________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૯૯
પ્રવચનસાર પ્રવચનો
૧૮૭
,
‘છે' એને કોઈ અપેક્ષા નથી. આહા... હા ! ‘છે' હવે એ જ પર્યાયને પૂર્વના પરિણામની અપેક્ષાએ વિકાર્ય કહ્યું. પૂર્વનો અભાવ છે. તે જ અપેક્ષાએ તે પર્યાયને વિકાર્ય કહ્યો. પહેલું પ્રાપ્ય કીધું’ તું તે જ પરિણામને પૂર્વની અપેક્ષાએ એને વિકાર્ય એટલે બદલીને થયું એમ કહ્યું અને નિર્વર્ત્ય-ઊપજયું છે. ઈ ને ઈ પર્યાયને ઊપજયું છે તે અપેક્ષાએ તેને નિર્વર્ત્ય કહીએ. પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ય. આ... રે! આવી વાતું હવે (પ્રાપ્ય, વિકાર્ય ને નિર્વર્ત્યનું પૂરું સ્વરૂપ ગાથા) ૭૬-૭૭-૭૮-૭૯ ચારમાં આવે છે. આહા... હા!
( કહે છેઃ ) દરેક દ્રવ્યને, તે સમયનો પરિણામ-ધ્રૌવ્યનો ( એટલે ) તે સમય થવાનો થ્યો છે તેથી ધ્રૌવ્ય ) . ઓલું ધ્રુવ એટલે ત્રિકાળીધ્રુવ નહીં. આ તો નિશ્ચય ‘છે' એને એટલે ( ધ્રૌવ્ય પરિણામને કહેવાય છે). આહા... હા..! એ પરિણામ એ સમયે ત્યાં ‘છે' એની અપેક્ષાએ પ્રાપ્ય – ધ્રૌવ્ય કહીએ. અને પૂર્વની અપેક્ષાએ બદલીને શ્યું માટે એને વિકાર્ય કહીએ અને ઊપજયું છે એ અપેક્ષાએ ૫૨ની અપેક્ષા જ્યાં ન આવી (ઊપજવામાં ) – એ ઊપજયું છે તે (અપેક્ષાએ ) તેને નિર્વર્ત્ય કહીએ. આહા... હા..! એ ભાઈ! મુંબઈમાં, મુંબઈમાં કાંઈ ન મળે, બધે થોથાં, પૈસા મળે, બે-અઢી હજારનો પગાર મળે. (આ તત્ત્વ ન મળે.) આહા.. હા! એમ એ પરિણામ જે આત્મામાં થવાના એ થવાના તે તેનો અવસર જ છે. એ આધે - પાછળ નહીં. પણ તે પરિણામની ત્રણ અપેક્ષા (છે. ) પૂર્વ પરિણામની અપેક્ષાએ વ્યય વિનષ્ટ કહીએ. તેને જ પૂર્વની અપેક્ષા કહીને ત્યાર પછીનો કહીને ઉત્પન્ન કહીએ. ( અર્થાત્ ) ત્યારપછીનો કહીને (ઉત્પાદ ) ઉત્પન્ન કહીએ. અને તેને જ પૂર્વની અપેક્ષા અને ત્યાર પછીની બે અપેક્ષા છોડી દઈએ ‘છે’ તો એને ધ્રૌવ્ય કહીએ. આહા... હા ! સમજાણું ? ( શ્રોતાઃ ) એકમાં ત્રણ. (ઉત્ત૨:) એકમાં ત્રણ ( ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્ય ). આહા... હા..! સમજાય છે આમાં ? ‘છે’ ને... ‘ છે’ ને. ‘ છે' ને (પરિણામ ) ‘છે’ ને ! ત્રિકાળી ધ્રુવ ‘છે’ એને એકકો રાખો. અહીંયાં તો વર્તમાન પરિણામ ઉત્પન્ન થાય, તે તે જ સમયે થાય, આગળ-પાછળ નહીં “ ક્રમબદ્ધ આ એક જો સમજે “ ક્રમબદ્ધ ” નું તો બધો ફેંસલો ઊડી ( થઈ ) જાય.
“
,, ર
,
(
આ ગજરથ ચલાવ્યા. ને આ ઇન્દ્રો ઘ્યાને.... આ હાથીમાં બેઠાને... પાંચ લાખ આપ્યા... ને, માટે મને કંઈક (ધર્મ થશે.) આપે કોણ..? લ્યે કોણ ? ( શ્રોતાઃ) આપ્યા વગર આવડું મોટું મકાન ( પરમાગમ મંદિર ) છ્યું ? (ઉત્ત૨:) સાંભળને...! એની, એની મેળાએ પર્યાય થઈ છે. પૈસા કોઈએ આપ્યા માટે થઈ છે એમ છે નહીં. બાપુ! આહા... હા ! સમજાણું કાંઈ ?
(કહે છે કેઃ) જડના પરિણામ લ્યો, આ (પરમાગમ મંદરની ) પર્યાય ઉત્પન્ન થઈ, એ પૂર્વની અપેક્ષાએ તેને વિનષ્ટ કહીએ, અને એ વિનષ્ટ અપેક્ષા ત્યાર પછીની (અપેક્ષાએ ) એને ઉત્પન્ન કહીએ. ત્યારપછી એટલે પૂર્વની અપેક્ષા કીધી ત્યાર પછીની એમ. અને તે કાળે ‘છે’ ૫૨ને લઈને અભાવ (વિનષ્ટ) પોતાને લઈને ઉત્પન્ન (ઉત્પાદ) એવી કોઈ અપેક્ષા નથી ‘છે’ એ ધ્રૌવ્ય
Please inform us of any errors on rajesh@Atma Dharma.com