________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૯૯
પ્રવચનસાર પ્રવચનો ૧૮૨
પ્રવચન : તા. ૧૧-૬-૭૯. પ્રવચનસાર” ૯૯ - ગાથા. બીજો પેરેગ્રાફ ફરીને (લઈએ.)
(અહીંયાં કહે છે કે, “જેમ તે પ્રદેશો પોતાના સ્થાનમાં સ્વરૂપથી ઉત્પન્ન.” દરેક પદાર્થ, અને જેને પ્રદેશ છે. અસંખ્ય આત્મામાં, આકાશમાં અનંત, ધર્માસ્તિકાયમાં અસંખ્ય, અધર્માસ્તિકાયમાં અસંખ્ય (પરમાણુ ને કાલાણ ને એક (પ્રદેશ છે. એ પ્રદેશો પોતાના સ્થાનમાં ઉત્પન્ન “સ્વ-રૂપથી ઉત્પન્ન” ઉત્પન્ન એટલે (એ પ્રદેશ ઉપર) લક્ષ કરતાં એ સ્વરૂપથી છે. અને “પૂર્વ રૂપથી વિનષ્ટ” પૂર્વથી (પૂર્વના પ્રદેશથી) તે અભાવરૂપ છે. (અર્થાત ) બીજો જે પ્રદેશ છે એનાથી આ પ્રદેશ અભાવ (સ્વરૂપ) છે. ઝીણું આવ્યું થોડુ” કે, હજી વધારે ઝીણું આવશે. “પૂર્વરૂપથી વિનિષ્ટ હોવાથી તથા સર્વત્ર (બધેય) પરસ્પર અનુસ્મૃતિથી રચાયેલાં.” છે, છે, છે, છે એમ અસંખ્યપ્રદેશ આત્મામાં (છે). એ બધેય છે. પૂર્વની અપેક્ષાએ પોતામાં ‘વિનષ્ટ” કીધું, પોતાની અપેક્ષાએ “ઉત્પન્ન” કીધું અને સર્વત્ર છેoછે છે એને ઉત્પન્ન નહીં, વિનષ્ટ નહીં એ ધ્રૌવ્ય છછછછે (કીધું.) આહા... હા.... હા! આવી વાત ભાઈ, ભાઈ ! આવ્યા છે, ઠીક ગાથા આવી. આહા.... હા.!
શું કહે છે? અહીંયાં (આપણે) આત્મામાં લઈએ. આત્મામાં છે અસંખ્યપ્રદેશ..! હવે જે પ્રદેશ ઉપર લક્ષ છે, એ પ્રદેશને પૂર્વના ( પ્રદેશની) અપેક્ષાએ વિનષ્ટ કહીએ. પૂર્વનો ( પ્રદેશ) એમાં નથી, બીજો પ્રદેશ એમાં નથી અને પોતાની અપેક્ષાએ (એ પ્રદેશને ) ઉત્પન્ન કહીએ, પણ છછછછે ની અપેક્ષાએ ઉત્પન્ન-વિનષ્ટ નહીં (ધ્રૌવ્ય કહીએ.) (શ્રોતા:) ભાઈ આવ્યા છે તો પહેલેથી લઈએ તો... (ઉત્તર) આ પહેલેથી જ છે ને.! અહીંયાં આ પહેલેથી છે. આ કહીએ છીએ તે પહેલેથી છે. આ તો કાલે લીધું? તું ફરીને લઈએ. આહા...હા!
(કહે છે કે ) જેમ આ (આત્મા) અસંખ્ય પ્રદેશ પ્રભુ (છે). એને (અસંખ્યપ્રદેશને) સિદ્ધ કરીને પછી પ્રવાહમ સિદ્ધ કરવો છે. સિદ્ધ તો પ્રવાહુક્રમ” કરવો છે. જે સમયે જે પર્યાય થાય, તે સમયે થાય “ ક્રમબદ્ધ” અત્યારે હાલે છે ને (વિષય) “ ક્રમબદ્ધ” નો હાલે છે. ભાઈ આવ્યા છે ને ઈ કહે કે ત્યાં ક્રમબદ્ધ (નો વિષય ) ચાલે છે. અજમેર છે ને ત્યાં અત્યારે શિક્ષણ શિબિર. (“ક્રમબદ્ધ ” ) લોકોને આકરું પડે છે, પણ લોકોને જ્યાં ત્યાં કરું, કરું (નો અભિપ્રાય થઈ પડ્યો છે.) (એ વિષય) પછી આવશે, પર્યાયની, ત્યારે કહેશું.
(અહીંયાં કહે છે કે ) પ્રદેશ છે છે તે પોતાના સ્થાનમાં ઉત્પન્ન, પૂર્વથી વિનષ્ટ સર્વ છેછે (ધ્રૌવ્યો. “બધેય પરસ્પર અનુસૂતિથી રચાયેલા એકવાસ્તુપણા વડે અનુત્પન્ન અવિનષ્ટ હોવાથી ઉત્પત્તિ - સંહાર-ધ્રૌવ્યાત્મક છે.” આહા... હા! પૂર્વની અપેક્ષાએ વ્યય, પોતાની
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com