, આ આંહી છે, આ આંહી છે. (એમ) જ્યાં જ્યાં એનું સ્થાન છે ત્યાં જ એ મોતી છે. આહા... હા! “પોતપોતાના સ્થાનોમાં પાછું ભાષા શું છે. એ સ્વયં પોતપોતાનું સ્થાન છે તે મોતીનું. જ્યાં જ્યાં જે જે મોતી છે ત્યાં ત્યાં પોતપોતાનું તે મોતીનું સ્થાન છે. “પ્રકાશતાં” પોતપોતાના સ્થાનમાં “પ્રકાશતાં સમસ્ત મોતીઓમાં, પછી પછીનાં સ્થાનોએ પછી પછીનાં મોતીઓ પ્રગટ થતાં.” આહા.. પોતપોતાનાં સ્થાનોમાં પ્રકાશતાં અને પછી - પછીનાં, અહીંયાં (હારમાં) એક – એક છે એમ (ગણતાં) નહીં પણ પછી પછીનાં (મોતી) “પછી પછીનાં સ્થાનોએ પછી પછીનાં મોતીઓ પ્રગટ થતાં હોવાથી અને પહેલાં પહેલાંના મોતીઓ નહિ પ્રગટ થતાં હોવાથી.” પહેલાં સ્થાનમાં જે મોતીઓ છે ઈ પછીનાં સ્થાનમાં ઈ (મોતી) આવતાં નથી. પછીનાં સ્થાનમાં છે તે પહેલાંનાં સ્થાનમાં નથી ને પહેલાંના સ્થાનમાં છે તે પછીનાં સ્થાનમાં નથી. આ દષ્ટાંત છે પછી પરિણામમાં ઊતારશે. આહા.. હા ! જ્યાં જ્યાં (જે જે) મોતીનું સ્થાન છે આમ લંબાઈમાં હો, આમ લટકતા (હારમાં) ત્યાં
ત્યાં તે સ્થાનમાં તે તે મોતી છે. જ્યાં જ્યાં પોતે છે ત્યાં જ પોતે છે). પછી પછીનાં સ્થાનમાં બીજું (મોતી છે.) એના પછીના સ્થાનમાં ત્રીજું એમ એના પછી પછીના જે જે મોતી છે તે તેના સ્થાનમાં છે. “સમસ્ત મોતીઓમાં પછી પછીનાં સ્થાનોએ પછી પછીનાં મોતીઓ પ્રગટ થતાં.” જેમ કે આ એક (મોતી) છે વચમાં. એના પછી આ (મોતી) એના પછી આ, એના પછી આ એમ પછી – પછી પ્રગટ થાય એ (મોતી). આહા.... હા! “અને પહેલાં પહેલાં પહેલાંના મોતીઓ નહિ પ્રગટ થતાં હોવાથી.” (જુઓ,) જયારે આ (વચ્ચેના મોતી) પર લક્ષ ગયું તો એના પછીનું આ મોતી પ્રગટ કહેવાય છે, પણ એના પહેલાંના ગ્યા એ (મોતી) નહિ પ્રગટ થતાં. આહા... હા! આવો મારગ ! સંતોએ જગતને ન્યાલ કરવાની રીત (વિધિ) આપી છે. પૈસાદાર ન્યાલ કહેવાય પણ એ તો ધૂળના શેના વાલ! આ તો ભગવાન (થવાનું ચાલ એની વિધિ સંતો કહે છે.) (મોતી) જે જે સ્થાનમાં છે. એના પછી પછીમાં થવાનું. એ ત્યાં (સ્થાનમાં) અને એના પહેલાં થઈ ગ્યાં છે એ ત્યાં ( સ્થાનમાં). પહેલાં થઈ ગયા તે હવે થાય નહીં અને તે પછી – પછીનાં થાય તે તેના સ્થાનમાં છે. આહા... હા! આવું બાલકને ય સમજાય આઠ વરસના (દષ્ટાંત એટલું સરળ છે.)
આહા... હા! આઠ વરસના રાજકુમારે – ભરતાના ૧૦૮ નહીં! રવિકીર્તિ. રાજકુમાર (જ) રતનની ગેડીને સોનાનો દડો (એનાથી) રમતા. (ગેડીદડે રમવા સમયે) એની માએ માણસ મોકલ્યો હારે (ધ્યાન રાખવા) છોકરાવે ત્યાં રમે છે એકસો આઠ. ત્યાં એક માણસ નીકળ્યો. એણે કહ્યું કે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com