________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૯૯
પ્રવચનસાર પ્રવચનો ૧૯૧ નાખશે. એવી આ વાત છે. (“દમબદ્ધ” ની). ટકે નહીં અજ્ઞાન. મિથ્યાત્વનો અંશ ટકે નહીં. આહા... હા..! જ્યાં પર્યાય કરવાનું માને એ પણ મિથ્યાત્વ માને. અને એની પોતાની પણ રાગની પર્યાય કરવાનું માને તે મિથ્યાત્વ માને, અરે! નિર્મળપર્યાય પણ કરું (તેને પણ મિથ્યાત્વ માને.) પર્યાય જે થવાની છે પ્રભુ સ્વયં તે સમય થવાની છે. એને ઠેકાણે કરું એ ક્યાં રહ્યું? જે થવાની છે તે થવાની જ તે. સમજાય છે કાંઈ? આવી વાત છે ઝીણી શું થાય. આહા.... હા..! “સત્ આ જ છે ભાઈ..!' ભગવાનનું કહેલું અને વસ્તુનું સ્વરૂપ સત્ આમ જ છે. એમાં ક્યાં” ય સંદેહને સ્થાન નથી. આથી – પાછી પર્યાય થાય એ પણ સંદેહને સ્થાન નથી. આથી – પાછીની વ્યાખ્યા શું? પ્રભુ! કે આ ઠેકાણે આ પર્યાય થવાની હતી તે ન થઈ એટલે શું? અને આ પર્યાય પચ્ચીસમે સમયે થઈ એટલે શું? પચ્ચીસમે સમયે (જે) પર્યાય થવાની હતી તે ન થઈ એટલે શું? મેળ ક્યાં? જુવાનોને આકરું પડે એવું છે થોડું ! અમારા આ (પંડિતજી) ને એ બધા તો અભ્યાસી છે. અને આ સમજાય એવું છે આ તો. આહા.... હા..!
(અહીંયાં કહે છે કે, “તેમ પ્રવાહનો જે નાનામાં નાનો અંશ.” એટલે એક અંશ વર્તમાન – (વર્તમાન પર્યાય ) પૂર્વ પરિણામની અપેક્ષાએ વિનાશસ્વરૂપ, આહી...! તે જ ત્યાર પછીના એટલે પૂર્વનું પરિણામ છે તેની અપેક્ષાએ ત્યાર પછી ધ્યું છે માટે ત્યાર પછીના પરિણામના ઉત્પાદ સ્વરૂપ છે. આહા.... હા ! તથા તે જ પર્યાય પ્રવાહમાં આવી એટલે પર્યાય પરસ્પર અનુસૂતિથી રચાયેલા જે પોતે સળંગ છે, છે, છે, છે, છે, છે (ધ્રૌવ્ય.) (માળામાં) મોતી જેમ છે છે કે છે ધ્રૌવ્ય દોરો જેમ છે. મોતી છે છે છે એ દરેકને (પહેલા-પછીના મોતીને) છેoછે લાગુ પડે છે. “તે જ પરસ્પર અનુસૂતિથી રચાયેલા એક પ્રવાહ૫ણા વડે અનુભવસ્વરૂપ છે.” આહા.... હા! ચૈતન્યમાં અને પરમાણુમાં એક પ્રવાહપણે ક્રમસર.... ક્રમસર... ક્રમસર.. એક (આખો ) પ્રવાહ ક્રમે, ક્રમે, ક્રમથી થયા જ કરે છે એ અપેક્ષા લઈએ તો તે ઉત્પાદ અને વ્યય ન કહેવાય તે ધ્રૌવ્ય કહેવાય – છે એમ કહેવાય. ( અનુભય છે એમ કહેવાય, અનુભયસ્વરૂપ છે.)
આહા... હા! આવું ઝીણું કીધું હશે!! કુંદકુંદાચાર્ય લઈને આવ્યા અને અમૃતચંદ્રાચાર્ય ટીકા કરી.. આહા... હા..! આવું ઝીણું બહુ માટે.. (સમજાય નહીં પણ) ઝીણું નથી. ભાઈ ! એને અભ્યાસમાં નથી અને જ્યાં – ત્યાં હું કરું. આ શરીર હાલે તો કહે હું હલાવું છું. બોલું તો પણ હું
સ્વાહા' ભગવાનની પૂજામાં સ્વાહા-સ્વાહાની ભાષા પણ મારી. અને (અર્થ ચડાવું તે) આ આંગળા હાલે છે એ પણ મારા. આવી જ્યાં હોય ત્યાં બુદ્ધિ પડી છે. (શ્રોતાઓ) આંગળા કેના છે? (ઉત્તર:) આંગળા જડના (છે.) અને જડની અવસ્થા થાય ઈ જડના કારણે થાય. અને તે અવસ્થા તે જ સમય તે જ થવાની હતી. (તે જ થઈ છે.) સમજાણું કાંઈ ?
(એક શ્રોતાને ઉદેશીને) ઓલી કોર છે આ (વિષય). પાનું ફેર છે? આમાં આમાં તો ૧૮૮
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com