________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૯૯
પ્રવચનસાર પ્રવચનો ૧૭૯ એ પણ સાધારણ ક્રિયાકાંડ (માં ધરમ – માને – મનાવે છે). ભલે, એકલો જંગલમાં રહે, વનવાસમાં રહો – પંચમહાવ્રત પાળો, પણ સમ્યગ્દર્શન વિના એ બધું એકડા વિનાના મીંડા છે. એ કોઈ ભવનો અભાવ કરવાની ચીજ નથી. આહા...હા...!
અહીંયાં તો પરમાત્મા પણ એ કહે છે (આત્મા) અસંખ્યપ્રદેશ છે. અને અનાદિ – અનંત પર્યાય પણ પ્રવાહુક્રમમાં (થાય છે). પ્રવાહક્રમમાં હો..! પ્રવાહુક્રમ (ઊર્ધ્વ-લંબાઈ ) વિસ્તારક્રમ આમ (તીછો- એકસાથ-પહોળાઈ) એક પછી એક એક પછી એક આમ પ્રદેશ ( સ્તાર) પ્રવાહુકમ – એક પછી એક, એક પછી એક એમ પર્યાય. તો જ્યાં જે સમયે જે પર્યાય થવાની તે સમયે તે પર્યાય થવાની. અને અસંખ્ય પ્રદેશમાં પણ છે (સ્થાનમાં) જે ત્યાં જ તે પ્રદેશ હશે. આહા.... હા..! જ્યારે
જ્યારે (જે જે) પર્યાય (થશે) પોતાના અવસરમાં સમયમાં (જ) થશે. (પ્રશ્ન:) તો આત્માએ કરવું શું....? (સમાધાન:) પણ એ અવસરમાં (પર્યાય) થશે એમ જ્યારે નક્કી કરી છે તો એની દષ્ટિ દ્રવ્ય ઉપર જાય છે. કે આ પરિણામ દ્રવ્યમાંથી આવ્યું. દ્રવ્ય જે જ્ઞાયક ચિદાનંદ પ્રભુ (આત્મા) છે એવી દષ્ટિ થવાથી (પર્યાય-સ્વ-અવસરે થાય છે એમ જણાયું) વળી એ પર્યાયમાં લક્ષમાં આવી ગ્યું કે આ ‘દ્રવ્ય છે' એ પર્યાયમાં જાણવામાં આવે છે પણ પર્યાયમાં (એ) દ્રવ્ય આવતું નથી. આહા.... હા ! સમજાણું કાંઈ આમાં.
આહાહા...! “તે પરિણામો પોતાના અવસરમાં સ્વ-રૂપથી ઉત્પન્ન” પોત – પોતાના અવસરે થતા (પરિણામો), એની (સ્વરૂપની) દષ્ટિ કરવાથી - પૂર્ણાનંદના નાથ પ્રભુ ચૈતન્ય આત્મારામ એના ઉપર-પૂરણ સ્વરૂપ ઉપર દષ્ટિ કરવાથી, વર્તમાન પરિણામમાં દ્રવ્યનું જ્ઞાન, શ્રદ્ધાન, પૂરણ આવે છે. છતાં પર્યાયમાં દ્રવ્ય આવતું નથી. આહા.... હા..! એ શું કહ્યું..? કે જે પોતાની પર્યાયમાં, અવસરે પર્યાય થાય છે એવો જ્યારે નિર્ણય કરે તો એ પરિણામ કોનું લક્ષ કરવાથી, એવો ( નિર્ણય) થાય છે.? તો કહે છે દ્રવ્યનું (લક્ષ કરવાથી). તો એ દ્રવ્ય કેવું છે.? ચૈતન્ય પ્રભુ ભગવાન, પૂર્ણાનંદ અભેદ છે. એની દષ્ટિ કરવાથી ક્રમસર પરિણામ જે થાય એન વિસ્તારક્રમ જે (અસંખ્ય) પ્રદેશ છે એનું જ્ઞાન થાય છે. પણ દષ્ટિ અભેદ કરે ત્યારે (એનું જ્ઞાન, શ્રદ્ધાનાદિ થાય છે.) (એવા) અભેદ (આત્મામાં) આ ગુણભેદ પણ નહીં, પર્યાયભેદ તો નહી, રાગ તો નહીં, (અને પ્રદેશભેદ પણ નહીં.) આહા.... હા..! આવી વાત છે.
(સખત ઉનાળામાં) આ લૂની જુઓ ને...! લૂ વાય છે તો કેટલા બિચારા ( જીવો) ગભરાઈ જાય છે...! આ લૂ, લૂ, કહે છે ને...! ગરમ- ગરમ ગરમ (લૂ વરસે ઉનાળામાં) તો આ લૂ કરતાં તો અનંતગણી લૂ પેલી નરકમાં છે. (શ્રોતા ) એના શરીર વધારે મજબુત હોય છે ને..! (ઉત્તર) એ શરીર એવું હોય કે આયુષ્ય નાશ ન હો, જ્યાં સુધી આયુ (કર્મ) રહેશે ત્યાં સુધી રહેશે. આહ.. હા..! જુઓને એની બા, એને ઉલ્ટી થઈ કંઈ એમાં આંતરમાં તડ પડી ગઈ, એમાં દેહ છૂટી ગ્યો. આ (શરીર) તો જડ છે. પણ એ સમય એ થવાનું જ હતું. જડની અવસ્થા એ સમયે આવવાની જ હતી. આહા.... હા... હા..! એમ આત્મામાં પણ જે સમયે (જે પરિણામ થવાના છે તેના અવસરે થાય છે. ) અરે, એ પરિણામ મારે (ક્યાં ધ્યા) પણ એ પરિણામ, એ સમયે થવાવાળા હતા જ (તે થાય છે.) અરે, એ પરિણામ મારે (ક્યાં થ્યા) પણ એ પરિણામ, એ સમયે થવાવાળા હતા જ (તે થયા છે). આહા... હા...! (શ્રોતા:) નિશ્ચિત થઈ ગ્યું. (આ તો) (ઉત્તર) નિશ્ચિત જ છે. આગળ – પાછળ ક્યારે ય થતું જ નથી. આકરી વાત છે ભાઈ..! હિંદુસ્તાનમાં આ વાત હતી નહીં. ક્રમબદ્ધ (ની વાત ). જે સમયે જે થવાવાળી છે એ સમયે એ જ થશે. આ વાત
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com