________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૯૯
પ્રવચનસાર પ્રવચનો ૧૭૬ કહેવામાં આવે છે. બીજા પ્રદેશની અપેક્ષાએ એને વિનિષ્ટ – (વ્યય) કહેવામાં આવે છે, પણ (પ્રદેશ) છે... છે.. છે... છે. એ અપેક્ષાએ ધ્રૌવ્ય કહેવામાં આવે છે.. આહા.... હા..! ભાઈ, ઝીણું આવ્યું છે આ બધું આહા.. હા..! સમજાણું..?
એવી રીતે આત્મામાં પરિણામ અનાદિ-અનંત થાય છે, એક પછી એક, એક પછી એક-એ પ્રવાહુકમને સમગ્ર જુઓ તો એક પછી એક, એક પછી એક (પરિણામ) થાય જ છે. પણ એક પર્યાયને જુઓ તો ઈ પર્યાય કે જેના ઉપર લક્ષ ગ્યું તે (અપેક્ષા) તેને ઉત્પન્ન (ઉત્પાદ) કહેવામાં આવે છે અને એ પર્યાયમાં પૂર્વની પર્યાય નથી એ અપેક્ષાએ વિનષ્ટ (વ્યય) કહેવામાં આવે છે અને પર્યાય છે..... છે. છે.. છે.. છે. એને ધ્રૌવ્ય કહેવામાં આવે છે. આવી વાત છે ભાઈ....! હળવે-હળવે (કહેવાય છે). (શ્રોતા.) બહુ સૂક્ષ્મ તત્ત્વ (ઉત્તર) આ તો સમજાય એવું છે. (પણ) ભાઈ, કોઈ દી” સાંભળ્યું ન્હોતું બાપદાદે ય કોઈ દી '! (અરે.... રે.!) વહ્યા ગ્યા બાપા, દાદા યે ગ્યા...! આ વસ્તુ બાપુ, આ શ્વેતાંબર, સ્થાનકવાસીમાં તો છે જ નહીં. દિગમ્બરમાં છે પણ ચાલતી નથી. ક્રિયાકાંડ કરો. પડિમા લ્યો! મુનિપણું લ્યો ને લૂગડાં છોડો. વાસ્તવિક તત્ત્વ શું છે, ભગવાન ત્રિલોકનાથ શું કહે છે અને એ તત્ત્વના બે રૂપ કયા છે..? (કાંઈ ખબર ન મળે..!).
આહા...હા.! એક તત્ત્વ એ છે એના વિસ્તારક્રમમાં અસંખ્યપ્રદેશ છે. એ વિસ્તારક્ષેત્ર છે. (બીજો પ્રવાહકમ એ છે ) એમાં પરિણામ ત્રિકાળી થાય છે. એ પ્રવાહકમ છે. પ્રવાહકમમાં અને વિસ્તારક્રમમાં (એક પરિણામ) કે એક પ્રદેશ ઉપર નજર કરો તો ઉત્પન્ન કહેવામાં આવે છે. પૂર્વના (પરિણામ) કે પ્રદેશની અપેક્ષા એને વિનષ્ટ કહેવામાં આવે છે. અને એ (પરિણામ) કે પ્રદેશ છે એમાં છે, છે, છે, છે, છે, એને ધ્રૌવ્ય કહેવામાં આવે છે. આહા... હા...! સમજાય છે કાંઈ....? આવું ઝીણું છે. (આ તો) પ્રવચનસાર! ભગવાનની દિવ્યધ્વનિ.! ત્રિલોકનાથ પ્રભુ (સીમંધરસ્વામી) બિરાજે છે મહાવિદેહમાં !! (એમની આ વાણી છે.) (શ્રોતા:) દિવ્ય ધ્વનિમાં આવું કઠણ આવે.? (ઉત્તર) હું! કઠણ છે જ નહીં એને અભ્યાસ જ નહીં. ત્યાંતો ઓમકાર ધ્વનિ છૂટે છે. “ઓમ્ ધ્વનિ સૂનિ, અર્થ ગણધર વિચારે, રચિ આગમ ઉપદેશ ભવાજીવ સંશય નિવારે.' આહા.... હા...! શું થાય બાપુ, અત્યારે તો ક્રિયાકાંડની પ્રવૃત્તિમાં ગૂંચવીને મારી નાખ્યો બિચારાને ! વાસ્તવિક તત્ત્વ શું છે (એ જાણું નહીં ). આહા.. હા..!
(કહે છે કે ) પહોળાઈ શું છે, પહોળાઈ આમ (એકસાથ) વિસ્તાર અને ઊર્ધ્વ શું છે પર્યાય, એક પછી એક (ક્રમબદ્ધ ) પર્યાય કેવી છે (એ જાણવું જોઈએ) આહા... હા..! એ વસ્તુનું સ્વરૂપ છે. ( શ્રોતાઓને નિદર્શન દ્વારા) આ મકયું છે ને જઓ. ( આ મોતીની માળા). આ (સમગ્ર) ક્ષેત્ર છે. તેમાં (આ મણકાની અપેક્ષા) આ ક્ષેત્ર નહીં, આ ક્ષેત્ર તે બીજું નહીં. તો આ ક્ષેત્ર છે (આત્માનું) અસંખ્ય પ્રદેશી (જેમ માળામાં) ૧૦૮ મણકા છે. તો આ અપેક્ષા (બીજા મણકાની અપેક્ષા લક્ષમાં લીધેલ મણકો) ઉત્પન્ન, (એ) પૂર્વની અપેક્ષાએ વ્યય અને “છે' અપેક્ષાએ ધ્રૌવ્ય (કહેવાય છે). અને હવે પરિણામ (ની વાત ) જે સમયે જે પરિણામ આત્મામાં થયું તે ત્યાં છે, એ જ સમયમાં (માળાના મણકાની જેમ) એ ઉત્પન્ન થયું છે એમ જોવાથી તેને ઉત્પન્ન કહેવામાં આવે છે. પૂર્વની અપેક્ષાએ એને વિનષ્ટ કહેવામાં આવે છે. અને ત્રિકાળમાં છે, છે, છે, છે, તો એ પર્યાયને ધ્રૌવ્ય કહેવામાં આવે છે. (એક સમયમાં ત્રણ છે.) આહા... હા..! આવું છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com