________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૯૯
પ્રવચનસાર પ્રવચનો ૧૮૪
66
*
વળી જેમ વાસ્તુનો જે નાનામાં નાનો (છેવટનો ) અંશ.” અસંખ્ય પ્રદેશ છે, એ માયલો (એમાંનો ) એક પ્રદેશ છે. તેને છેવટનો કહીએ અથવા નાનો કહીએ. એ અંશ-એ પ્રદેશ પૂર્વની અપેક્ષાએ વિનષ્ટસ્વરૂપ છે. “પૂર્વ પ્રદેશના વિનાશસ્વરૂપ છે તે જ (અંશ ) ત્યાર પછીના પ્રદેશના ઉત્પાદ સ્વરૂપ છે તથા તે જ ૫૨સ્પ૨ અનુસૂતિથી રચાયેલા એકવાસ્તુપણા વડે અનુભયસ્વરૂપ છે.” (શું કહે છે?) એ નાનો અંશ (છેવટનો અંશ ) – એ પ્રદેશ પૂર્વની અપેક્ષાએ વિનષ્ટસ્વરૂપ છે. અને તે જ અંશ ‘ત્યારપછીના ' એટલે વિનષ્ટસ્વરૂપ છે (જે અંશની અપેક્ષાએ તે અંશ પછીનો અંશ ઉત્પાદસ્વરૂપ છે. ) જુઓ, જે પ્રદેશ છે અહીંયાં અસંખ્યપ્રદેશ ( આત્માના) તેમાં જે એક પ્રદેશ ઉ૫૨ લક્ષ કરે તો તે પ્રદેશ પૂર્વના (પહેલાના પ્રદેશની ) અપેક્ષાએ તે વિનષ્ટ અને તે જ પ્રદેશ પછીની અપેક્ષાએ ઉત્પન્ન પછી એટલે જેને (જે પ્રદેશની ) અપેક્ષાએ જેને (જે પ્રદેશને ) વિનષ્ટ કહ્યો હતો એની અપેક્ષાએ આને ઉત્પન્ન કહ્યો. આહા.. હા...! આ ઝીણું છે આ.
આ જેમ આ લાકડી છે જુઓ, આમાં અનંત ૫૨માણુ છે. એ (લાકડી) એકની બનેલી નથી. એમ અહીં આપણે આત્મામાં લેવું છે. જુઓ, આત્મા અસંખ્યપ્રદેશી છે. હવે એમાં જે (એક) પ્રદેશનું લક્ષ થાય તે એક ) પ્રદેશ પૂર્વની અપેક્ષાએ – બીજા પ્રદેશની અપેક્ષાએ અભાવવ્યયસ્વરૂપ છે. અને એ (એક) પ્રદેશ પોતાની અપેક્ષાએ ઉત્પન્ન સ્વરૂપ છે. અને તે છેછે (તે પ્રદેશ છે) એ ધ્રૌવ્યસ્વરૂપ છે. પણ હવે અહીંયાં તો કઈ અપેક્ષા પાછી લીધી, કે: જે પૂર્વની અપેક્ષાએ વિનષ્ટ છે એ ત્યાર પછીની અપેક્ષાએ ઉત્પન્ન છે. ‘ત્યારપછી ’ એટલે ઓલો (જે પ્રદેશ ) વિનષ્ટ કહ્યો જે પૂર્વના ( પ્રદેશની ) અપેક્ષાએ, એના પછીની અપેક્ષાએ તે ઉત્પન્ન છે. આહા... હા..! સમજાણું કાંઈ ? ફરીને લઈએ એમાં કાંઈ (પુનરાવૃત્તિ દોષ અધ્યાત્મમાં નથી.) અમારે ભાઈ આવ્યા છે ને..! આવી ઝીણી વાત સાંભળવા આવ્યા ( છે.) આહા... હા...!
શું કહે છે? પ્રભુ! તારા ઘરની વાત છે આ. વાસ્તુ એટલે તેનું ઘર. વિસ્તારક્રમ એટલે તેનું ઘર. આહા.. હા! પહોળું કેટલું એ એનું ઘર. હવે ઈ પહોળામાં જે અસંખ્યપ્રદેશ છે. એમાં જે એકપ્રદેશ કોઈપણ એકપ્રદેશ ઉપર લક્ષ જાય, અથવા લક્ષમાં લીધો. તે પ્રદેશ પૂર્વ (ના પ્રદેશની ) અપેક્ષાએ અભાવસ્વરૂપ છે – વિનિષ્ટસ્વરૂપ છે. (તે પ્રદેશ ) પોતાની અપેક્ષાએ ઉત્પન્ન છે અને છેછે અપેક્ષાએ ધ્રૌવ્ય છે. હવે અહીંયાં (ટીકામાં ) પાછું એમ કહે છે કે “ જેમ વાસ્તુનો જે નાનામાં નાનો (છેવટનો ) અંશ પૂર્વ પ્રદેશના વિનાશસ્વરૂપ છે તે જ (અંશ) ત્યાર પછીના.” ત્યાર પછીના એટલે કે જે (લક્ષમાં લીધેલ ) જે વર્તમાન પ્રદેશને પૂર્વના ( પ્રદેશની અપેક્ષા ) વિનષ્ટ કહ્યું હતું એ પૂર્વના પ્રદેશ ‘ત્યાર પછીના’ પ્રદેશને ઉત્પન્નસ્વરૂપ કહે છે. (અર્થાત્ ) ત્યારપછીના એટલે કે જે વિનષ્ટ સ્વરૂપ ને કહ્યું હતું ( જે પ્રદેશને ) એટલે કે જે વર્તમાન (લક્ષમાં લીધેલ ) પ્રદેશને પૂર્વના પ્રદેશની અપેક્ષા વિનષ્ટસ્વરૂપ, પોતાને વિનષ્ટ સ્વરૂપ કહ્યું’ તું. ઓલું તો (વિનિષ્ટ તો) છે જ પણ એના (વિનષ્ટ ) પછીના ( પ્રદેશને ) ઉત્પન્ન જે વિનષ્ટ જેની અપેક્ષાએ આત્માના જે પ્રદેશને વિનષ્ટ કહીએ – પહેલા
Please inform us of any errors on rajesh@Atma Dharma.com