________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૯૯
પ્રવચનસાર પ્રવચનો ૧૯૩ (શ્રોતા:) ઘરમાં આગ લાગી...! (ઉત્તર) શું કીધું? ઘરમાં આગ લાગી. આવું સત્ય પોકાર કરીને પડયા છે લખાણ. પ્રસિદ્ધ પડ્યા છે. આવા. (પ્રવચનસાર, નિયમસાર, સમયસાર આદિ.) (ક્રમબદ્ધ ) એણે એમ કે એમ નહીં. આપણે કરીએ તો થાય ને ન કરીએ તો ન થાય. પરનું પણ આપણે કરીએ તો થાય નહિ તો ન થાય. અરે, આત્મામાં પણ પર્યાય કરું તો થાય નહિતર ન થાય. એમ છે નહીં સાંભળ ભાઈ ! પ્રભુ, તું તો જ્ઞાનસ્વરૂપ છો ને....! આહા..! જ્ઞાનની પર્યાય પણ થવાની તે કાળે થાય જ. પણ એની પ્રધાનતા દેતાં બીજી પર્યાયને કરું એમ નહીં તેના કરનાર નહીં પણ તેના જાણનાર છું ત્યાં એને ઊભો રાખજે કો” ભાઈ ! આવું (સત્ છે.) .
(અહીંયાં કહે છે કે, “ત્યાર પછીના પરિણામના.” પરિણામના-પર્યાયની વાત છે હોં! “ઉત્પાદસ્વરૂપ છે તથા તે જ પરસ્પર અનુસૂતિથી રચાયેલા.” છછછછછે તેથી “એક પ્રવાહપણા વડે.” છંછેછે ના એક પ્રવાહ વડે “અનુભયસ્વરૂપ છે.” એ ઉત્પાદ અને વ્યયસ્વરૂપ નથી. એટલે ધ્રૌવ્યસ્વરૂપ છે. આહા.... હા ! એ ત્રણ-ચાર લીટીમાં આટલું બધું ભર્યું છે. લ્યો, આ શ્રીમદ્ભા ભગત છે એમણે સાંભળ્યું નહોતું. પણ પરિણામ ) વસ્તુ છે કે નહીં? છે તો તેના ત્રણ અંશ પડે છે કે નહીં? ત્રણ અંશ પડે છે ઈ ત્રણે – ય પોત – પોતાના, સમયે પોત-પોતાથી છે કે નહીં? એ “છે' એ ધ્રૌવ્ય છે. પૂર્વની અપેક્ષાએ તેને વિનષ્ટ કહીએ. અને વિનષ્ટ કહ્યું તું (જે પરિણામની અપેક્ષાએ તે પરિણામ) પછી તે પોતે જ છે તેને ઉત્પન્ન કહીએ. આહા.... હા! (એમ એકને ત્રણ લાગુ પડે છે.)
“ક્રમબદ્ધ ” માં એકાંત થઈ જાય છે ને એમ રાડ નાખે છે. હવે અહીંયાં તો પરનું તો નહીં બાપુ, આહા... હા ! શું કહીએ ?! આહા.. હા ! તારી પર્યાય પણ તે કાળે થવાની છે અવસરે તે થાય જ. તેને પણ ત્રણ્ય અપેક્ષા લાગુ પાડી. અને તેને (ઉત્પત્તિ-સહાર) ધ્રૌવ્ય કીધું. આ પ્રવચનસાર” માં આમ કહ્યું. “સમયસાર” માં પ્રાપ્ય, વિકાર્ય ને નિર્વત્યે કહ્યું. આહા.. હા ! એક જ પર્યાયના ત્રણ (નામ) તેથી અર્થ કર્યો કે પ્રાપ્ય એટલે ધ્રૌવ્ય, એટલે તે સમયે તે (પરિણામ) છે. એમ દરેકમાં છછછછછછછે એક પ્રવાહરૂપ છછછછછછછે. આહા... હા! આવો નિર્ણય કરવા જાય એને પરનું કરવાપણું – પરનું કર્તાપણું તો ઊડી જાય પણ પોતાની પર્યાયનું – રાગનું કર્તાપણું ઊડી જાય. આહાહાહાહા ! “જ્ઞાતાપણું થાય તે જાણનારો થઈ જાય, જાણનારો થ્યો તે કેવળજ્ઞાન લેશે અલ્પકાળમાં. આહા.... હ! એના ક્રમબદ્ધમાં કેવળજ્ઞાન અલ્પકાળમાં થવાનું આહા... હા! આવી વાત છે.
(અહીંયાં કહે છે કેઃ આ પ્રમાણે સ્વભાવથી જ.” જોયું? સ્વભાવથી જ (કહ્યું). “ત્રિલક્ષણ પરિણામ પદ્ધતિમાં.” દેખો, છે? ત્રિલક્ષણ પરિણામ પદ્ધતિ, એક પરિણામમાં ત્રણ પ્રકારના લક્ષણ છે. ઉત્પાદ- વ્યય ને ધ્રૌવ્ય. છએ દ્રવ્યમાં આહા... હા! આ કાંઈ વાર્તા નથી પ્રભુ!
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com