________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૯૯
પ્રવચનસાર પ્રવચનો ૧૯૦ છે. કો” ભાઈ ! દાનમાં બે લાખ આપ્યાંને ત્યાં મકાન થાશે એમ નહીં, ના પાડે છે. અહીંયાં તો. ભારે વાત.
(અહીંયાં કહે છે કે, “તેમ પ્રવાહનો જે નાનામાં નાનો અંશ.” હવે પર્યાય ઉપર વાત લીધી. ઓલા ( પ્રદેશ) ક્ષેત્ર પર હતી. છે ને? પ્રવાહ એટલે એક પછી એક, એક પછી એક દરેક દ્રવ્યમાં જે પર્યાય થાય (તે પ્રવાહ છે.) એ એક પછી એક એટલે જે થવાની છે તે એક પછી એક હોં! એમ નહીં કે એક પછી એક માં (ક્રમસરમાં) એક પછી બીજી કંઈક પણ થઈ જાય એમ નહીં. વર્ણીજી હારે (આ વાતના) વાંધા હતા ને...! હવે દિગંબરના અગ્રેસર એની હારે આ વાંધા મેળ કોની હારે કરવો? એ.. ય.!! આ તમારા ગુરુ કહેવાય.. આખા સંપ્રદાયના.... અગ્રેસર! એના ગુરુ કહેવાય... હવે ઈ કહે કે “ક્રમબદ્ધ” એમ નહીં. એક પછી એક થાય ખરી પણ આ પછી “આ જ થાય” (એમ નહીં.) તો અહીંયાં તો કહે છે પૂર્વની જે સમયની જે (પર્યાય ) હતી, તેના પછીની જે થવાની તે જ થાય. આહાહાહાહા...
થોડું પણ સત્યને બરાબર સમજવું. આ કોઈ લાંબુ કાંઈ (અસત્ય હોય તો નકામું છે.) પ્રદેશનું (પહેલાં) કહ્યું “તેમ પ્રવાહનો જે નાનામાં નાનો અંશ.' દ્રવ્યમાં જે પર્યાય થાય આમ આયત લાંબી, એક પછી એક, એક પછી એક એનો (પ્રવાહનો) નાનામાં નાનો વર્તમાન (અંશ) “પૂર્વ પરિણામના વિનાશ સ્વરૂપ છે.” એ પૂર્વ પરિણામ સ્વરૂપે નથી. એ રીતે એને વ્યય કહીએ. “તે જ ત્યારપછીના” ત્યાર પછી એટલે જે વિનાશ સ્વરૂપ છે. એની પહેલાં જે (પરિણામ) હતું એની અપેક્ષાએ એને વિનાશસ્વરૂપ કહ્યું. અને જે (પરિણામની અપેક્ષાએ ) વિનાશસ્વરૂપ (વર્તમાન ) પરિણામને કહ્યું તો (જે પરિણામની અપેક્ષાની વિનાશ સ્વરૂપ કહ્યું હતું તે પરિણામ) પછી એટલે ત્યારપછીના પરિણામને ઉત્પન્ન કહ્યું. જેને પૂર્વની અપેક્ષાએ વિનષ્ટ કહ્યું” તું તેને જ પૂર્વની પછીની અપેક્ષાએ તેને ઉત્પન્ન કહીએ. આહા. હા! સમજાય છે કાંઈ ? રાત્રે પ્રશ્ન કરવો. નો” સમજાય તો. ઝીણું છે બાપુ, આ તો. આહા.. હા ! ક્યાંય બાપદાદાએ ય સાંભળ્યું નહોતું. આહા.. હા.. હા!
(કહે છે કે, જે દ્રવ્યની જે સમય પર્યાય થાય. તે થવાની તે થાય જ છે. તે જ થાય.” બીજી નહીં. પછીની પર્યાય પણ તે જ થાય, બીજી નહીં એના પહેલાં પણ જે પર્યાય હતી તે થવાની હતી તે જ હતી, બીજી નહીં. પણ પૂર્વની અપેક્ષાએ તેને વર્તમાન પર્યાયને વ્યય કહીએ. અને એના પછીની તે પોતે છે વર્તમાન પર્યાય છે માટે તેને ઉત્પન્ન કહીએ અને પછીની અને પહેલાની (વ્યય-ઉત્પન્ન) છોડી ઘો તો તેને ધ્રૌવ્ય – અનુભય કહીએ. છે? આમાં તકરારું બધી, વાંધા. બધા ઓલા નાખે (પત્રિકામાં) સોનગઢનું સાહિત્ય બૂડી (બૂડાડી) દેશે. સંસારમાં ઊડાવી દેશે. ઓલો કરુણાદીપ. વર્ગીજી કહી ગ્યા છે ને કે નાખ બધેય! ભગવાન બાપુ! આ વાતને.... (સત્ય વાતને..!) (શ્રોતા:) અજ્ઞાનને ડૂબાડી દેશે..! (ઉત્તર) હું! ડૂબાડી દેશે. એમ જ કહેવાનો હતો. અજ્ઞાનનો નાશ કરી
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com