________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૯૯
પ્રવચસાર પ્રવચનો ૧૭૭ કો’ ભાઈ ! આ જે મોતીની માળાનું) એક મોતી છે. એ બીજા મૌતીમાં નથી એમ આત્મામાં અસંખ્ય પ્રદેશ છે. એક પ્રદેશમાં બીજો પ્રદેશ નથી. અને આમ એક પરિણામ છે. આત્મામાં – એ (માળાનું) મોતી જે સ્થાનમાં છે ત્યાં છે. અહીંયા (મોતી) છે, અહીંયા (મોતી) છે, જે જે સ્થાનમાં જે જે મોતી છે. એમ આત્મામાં જે જે સમયે – અવસરે જે જે પરિણામ થાય તે તે ત્યાં ત્યાં છે. ક્રમબદ્ધમાં જે પરિણામ સમયનું થયું ત્યાં એ છે. એ પરિણામ ઉપર લક્ષ કરવાથી (જે પરિણામ લક્ષમાં આવે) તે પરિણામને ઉત્પન્ન કહેવામાં આવે છે. પૂર્વનું પરિણામ એમાં નથી તો એને વિનષ્ટ કહેવામાં આવે છે. એ પરિણામ છે, છે, છે, છે, એને ધ્રૌવ્ય કહેવામાં આવે છે. એક પર્યાયને ત્રણ-ગુણ (ત્રિલક્ષણ ) કહેવામાં આવે છે. આહ.. હા..! સમજાણું કાંઈ....?
આહાહા...! તે પ્રકારે “તે પરિણામો પોતાના અવસરમાં સ્વ-રૂપથી ઉત્પન્ન”. આહા...! આત્મામાં અને પરમાણુમાં – છ એ દ્રવ્યમાં- પોતપોતાના અવસરે પરિણામ ઉત્પન્ન થાય છે. આગળ – પાછળ નહીં. (એન) ક્રમબદ્ધ કહે છે. મોટો વિરોધ કર્યો ” તો ક્રમબદ્ધનો. વર્ણીજી કહે કે ક્રમબદ્ધ છે પણ એક પછી એક (બીજું) આ જ પરિણામ છે એવું નહીં. અહીંયાં તો કહે છે કે જે પરિણામ જે સમયમાં છે પછી જે થવાવાળું છે તે જ થશે. ક્રમબદ્ધ પરિણામ છે. મોટી ચર્ચા થઈ ' તી તેની સાલ. વર્ણીજીની સાથે. એ કહે કે ક્રમબદ્ધ છે પણ આ પછી આ જ પરિણામ આવશે એવું નથી. અહીંયાં તો કહે છે કે આ પરિણામ પછી “આ જ પરિણામ આવશે, પોત – પોતાના અવસરમાં (જ) પરિણામ થશે, આગળ – પાછળ નહીં.' આહા. હા..! મોટો ગોટો છે ધરમમાં. દિગંબરના ધરમ નામે પણ મોટા ગોટા છે. આહા...! શ્વેતાંબરમાં ને સ્થાનકવાસીમાં તો આ વાત છે જ નહીં. એ તો ત્યાં, આ કરો ને આ કરો... ને ક્રિયાકાંડ કરી ને મરી જાવ...! જાવ.. ચોરાશીના અવતાર રખડતા (રખડતા ) આહા... હા.
અહીંયા તો પરમાત્મા દ્રવ્યનો વિસ્તાર (કમ) અને દ્રવ્યનો પ્રવાહુકમ – પરિણામની બે વાત કહે છે. બન્નેના પરિણામ ક્રમથી થાય છે એનો પિંડ તે દ્રવ્ય છે અને પ્રદેશ છે અસંખ્ય વસ્તુ-ચીજ (દ્રવ્ય) એક જ છે. હવે એને અહીંયા કહે છે કે અસંખ્ય ( પ્રદેશ) સિદ્ધ કરવા છે તો અસંખ્ય કઈ રીતે સિદ્ધ થાય..? કે એક પ્રદેશ ઉપર નજર કરવાથી, એને ઉત્પન્ન કહેવામાં આવેલ છે. ઉત્પન્ન (એટલે) નવો ઉત્પન્ન થયો એવું નહીં. લક્ષમાં એક પ્રદેશ લીધો તો ઉત્પન્ન કહેવામાં આવ્યું. બીજા પ્રદેશની અપેક્ષા (એને) વિનષ્ટ કહેવામાં આવ્યું અને (પ્રદેશ) છે, છે, છે, એ અપેક્ષા ધ્રૌવ્ય કહેવામાં આવેલ છે. બરાબર છે..? (શ્રોતા:) બરાબર પ્રભુ..! એવી રીતે પરિણામ-પોત-પોતાના અવસરે જે પરિણામ અનંતગુણા થાય છે. એ પરિણામ (સ્વ) અવસરે પોત-પોતાના અવસરે થાય છે. બીજે સમયે પણ પોતાના અવસરે થાય છે. ત્રીજે સમયે (પણ) પોતાના અવસરે થાય છે. તો પોત - પોતાના (અવસરે) પરિણામ થાય છે. એને જોવા હોય તો એ (વર્તમાન) છે' એના ઉપર લક્ષ ગયું તો ઉત્પન્ન કહેવામાં આવ્યું છે. પૂર્વની પર્યાય (અપેક્ષા) તેને વ્યય કહેવામાં આવ્યું અને છે, છે, છે, છે, (પરિણામ) તો એને ધ્રૌવ્ય કહેવામાં આવેલ છે. દરેક પર્યાયને ધ્રૌવ્ય કહેવામાં આવેલ છે. આહા... હા... હા.કો” સમજાય છે કાંઈ...? (પ્રશ્નઃ) આ સમજીને કરવું શું....? (સમાધાનઃ) કે ચીજ (દ્રવ્ય-વસ્તુ) આવી છે, એવું જ્ઞાન કરીને, અંતરમાં દષ્ટિ અભેદ (આત્મા) ઉપર લઈ જવી. અસંખ્ય. પ્રદેશના ભેદ પણ નહીં, અને અનંત પરિણામમાં (એક) પરિણામનો ભેદ પણ નહી.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com