________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૯૮
પ્રવચનસાર પ્રવચનો ૧૬૧ જેનું લક્ષણ છે તે જ્ઞાનપર્યાય...! (ઉત્તર) એ તો આવી ગઈ. પણ ઈ તો વાત કરી ને...! ઈ તો દર્શનની – પહેલાં ઈ તો ૧૭મી ગાથામાં (“સમયસાર”) કહ્યું ને...! (... “ટીકા: – મોક્ષાર્થી પુરુષે પ્રથમ આત્માને જાણવો, પછી જેનું જ શ્રદ્ધાન કરવું કે “આ જ આત્મા છે..) કે પહેલો આત્મા જાણવો, ત્યાં જ્ઞાન લીધું પહેલું. જ્ઞાનમાં, આત્મા અખંડ છે એમ જાણવો. (પછી) એની પ્રતીતિ કરવી. આહા.. હા.! અહીંયાં તો કહે છે કેઃ સત્ ને સત્તા બે વચ્ચે (ગુણી – ગુણ અતભાવ છે. એમ કે ગુણી ને ગુણ (અર્થાત) દ્રવ્યને ગુણ એ અપેક્ષાએ એટલો અતભાવ (ભેદ) છે. પણ એકાંતે આ અતભાવ નથી. આહા......! એનો ભેદ પર્યાયનયથી જોઈએ તો ત્યારે શુક્લ આ વસ્ત્ર છે આનો શુક્લત્વગુણ છે” જોયું..? શુક્લ આ વસ્ત્ર છે (એટલે) ધોળું આ વસ્ત્ર, વસ્ત્ર આ ધોળું અને આનો ધોળો ગુણ.“ઇત્યાદિની માફક - ગુણવાળું આ દ્રવ્ય છે, આનો ગુણ છે.” પર્યાયનયથી આહા.... હા.. હા....! અતભાવ ભેદ હોવા છતાં...! એટલે શું...? કે ગુણ તે દ્રવ્ય નહીં ને દ્રવ્ય તે ગુણ નહીં. એવો અતભાવ (ભેદો હોવા છતાં, એ અતભાવ બે દૃષ્ટિથી દેખાય, જ્યારે પર્યાયદષ્ટિથી જોવું હોય તો “આ શુક્લ વસ્ત્ર છે, આ આનો ગુણ છે' ઇત્યાદિની માફક (અર્થાત્ ) આ આનો ગુણ છે એ ઇત્યાદિની માફક, પર્યાયદષ્ટિથી જોઈએ તો ગુણવાળું આ દ્રવ્ય છે (આનો ગુણ છે )” આહા... હા..! ભેદ પડ્યો ને..! પર્યાય થઈને ઈ, પર્યાય ભેદ (ગુણી – ગુણનો ભેદ). “ગુણવાળું આ દ્રવ્ય છે આ આનો ગુણ છે.” એ પર્યાયનયથી ભેદ વ્હો ને...! આહા... હા..! “એમ અતાભાવિક ભેદ ઉન્મગ્ન થાય છે.” (એટલે) અતાભાવિક ભેદ પ્રગટ થાય છે. ઉન્મગ્ન છે ને (અર્થાત્ ) ઉપર આવવું; (તરી આવવું, મુખ્ય થવું) આહા.... હા..!
(કહે છે કે:) “પરંતુ જ્યારે દ્રવ્યને દ્રવ્ય પ્રાપ્ત કરાવવામાં આવે.” દ્રવ્ય તે દ્રવ્ય છે એમ સત્ છે તે સત્તાસ્વરૂપે જ સત્ છે, એમાં ભેદ નહીં. (અભેદદ્રવ્ય) આહા... હા... હા...! ઝીણી વાતું છે. વાણિયાને આ (સમજવું...!) આ તો “પ્રવચનસાર” છે ને...! (શ્રોતા ) વાણિયાથી તો બીજા બધા બુદ્ધિમાં ઓછા કહેવાય છે ને ! (ઉત્તર) વાત તો સાચી છે. વાણિયા ને...! ભાગ્યશાળી છે ને...! પુણ્ય છે ને..! અને એને સાંભળવા મળે છે. બીજાને તો એ સાંભળવા ય મળે નહીં. ગીતામાં તો કહે કે ઈશ્વર કર્તા છે. ઈશ્વર બધું કરે છે. એક ઠેકાણે એમ કહે છે કે ઈશ્વર બધું કરે છે અને (વલી) બીજે ઠેકાણે હું કર્તા નથી, મેં કાંઈ કર્યું નથી એવો એક શ્લોક છે. વળી ( અધ્યાય – ૧૦, શ્લોક ૨૮, ૩૬, ૩૯, ૪૦) હું પરમાત્મા બધે છું, કામદેવમાં ય પરમાત્મા છું, વિષય-વાસનામાં પરમાત્મા છું. આહા ! એવું ત્યાં છે. આ તો પરમાત્મા સર્વજ્ઞદેવ (વીતરાગની વાત) (આ વિશ્વમાં) એવી વસ્તુ અનંત-અનંત છે, અનંતમાં પણ-ગુણ-ગુણીના ભેદ એ તો પર્યાયનયથી અતભાવ ગુણ-ગુણીનો ભેદ કહીએ છીએ. છે..? “ગુણવાળું આ દ્રવ્ય છે, આ આનો ગુણ છે.” એમ અતાદ્ભાવિક ભેદ ઉન્મગ્ન થાય છે.” પર્યાયનયથી–ભેદદષ્ટિથી (અતાભાવિક ભેદ છે). આહાહા..! સમજાણું કાંઈ..?
(અહીંયાં કહે છે કે:) “પરંતુ જ્યારે દ્રવ્યને દ્રવ્ય પ્રાપ્ત કરાવવામાં આવે.” વસ્તુને વસ્તુ તરીકે જ્યારે પ્રાપ્ત કરાવવામાં આવે. (“અર્થાત્ દ્રવ્યને દ્રવ્ય પ્રાપ્ત કરે છે – પહોંચે છે એમ દ્રવ્યાર્થિક નયથી જોવામાં આવે), ત્યારે સમસ્ત ગુણવાસનાના ઉન્મેષ જેને અસ્ત થઈ ગયા છે.”
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com