________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૯૯
પ્રવચનસાર પ્રવચનો ૧૮૦ (ક્રમબદ્ધની) હિંદુસ્તાનમાં હતી નહીં. વર્ણજી જેવા (વિદ્વાન) પાસે પણ નહોતી. વર્ણીજી બિચારા કહેતા કે વિષ્ણુ હતા (તેની પાસે પણ) આ વાત જ નહોતી. આહા.... હા..! ભાઈ હમણાં લખાણ લખે છે. જયપુર “ક્રમબદ્ધ' નો લેખ છે. આહા.. હા! સમજાણું કાંઈ..?
(કહે છે કે:) પર્યાય, પરમાણુની અને આત્માની (છ એ દ્રવ્યોની) થવાવાળી છે તે જ થશે. આગળ – પાછળ નહીં. (આવો નિર્ણય હોય ) એની દષ્ટિ ક્યાં છે...? એ પર્યાય ઉપર દષ્ટિ નથી, દષ્ટિ (છે) જેમાંથી કમસર પર્યાય થાય છે ક્રમસર એ દ્રવ્યની (ઉપર દષ્ટિ છે). આહા.... હા..!
સમયસાર” (ગાથા. ૩૦૮-૩૧૧) સર્વવિશુદ્ધ અધિકારમાં લીધું છે ને..“નિયમિત” (કમબદ્ધ ”) કહ્યું છે. જે દ્રવ્યની ક્રમે પર્યાય નિયમિત, જે થવાની તે થશે. પણ એનું (“મનિયમિત”) નું તાત્પર્ય શું..? (ગાથા ઉપર જુઓ) પાઠ છે. “આત્માનું અકર્તાપણું દષ્ટાંતપૂર્વક કહે છે.” (એટલે ) અકર્તાપણું (સિદ્ધ કરવું છે.) અકર્તાપણા માટે ક્રમબદ્ધ કરી રહ્યા છીએ ક્રમબદ્ધ પર્યાય હો, દષ્ટિ ત્યાં નહીં. “હું તો જ્ઞાતા-દ્રષ્ટા છું “રાગનો કર્તાય નહીં, ને પર્યાયનો ય કર્તા નહીં. આહા.... હા..! ક્રમસર થાય છે એમાં કરવું શું આહા... હા...! બહુ આકરી વાત છે ભાઈ! વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ, એનો ધરમ બહુ સૂક્ષ્મ!! અત્યારે તો બધી ગરબડ થઈ ગઈ છે. (લોકો) સોનગઢનું એકાંત છે એમ વિરોધ કરે છે, પોકાર કરે છે. કરો.. બાપા! આહા! (વસ્તુસ્થિતિ) જેમ છે તેમ છે. સોનગઢવાળા વ્યવહારથી નિશ્ચય (થાય એમ) કહેતા નથી...! નિમિત્તથી પરમાં (કાર્ય) થાય છે. એમ કહેતા નથી. વાત સાચી છે. પોતાના સમયમાં (કાર્ય) થાય છે. એમાં નિમિત્તથી થાય એવું ક્યાંથી આવ્યું..? આહા... હા.!
(કહે છે કેઃ) વ્યવહાર – રાગાદિ તો બંધના કારણ છે. એનાથી સમ્યગ્દર્શન થાય છે...? (ન થાય). રાગથી હુઠીને, રુચિને હઠાવીને, પર્યાયની રુચિ પણ છોડીને, જે સમયે જે પર્યાય થવાવાળી છે તે થશે એની પણ રુચિ છોડીને, જ્ઞાયકપ્રભુ અંદર ભગવાન પૂર્ણાનંદ અનંતગુણનો સાગર, અનંતગુણવાળો એમેય નહીં (એ ભેદ થયો) પણ અનંતગુણસાગર સ્વરૂપ (અભેદ) ભગવાન આત્મા (છે). એના ઉપર દષ્ટિ જવાથી સમ્યગ્દર્શન થાય છે. સમ્યફ નામ સત્યદર્શન. ભગવાન એવો (છે). આત્મા જેવો છે. (એવો) પ્રતીતમાં એની દષ્ટિ થવાથી (આવે છે). એમાં એને સમ્યક્રનામ સત્યદર્શન (થાય છે.). સત્ પ્રભુ ત્રિકાળી આનંદ (સ્વરૂપ) એવી પ્રતીતિ નામ દર્શન, એ તરફ ઝૂકવાથી થાય છે. આહા.... હા... હા..! ક્રિયાકાંડ લાખ કરે ને ક્રોડ કરે “લાખ બાતકી બાત યહે, નિશ્ચય ઉર લાઓ, તોરિ સકલ જગ દંગ-ફંદ, નિત આતમ ધ્યાઓ.” આવે છે ને ! “છહુઢાળા” માં (ચોથી ઢાળ). પણ
વિચાર નહીં. વાંચન નહીં. જગત ચાલ્યું જાય છે...! ટાણા ચાલ્યા જાય છે... દહુની સ્થિતિ પરી થવાનો કાળ આવ્યું છૂટી જશે. બાપુ, તેં નહીં કર્યું હોય તો રખડવું નહીં મટે. આંહી બધા પૈસાદારકરોડોપતિ, અબજોપતિ ધરમની ખબર ન મળે, એ અહીંથી મરીને તિર્યંચ - ઢોરમાં જાય. પશુમાં જાય. આહા.... હા...! આંહી બહારમાં એટલા પ્રસિદ્ધ હોય ઓહો અબજો રૂપિયા, બે જણા તો દેખ્યા, એક તમારા શેઠ પચાસ કરોડ. બીજા સાહૂ ચાલીસ કરોડ. આંહી ઘણીવાર આવી ગ્યા. કલકત્તામાં ત્યાં આવ્યા હતા, આંહી આવ્યા હતા, મુંબઈ આવ્યા હતા. અને ત્રીજા એક આપણા વાણિયા છે ગોવામાં ગુજરી ગ્યા હુમણાં બે વરસ પહેલાં.. ! બે અબજ ચાલીસ કરોડ..! બે અબજ ચાલીસ કરોડ...! એનો દીકરો હમણાં આવ્યો” તો મુંબઈ દર્શન કરવા. પણ શું ધૂળના (ધણી). આહા.. હા.. મરી
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com