________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૯૯
પ્રવચનસાર પ્રવચનો ૧૭૧ જ (અંશ) ત્યાર પછીના પ્રદેશના ઉત્પાદસ્વરૂપ છે તથા તે જ પરસ્પર અનુસૂતિથી રચાયેલાં એક વાસ્તુપણા વડ અનુભયસ્વરૂપ છે (અર્થાત્ બેમાંથી એકે સ્વરૂપે નથી), તેમ પ્રવાહનો જે નાનામાં નાનો અંશ પૂર્વપરિણામના વિનાશસ્વરૂપ છે તે જ ત્યાર પછીના પરિણામના ઉત્પાદસ્વરૂપ છે તો તે જ પરસ્પર અનુસ્મૃતિથી રચાયેલા એકપ્રવાહપણા વડે અનુભયસ્વરૂપ છે.
આ પ્રમાણે સ્વભાવથી જ ત્રિલક્ષણ પરિણામ પદ્ધતિમાં (પરિણામોની પરંપરામાં) વર્તતું દ્રવ્ય સ્વભાવને નહિ અતિક્રમતું હોવાથી સત્ત્વને ત્રિલક્ષણ જ અનુમોદવું – મોતીના હારની માફક. (તે આ રીતે ) જેમ જેણે (અમુક) લંબાઈ ગ્રહણ કરેલી છે એવા લટકતા મોતીના હારને વિષે, પોતપોતાના સ્થાનોમાં પ્રકાશતાં સમસ્ત મોતીઓમાં, પછી પછીનાં સ્થાનોએ પછી પછીનાં મોતીઓ પ્રગટ થતાં હોવાથી અને પહેલાં પહેલાંનાં મોતીઓ નહિ પ્રગટ થતાં હોવાથી તથા બધેય પરસ્પર અનુસ્મૃતિ રચનારો દોરો અવસ્થિત હોવાથી ત્રિલક્ષણપણે પ્રસિદ્ધિ પામે છે; તેમ જેણે નિત્યવૃત્તિ ગ્રહણ કરેલી છે એવા રચાતા (પરિણમતા) દ્રવ્યને વિષે, પોતપોતાના અવસરોમાં પ્રકાશતા (પ્રગટતા) પરિણામોમાં, પછી પછીના અવસરોએ પછી પછીના પરિણામો પ્રગટ થતા હોવાથી અને પહેલા પહેલાના પરિણામો નહિ પ્રગટ થતા હોવાથી તથા બધેય પરસ્પર અનુસ્મૃતિ રચનારો પ્રવાહ અવસ્થિત (–ટકતો) હોવાથી ત્રિલક્ષણપણે પ્રસિદ્ધિ પામે છે.
ભાવાર્થ:- દરેક દ્રવ્ય સદાય સ્વભાવમાં રહે છે તેથી સત્' છે. તે સ્વભાવ ઉત્પાદવ્યય ધ્રૌવ્યસ્વરૂપ પરિણામ છે. જેમ દ્રવ્યના વિસ્તારનો નાનામાં નાનો અંશ તે પ્રદેશ છે, તેમ દ્રવ્યના પ્રવાહનો નાનામાં નાનો અંશ તે પરિણામ છે. દરેક પરિણામ – સ્વ-કાળમાં પોતાના રૂપે ઉપજે છે, પૂર્વરૂપથી નાશ પામે છે અને સર્વ પરિણામોમાં એકપ્રવાહપણું હોવાથી દરેક પરિણામ ઉત્પાદ– વિનાશ વિનાનો એકરૂપ – ધ્રુવ રહે છે. વળી ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યમાં સમયભેદ નથી, ત્રણેય એક જ સમયે છે. આવા ઉત્પાદ- વ્યય- ધ્રૌવ્યાત્મક પરિણામોની પરંપરામાં દ્રવ્ય સ્વભાવથી જ સદાય રહેતું હોવાથી દ્રવ્ય પોતે પણ, મોતીના હારની માફક, ઉત્પાદવ્યયધ્રૌવ્યાત્મક છે. ૯૯.
-
-
-
-
-
-
-
-
=
=
=
==
૧. અતિક્રમતું = ઓળંગતું, છોડતું. ૨. સત્ત્વ = સત્પણું (અભેદન ) દ્રવ્ય. ૩. ત્રિલક્ષણ= ઉત્પાદ, વ્યય ને ધ્રૌવ્ય એ ત્રણ લક્ષણવાળું; ત્રિસ્વરૂપ; ત્રયાત્મક. ૪. અનુમોદવું = આનંદથી સંમત કરવું. ૫. નિત્યવૃત્તિ = નિત્ય ટકવાપણું; નિત્ય યાત; સદા વર્તવું તે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com