________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૯૯
પ્રવચનસાર પ્રવચનો ૧૮૩ અપેક્ષાએ ઉત્પન્ન (ઉત્પાદ) અને છછછે અપેક્ષાએ ધ્રૌવ્ય (ધ્રુવ) દરેક પ્રદેશને (આ) ત્રણ લાગુ પડે, (એમ) કહે છે. આહા.... હા! આવી વાતું! હજી ઝીણું આવશે થોડું ક, આ તો અહીંયાથી લીધું. “તેમ તે પરિણામો.” એમ આ જીવનમાં ને જડમાં જે સમયે જે પરિણામો થાય. (જોયું?) પરિણામો છે ને..! (“પરિણામો') બહુવચન છે ને..! “પરિણામો પોતાના અવસરમાં સ્વ-રૂપથી ઉત્પન્ન.” તે તે સમયે જડ ને ચેતનની જે પરિણતિ-પર્યાય થવાની તેથી તેને ઉત્પન્ન કહીએ આહા.. હા ! છે? “તે પરિણામો પોતાના સ્વ-રૂપથી ઉત્પન્ન.” આહા... હા ! એને ઠેકાણે અમે આ બધામંદિર બનાવીએ, આગમ મંદિર બનાવીએ, પુસ્તક બનાવીએ (એમ માને.) (શ્રોતા ) અહીં બંધાઈ ગયું છે! (ઉત્તર) હું, બંધાઈ ગ્યું! બંધાઈ ગ્યા છે એને કારણે. રામજીભાઈને કારણે એ બન્યું નથી અને વિરજીભાઈને કારણે બંધાયું નથી. આહા... હા! આ મકાનની જે પર્યાય, જે સમયે જે પર્યાય ઉત્પન્ન થવાની હતી તે પૂર્વની અપેક્ષાએ તેને વિનષ્ટ કહીએ, ઉત્પન્નની (પોતાની અપેક્ષાએ) ઉત્પન્ન કહીએ. એનું પરિણામ છે છે, છે, છે, છે ( એને ધ્રૌવ્ય કહીએ.) તો એક જ પરિણામને ત્રણ લાગુ પડે. ઉત્પન્ન, વ્યય ને ધ્રૌવ્ય. આહા. હા..! (શ્રોતા ) આમાં (આવું સમજવામાં) અમને લાભ શું? (ઉત્તર) લાભ! એ જ એ કહેવું છે કે જો એવો નિર્ણય કરે, તેની દષ્ટિ રાગના ને પર્યાયના અકર્તાપણા ઉપર જાય. અકર્તા ઉપર જાય તો જ્ઞાતા-દ્રષ્ટા થાય, ત્યારે એને સમ્યગ્દર્શન થાય. આહા... હા! આવી વાત બાપુ! ઝીણી, ક્યાંય સંપ્રદાયમાં તો છે નહીં. જૈન સંપ્રદાય દિગંબરમાં છે નહીં, ક્યાં ઠેકાણાં છે? આ બધા શેઠિયાઓ એના રહ્યા ! ક્યાં એણે સાંભળ્યું છે કોઈ દી'. આહા..! ભાઈ ! વસ્તુસ્થિતિ એવી છે. કોઈને એમ લાગે કે જયારે જે અવસરે પરિણામ થાય ત્યારે થશે, મારે શું? પણ એ અવસરે પરિણામ થાય, એ પરિણામને ત્રણ લાગુ પડે. પૂર્વની અપેક્ષાએ તેને વિનષ્ટ – અભાવ, પોતાની અપેક્ષાએ ઉત્પન્ન અને છછછછે તે ધ્રૌવ્ય – એવી જેની દષ્ટિ થાય તે આત્મા ઉપર જાય. આત્મા જ્ઞાતા-દ્રષ્ટા છે કર્તા નથી (એવી પ્રતીતિ થાય.) એ નિર્મળપર્યાય થાય તેનો ય કર્તા (આત્મા) નથી. એ ત્યાં થવાની છે તે થઈ (છે.) આહા... હા! આવી વાતું છે. ધીમેથી ( વિચારવું) હજી એનાથી હવે ઝીણી આવશે. ચાલે છે વાત ઝીણી, એનાથી ઝીણી હવે આવશે. આહા.. હા !
(અહીંયાં કહે છે કે, દરેક પદાર્થ “પોતાના અવસરમાં સ્વ-રૂપથી ઉત્પન્ન.” પરિણામ હોં (પદાર્થ નહીં) “ને પૂર્વરૂપથી વિનષ્ટ હોવાથી તથા સર્વત્ર પરસ્પર અનુસ્મૃતિથી રચાયેલા એકપ્રવાહપણા વડે.” તે એક પ્રવાહ છે તે છે, છે, છે, છે, છે, છે (પણે પ્રવાહ છે.) અરે! લોકો વાંચે નહીં, વિચારે નહીં. બાપુ, શું છે ભાઈ ! આહા. હા..! હું શું કીધું (શ્રોતા:) છપાઈમાં ભૂલ છે, છાપવામાં ભૂલ છે. એ તો કાના-માત્રાની.
(કહે છે કેઃ) તેથી – “વડે અનુત્પન્ન-અવિનષ્ટ હોવાથી ઉત્પત્તિ - સંહાર-ધ્રૌવ્યાત્મ છે.” હવે ઈ તો ત્યાં સુધી તો (કાલે) આવ્યું તું. હવે ઝીણું છે જરી” ક. ધ્યાન રાખો, પકડાશે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com