________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા - ૯૯
પ્રવચનસાર પ્રવચનો ૧૮૮ થઈ ગ્યું. આહા.... હા! આ “ક્રમબદ્ધ” આમ છે. આહા.... હા ! પરમાણુમાં પણ જે પર્યાય જે સમયે (જે થવાની હોય તે થાય છે.) ભગવાનની પ્રતિમા – પણ જે સમયે જ્યાં પર્યાય થવાની છે –પ્રતિષ્ઠા -એ પર્યાય તે સમયે થઈ એ પૂર્વે ન હતી એ અપેક્ષાએ વિનષ્ટ કહીએ અને વર્તમાન જે પર્યાય થઈ તેને ઉત્પન્ન કહીએ. વિનષ્ટ પછીની પર્યાય થઈ તે ઉત્પન્ન કીધી. અને તેને પૂર્વની અને ઉત્પન્નની એવી અપેક્ષાઓ ન લ્યો તો “છે' એ ધ્રૌવ્ય છે. સમજાય છે કાંઈ ? ભાઈ ! આવું બધું કલકતામાં ય નથી ને ક્યાંય નથી ! બધું થોથે-થોથાં. પૈસા મળે ને દેખે. ઈ. એની (પણ) અહીંયાં તો ના પાડે છે. પૈસાની પર્યાય જે સમયે અહીંયા આવવાની એ પણ એનો અવસર છે. પૂર્વની અપેક્ષાએ એ પર્યાયને વિનષ્ટ કહી વ્યય કહીએ. અને એના પછીની અપેક્ષાએ તેને ઉત્પન્ન કહીએ અને તે “છે” “” “છે'
છે' “છે” એ અપેક્ષાએ ધ્રૌવ્ય કહીએ. ભાઈ ! આવું છે, પ્રભુ ! શું થાય? આ કંઈ ભગવાને કરેલું નથી. ભગવાન તો એમ કહે છે કે ભાષાની પર્યાય- દિવ્યધ્વનિની જે થઈ તે વખતે તે પર્યાયનો અવસર હતો તે થઈ. ભાષાની (પર્યાય) આત્માએ કરી નથી. એ (દિવ્યધ્વનિ પર્યાયને, પૂર્વની અપેક્ષાએ – વર્ગણાની અપેક્ષા લઈએ, હજી ભાષા થઈ નહોતી – તે અપેક્ષાએ તેને વિનિષ્ટ કહીએ. અને વર્ગણા પછીની (ત્યાર પછીની) પલટીને જે ભાષા થઈ તેને ઉત્પન્ન કહીએ અને તે, તે, તે પર્યાય છે, છે, છે એમ “છ” ની અપેક્ષાએ ભાષાવર્ગણાની પર્યાય છે, છે, છે તેને ધ્રૌવ્ય કહીએ. ભાઈ ! આવું છે. હળવે-હળવે તો કહેવાય છે.
આહા...હા...! જે ધ્રુવને કોઈની અપેક્ષા નથી, આ ત્રિકાળી ધ્રુવને..! એમ એક સમયની પર્યાય (જે) જડમાં- ચેતનમાં (થાય છે) તે તે અવસરમાં તે સમયની તે પર્યાયને પૂર્વની અપેક્ષાએ વ્યય કહી, અને એના પછીની (વ્યય પછીની) અપેક્ષાએ એ પર્યાયને ઉત્પાદ કહી, પણ તે “છે' ની અપેક્ષાએ તેને ધ્રૌવ્ય કહી. આહા... હા! તે કાળની તે જ પર્યાય છે આહા... હા! (ગાથા) ૭૬, ૭૭, ૭૮ માં એ જ કહ્યું છે. “સમયસાર” આવી વાત ! દિગંબર સંતો! ઘણી સાદી ભાષામાં મૂકે છે, પણ સમજવું તો પડે ને..! બાપુ! આહા....! એ ઈ તમે કીધું તું ને....! આ વાંચવાનું બાકી છે ઈ આવ્યું આજ. આહા.... હ! સમજાય છે કાઈ ?
“આ જે સમજે તો એની પરના કર્તાપણાની બુદ્ધિ તો ઊડી જાય, પણ પોતાની થતી પર્યાયને કરું છું એ બુદ્ધિ પણ ઊડી જાય.” આહા...હા...હા..હા...! આહા! ગજબ વાત છે ભાઈ !! ભગવાનના શ્રીમુખથી નીકળેલી દિવ્યધ્વનિ (છે.)!
એ દિવ્યધ્વનિની પર્યાય પણ જે સમયે ઉત્પન્ન થવાની (તે જ થવાની) તે પહેલી નહોતી એ અપેક્ષાએ વ્યય કહીએ, અને એના પછીની પર્યાયની અપેક્ષાએ એને ઉત્પાદ કહીએ અને ભાષાની પર્યાય (છે, છે, છે) પુદ્ગલમાં કોઈ સમયે પર્યાય નથી એમ તો ન હોય. એમ દરેકમાં છે, છે, છે, છે, ની અપેક્ષાએ તે ધ્રૌવ્ય છે. એમ દરેકમાં સમજી લેવું. તેથી એક-એક પર્યાયમાં ત્રણ પણે લાગુ પડે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com