________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૯૯
પ્રવચનસાર પ્રવચનો ૧૭૨
પ્રવચનો તા. ૧૦-૬-૭૯.
‘પ્રવચનસાર ૯૯ ગાથા.
હવે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક હોવા છતાં દ્રવ્ય “સ” છે એમ દર્શાવે છે:- સત્તા છે તો પણ દ્રવ્ય સત્ છે અને ઉત્પાદ- વ્યય-ધ્રૌવ્ય હોય તો પણ દ્રવ્ય સત છે. આહા...! ઝીણી વાત છે, ગાથાઓ જ ઝીણી...! “પ્રવચનસાર'! ભગવાનની દિવ્યધ્વનિનો સાર (છે).
सदवविदं सहावे दव्वं दव्वस्स जो हि परिणामो। अत्थेसु सो सहावो ढिदिसंभवणाससंबद्धो।।९९ ।।
નીચે હરિગીત, દ્રવ્યો સ્વભાવ વિષે અવસ્થિત, તેથી “સત્ ” સૌ દ્રવ્ય છે;
ઉત્પાદ-ધ્રૌવ્ય- વિનાશયુક્ત પરિણામ દ્રવ્યસ્વભાવ છે. ૯૯ આહા... હા.. ટીકા- ઝીણો વિષય છે ભાઈ આ.. ટીકા છે ને..! “અહીં (વિશ્વને વિષે) સ્વભાવમાં નિત્ય અવસ્થિત હોવાથી દ્રવ્ય “સ” છે. દ્રવ્ય નામ આત્મા, દ્રવ્ય નામ પરમાણુ આદિ દ્રવ્ય સત્ (છે). શેય છે તે સત, (એ સ્વભાવમાં નિત્ય અવસ્થિત છે.) વિશ્વને (વિષે) એ સ્વભાવમાં નિત્ય અવસ્થિત છે. દ્રવ્ય સ્વભાવમાં નિત્ય અવસ્થિત છે. તે કારણથી દ્રવ્ય સત્ છે. “સ્વભાવ દ્રવ્યનો ધ્રૌવ્ય - ઉત્પાદ-વિનાશની એકતાસ્વરૂપ પરિણામ છે.” આહા... હુ.! વસ્તુનો સ્વભાવ ઉત્પાદ- વ્યય ને ધ્રૌવ્યનું એકતારૂપ સ્વભાવ છે. એક સમયમાં ત્રણ છે.... છે..? વિશ્વમાં – આ જગતમાં તત્ત્વજ્ઞાનની ખબર નહિ ને પાધરા ધરમ થઈ જાય, મંદિર કે દર્શન કરે કે સામાયિક કરે કે પોષા (ક) એકડા વિનાના મીંડા છે. મિથ્યાત્વ ભાવ છે એ તો. તત્ત્વ શું છે...? આત્મા અંદરથી? જે ગુણ- ગુણીનો ભેદનો વિકલ્પ ઊઠે છે એ પણ બંધનું કારણ છે. (વિકલ્પ) જાણવામાં આવે છે કે સત્ છે એ સત્તાવાનું છે. જાણવામાં આવે, અને પ્રસિદ્ધિ (માં) પણ એ દેખવામાં આવે, પણ દષ્ટિ ક્યાં કરવી છે. દ્રવ્ય ઉપર (જ્યારે દષ્ટિ થાય છે.) ત્યો સત્ અને સત્તાના (ભદ) નથી. સ્વયં સત્ સત્તાથી નથી. સત્ સ્વયં છે. આહા... હા..! એમ “અહીં વિશ્વને વિષે સ્વભાવમાં નિત્ય અવસ્થિત હોવાથી દ્રવ્ય “સ” છે.” (સનો) સ્વભાવ શું...? “ધ્રૌવ્ય- ઉત્પાદ-વિનાશની એકતાસ્વરૂપ પરિણામ (છે). પરિણામ છે એ. ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય ત્રણેયને પરિણામ કહે છે હોં...! વળી ઉત્પાદ - વ્યય-ધ્રૌવ્ય ત્રણેયને પરિણામ કર્યું છે. આહા.. હો...! એકરૂપ ચીજમાં (દ્રવ્યમાં) ત્રણ પ્રકાર થ્યા ને...! ઉત્પાદ-વ્યય ને ધ્રૌવ્ય એ ત્રણેય પરિણામ થયા. પર્યાય થઈ. આહા... હા..! “જેમ દ્રવ્યનું વાસ્તુ” (એટલે ફૂટનોટમાં) નીચે (જુઓ) દ્રવ્યનું વાસ્તુ-દ્રવ્યનો સ્વવિસ્તાર; દ્રવ્યનું સ્વક્ષેત્ર; દ્રવ્યનું સ્વકદ, દ્રવ્યનું
સ્વદળ. (વાસ્તુ દ્રવ્યનું ઘર, દ્રવ્યનું રહેઠાણ, દ્રવ્યનું નિવાસસ્થાન; દ્રવ્યનો આશ્રય; દ્રવ્યની ભૂમિ). “સમગ્રપણા વડે (અખંડપણા વડે) એક હોવા છતાં” આત્મા સમગ્રપણે એક છે. ભલે અસંખ્ય પ્રદેશ છે. પણ અસંખ્યપ્રદેશ તરીકે એક છે. “એક હોવા છતાં વિસ્તારક્રમમાં
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com