________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૯૯
પ્રવચનસાર પ્રવચનો ૧૮૧ ગ્યા, મારી નાખ્યા! ઈ તો ધૂળ છે, જડ છે. જડ મારી ચીજ છે..? આત્માની ચીજ છે....? આત્માની માનવી (એ ચીજ ) એ તો મિથ્યાત્વભ્રમ છે અજ્ઞાન (છે).
(અહીંયાં તો (કહે છે કે ) પર્યાયદષ્ટિમાં રહેવું એ પણ મિથ્યાદષ્ટિ (પણું) છે, કેમકે પરદ્રવ્યને પોતાના માનવા, પૈસા મારા. ને બાયડી મારી, કુટુંબ મારું ને અરે, એ મારી મારી કરે છે પણ એ ચીજ તારામાં ક્યાં છે..? તારામાં તારા જે છે નહીં એને મારા-મારા માનવા (એ મિથ્યા અભિપ્રાય છે) આ મારો દીકરો છે, આ દીકરાની વહુ અને કોણ દીકરા બાપુ એ તો પરદ્રવ્ય છે. આહા. હા...! આત્માને દીકરા કેવા આહા... હા..! અહીંયાં તો એકસમયની પર્યાય પર પણ દષ્ટિ નહીં, એક સમયની પર્યાય જેવડો આત્મા નહીં. પણ ભગવાન (આત્મા) સત અને સત્તા ગણ એવો (ગ પણ જેને નજરમાં નહીં. આવી વાત છે, દુનિયાથી બીજી જાત છે. આહા.. હા..!
(કહે છે કે ) આહા... હા! અંદર દેહથી ભિન્ન, કર્મથી રાગ – દયા, દાન, ભક્તિના રાગથી પ્રભુ તો ભિન્ન છે. એક સમયની પર્યાયથી પણ ભિન્ન છે. આહા... હા..! અવસરે – (અવસરે) પર્યાય થશે, આવો નિર્ણય કરવાવાળા ( જ્ઞાની) જ્ઞાતા-દ્રષ્ટાપણે રહેશે, અકર્તા થઈ જશે.!! રાગનો ને પર્યાયનો પણ અકર્તા થઈ જશે. આહા..હા..! આ (ક્રમબદ્ધ) સમજવાનો સાર એ છે. પરમાત્મા ત્રિલોકનાથે જેવું દ્રવ્ય જ્ઞાનમાં જોયું એવું કહ્યું, વાણીમાં આવ્યું. પરમેશ્વર સર્વજ્ઞ સિવાય આ વાત ક્યાંય છે નહીં. આહા...હા....! જેના સંપ્રદાયમાં (સર્વજ્ઞ) છે એને (આ તત્ત્વની) ખબર નથી. બીજા સંપ્રદાયમાં તો આ વાત છે જ નહીં. શ્વેતાંબર અને સ્થાનકવાસી છે જૈન એમાં પણ આ (ક્રમબદ્ધની) વાત નથી. આહા...હા..! આકરી વાત છે. દિગંબર સંપ્રદાય કોઈ પંથ નથી, એ તો વસ્તુનું સ્વરૂપ છે, સમજાણું...?
(કહે છે કે, ભગવાન આત્મા અને પરમાણુ (એમાં એક પરમાણુ) લ્યો. એ પરમાણુનું ક્ષેત્ર એક પ્રદેશ છે. અને એની પર્યાય અનાદિ-અનંત થાય છે. અવસરે – અવસરે એના સમયમાં થાય છે. પણ એ તો જ્ઞાન કરવા માટે છે. (આદરણીય આત્મા છે) એ પોતાના આત્મામાં અસંખ્યપ્રદેશી ક્ષેત્ર છે. પ્રભુ..! પોતાનું ઘર અસંખ્યપ્રદેશી છે. એક પ્રદેશમાં બીજો પ્રદેશ નહીં એ અપેક્ષાએ એમ અસંખ્યપ્રદેશ સિદ્ધ થાય છે. અને પર્યાય એક પછી એક થાય છે. એક પર્યાય છે તે બીજી પર્યાય નથી, એ અપેક્ષા એ અનંતપર્યાય સિદ્ધ થાય છે. એ અવંતીપર્યાયો અને અસંખ્યપ્રદેશ સિદ્ધ કરવા માટે દષ્ટિ દ્રવ્ય ઉપર જાય છે. (ત્યારે એ સિદ્ધ થાય છે.) આહા. હા..! સમજાણું...? આકરું કામ છે ભાઈ...! આ બધુ ગાથાઓ ઝીણી એવી આવી છે. ૯૭, ૯૮, ૯૯.. આહા...!
(અહીંયાં કહે છે કે:) “અનુસૂતિથી રચાયેલા એકપ્રવાહપણા વડે અનુત્પન્ન - અવિનષ્ટ હોવાથી ઉત્પતિ - સંહાર-ધ્રૌવ્યાત્મક છે.” શું કહ્યું? દરેક દ્રવ્યમાં જુઓ, સમયે જે પરિણામ થઈ રહ્યા છે. જે અનાદિ – અનંત (છે). તેમાં જો એક પર્યાય ઉપર લક્ષ કરીએ તો તે “ઉત્પન્ન', બીજી પર્યાયની અપેક્ષાએ “વ્યય' અને છે, છે, છે, ની અપેક્ષાએ ધ્રૌવ્ય. એમ અનાદિ – અનંત પર્યાય (નો) પ્રવાહુક્રમ (છે) એવો નિર્ણય કરવા (માટે) જ્ઞાયક છે પૂર્ણાનંદ પ્રભુ (અભેદ આત્મા) એ ઉપર દષ્ટિ જવી જોઈએ, ત્યારે એનો નિર્ણય સાચો થાય છે. આહા... હા...
વિશેષ પછી કહેશે....
Please inform us of any errors on rajesh@ Atma Dharma.com