________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૯૯
પ્રવચનસાર પ્રવચનો ૧૭૮ આહા.... હા...! ભાઈ, આવી વાત ! શેઠિયાઓએ આવું સાંભળ્યું ન હોય ક્યાંક.. વાડામાં! ક્રિયાકાંડ !! આહા... એવું તો (કરી-કરીને) નવમી ગ્રેવૈયકે ગયો જૈન સાધુ-દિગંબર થઈને. એવી ક્રિયા તો (અત્યારે) છે કે નહીં. “મુનિવ્રત ધાર અનંતવાર ગ્રીવક ઉપજાયો”, એવી ક્રિયા તો અત્યારે છે ય નહીં. કારણ અત્યારે તો સાધુ નામ ધરાવે, અને એના માટે “ચોકા' તો હોય છે તે લ્ય છે ચોકામાં બધું આહાર પાણી એને માટે બનાવે છે અને એ લે છે અઠ્ઠાવીસ લગણમાં ય ઠેકાણાં નહીં. એવું ન દે તો નિર્દોષ બનતું જ નથી, વરસાદ આવે તો નિર્દોષ મળે છે. કાંઈ પાણી - પાણી...! એમ કહે છે. આહા.. હા... એને માટે (મુનિ માટે) બનાવે છે. “ચોકો” (રસોડા). (ગૃહસ્થ) અગાઉથી જાય, જેટલું જોઈતું હોય એટલું બનાવે. ગૃહસ્થ બનાવે.. આહા...! એક પાણીનું બિંદુ - અસંખ્ય જીવ, બધી હિંસા..! અત્યારે આચરણ (મુનિઓનું) અરે, વ્યવહાર આચરણ પણ સાચું નથી. નિશ્ચયની દષ્ટિ તો ખોટી છે. (શ્રોતા:) ગૃહીત મિથ્યાત્વમાં પડયા છે. (ઉત્તર) હા, હા...! ( એ ક્રિયાકાંડમાં) ધરમ માને છે. દષ્ટિ મિથ્યાત્વ છે.
આહાહા...! ધરમ તો પ્રભુ! આત્મા અસંખ્ય પ્રદેશ છે એવો ભેદ પણ લક્ષમાંથી છોડી દેવો અને આત્મામાં અનંત પરિણામ ક્રમસર થાય છે, ક્રમસરની દષ્ટિ પણ છોડી દેવી અને દૃષ્ટિ અખંડ, આનંદકંદ પ્રભુ છે અંદર, અભેદ છે એ ઉપર દષ્ટિ કરવાથી, ધરમની પહેલી શરૂઆત – સમ્યગ્દર્શનની પ્રથમ શરૂઆત થાય છે. એ વિના બધું એકડા વિના મીંડા છે. આહા... હા..! સાંભળ, સાંભળ..! આકરું પડે! એ પંચામહાવ્રતના પરિણામ કરે, પરીષહુ સહન કરે, ઉઘાડ પગે હાલે, પણ અંદરમાં (માને છે કે, રાગની ક્રિયા એ મારી છે અને એનાથી મારું કલ્યાણ થશે. એ મિથ્યાદષ્ટિવાળું છે. એ જૈન જ નથી. આહા... હા.. હા! દિગંબર (જૈન) ધર્મ કંઈ પક્ષ નથી, પંથ નથી, વાડો નથી (એ તો ) વસ્તુનું સ્વરૂપ છે. એ ચીજ (વસ્તુસ્થિતિ) છે.
એ અહીંયાં કહે છે વસ્તુનું આવું સ્વરૂપ છે. કે પરમાણુ એકપ્રદેશી, આત્મા અસંખ્યપ્રદેશ, કાલાણુ એક પ્રદેશી, ધર્માસ્તિકાય અસંખ્યપ્રદેશી, અધર્માસ્તિકાય અસંખ્યપ્રદેશી, આકાશ અનંતપ્રદેશી (છે). તો દરેક પદાર્થમાં જ એનો પ્રદેશ છે, તો (તેને) એકરૂપે જુઓ તો સમગ્ર એક છે. પણ એક પ્રદેશ ઉપર લક્ષ કરવાથી એ પ્રદેશને “ઉત્પન્ન” કહે છે. નવો ઉત્પન્ન થયો (છે) એમ નહીં (પણ એક પ્રદેશ ઉપર લક્ષ કરવાથી એ પ્રદેશને ઉત્પન્ન કહે છે.) પૂર્વની અપેક્ષાએ (તેને) વ્યય છે. અને છેક છે, છે, છે, છે, ની અપેક્ષાએ ધ્રૌવ્ય (કહે છે.) આમ આત્મામાં કમસર એક પછી એક (એક પછી એક) પરિણામ થાય છે. આહા... હા...! આ માળામાં જુઓ, એક પછી એક મોતી છે. કે (તે) આગળ – પાછળ છે..? એક સ્થાનમાં એક મોતી છે. (જે જ્યાં મોતી છે, ત્યાં જ છે. એમ આત્મામાં જે અવસરે જે પરિણામ થાય છે, તે જ અવસરે થાય છે. (આગળ – પાછળ નહીં) આહા... હા...! આવી વ્યાખ્યા...! એ પરિણામ, પોત-પોતાના અવસરમાં થાય છે. જુઓ, આ શરીર છે. આ (હાથ હલવાની) પર્યાય છે, પર્યાય તો જે સમયે, (જે) થવાની છે તે સમયે જ થાય છે. (એ પર્યાય ) આત્માથી નથી (થતી), પૂર્વ પર્યાયથી આ પર્યાય થાય છે. એમ (પણ) નહીં. આહા... હા..! એ પર્યાય પોતાથી છે, એ પર્યાય તરફ જવાથી તે “ઉત્પાદ' છે અને પૂર્વ પર્યાયની અપેક્ષાએ એ વિનષ્ટ છે અને પર્યાય, પર્યાય, પર્યાય, પર્યાય છે એ અપેક્ષાએ ધ્રૌવ્ય છે. આહા...! આવું ઝીણું હવે..! મારગ બહુ ઝીણો બાપુ! અત્યારે તો ગરબડ કરી નાખી બધી, મૂળવસ્તુના ભાન વિના, પ્રવૃત્તિની ક્રિયાકાંડમાં
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com