________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૯૯
પ્રવચનસાર પ્રવચનો ૧૭૩ પ્રવર્તનારા ” જ્યાં ગુણનો વિસ્તાર જે અનંત છે એનું લક્ષ કરવા માટે “તેના જે સૂક્ષ્મ અંશો તે પ્રદેશો.” ( એટલે ) ગુણના જે સૂક્ષ્મ અંશ છે તે પ્રદેશ (છે) આત્મામાં અસંખ્યપ્રદેશ વિસ્તાર આવો (તીછો ) છે એમાં એક પ્રદેશ (તેનો) અંશ છે. આહા... હા...! આવી વાતું કોઈ દી' સાંભળી ( ન હોય) દ્રવ્યનું વાસ્તુ-ઘર સમગ્રપણે એક છે. “ એક હોવા છતાં, વિસ્તા૨ક્રમમાં પ્રવર્તનારા તેના જે સૂક્ષ્મ અંશો તે પ્રદેશો છે.” આત્મા અસંખ્યપ્રદેશી છે, એ સમગ્રપણે એક છે. પણ તેના એક-એક પ્રદેશ છે એ અંશ ગુણ નહિ, ક્ષેત્ર નહિ. એક પ્રદેશ છે. “ તેમ દ્રવ્યની વૃત્તિ સમગ્રપણા વડે એક એક હોવા છતાં ” શું કહે છે...? વસ્તુ જે દ્રવ્ય છે, એ પરિણમન જે એમાં ત્રિકાળ થાય છે. એકરૂપ પરિણતિ છે એકરૂપ. જેમ વિસ્તાર એકરૂપ છે. તેમાં એક એક પ્રદેશ ભિન્ન છે. એમ પરિણતિ પર્યાયનો વિસ્તાર એકરૂપ હોવા છતાં પણ એક એક પરિણામ ભિન્ન - ભિન્ન છે. આહા...! આવું છે. (લોકો કહે કે) કઈ જાતનો આ ધરમ...? ( શ્રોતાઃ) આમાં સમજવું શું પણ... ? (ઉત્ત૨:) ઈ સમજવામાં ઈ છે કે દ્રવ્ય પોતા પરિણામપણે પરિણમે છે. દ્રવ્ય ઉત્પાદ-વ્યય ધ્રૌવ્યરૂપે પરિણમે છે. એ કોઈના કારણથી પરિણમે છે એમ નથી. અહીંયાં તો ક્રમસર-ક્રમબદ્ધ લેશે. સૂક્ષ્મ વાત (છે) ક્રમબદ્ધ (ની) આમ આત્મા માં અસંખ્યપ્રદેશ અહીંયાં સમગ્રપણે છે. (શરીર પ્રમાણ ) છતાં એમાં એક-એક પ્રદેશ ભિન્ન (ભિન્ન ) છે. એવી રીતે સમગ્રપણે પરિણતિ છે અનાદિ-અનંત. એ પરિણતિ અનાદિ અનંત એકરૂપ હોવા છતાં પણ એક-એક સમયનું પરિણામ ભિન્ન (ભિન્ન) છે. આહા.. હા..! હવે આવી વાત..!! વેપારીને નવરાશ ન મળે, પછી સામાયિક કરો. ને પોષા કરો... ને લાણું કરો.. ને ધરમ થશે, ધૂળે ય ધરમ નહી. થાય.. આહા...! ધરમ બીજી ચીજ કોઈ છે બાપુ..! આહા... હા! દ્રવ્યની વૃત્તિ (છે નીચે ફૂટનોટમાં) વૃત્તિ=વર્તવું તે; હોવું તે; હોવાપણું; હયાતી. સમગ્રપણા વડે એક હોવા છતાં પરિણિત-વૃત્તિ ત્રિકાળ.
=
-
–
“પ્રવાહમમાં પ્રવર્તનારા ” પ્રવાહક્રમ (એટલે ) જે પ્રદેશ છે એ વિસ્તારક્રમ ને પ્રવાહમમાં છે. આત્મા અસંખ્યપ્રદેશી છે. એ વિસ્તારક્રમ આમ (તીરો-એકસાથ ) છે. અને પરિણામ જે ( એકપછી એક) એ પ્રવાહક્રમ છે. એક પછી એક થાય છે. પરિણામ એ પ્રવાક્રમ છે. (વિસ્તા૨સામાન્ય સમુદાય અને આયતસામાન્ય સમુદાય ) ૯૩ (ગાથામાં) આવી ગ્યું છે. પ્રવાહમનો પિંડ અને વિસ્તારનો પિંડ તે દ્રવ્ય છે. આ... રે... બાપુ! આ તો વીતરાગનો મારગ, લોજિકથી વાત (સિદ્ધ છે) પણ ગમે તેટલી ભાષા એને (સહેલી કરવાનો પ્રયત્ન) કરે પણ વસ્તુસ્થિતિ હોય એવી આવે ને..! શું કહે છે... ?
“દ્રવ્યની વૃત્તિ સમગ્રપણા વડે એક હોવા છતાં.” એ પરિણતિ “પ્રવાહક્રમમાં પ્રવર્તનારા એક પછી એક પ્રવર્તનારા “ તેના જે સૂક્ષ્મ અંશો તે પરિણામો છે.” સૂક્ષ્મ અંશ જે છે તે પરિણામ છે. આત્મામાં અસંખ્ય પ્રદેશ આમ છે. વિસ્તાર. એમાં એક- (એક) પ્રદેશ છે તે ભિન્ન (ભિન્ન) છે. એકેક–એકેક–એક આમ. એમ આત્મામાં ત્રિકાળી પર્યાય અનંત ત્રિકાળી ગુણની જે પર્યાય છે, એ પરિણતિ ( નો ) અનાદિ-અનંત જે પ્રવાક્રમ છે, એ સમગ્ર (પણે) એક છે. એમાં એક-એક સમયની પર્યાય ભિન્ન ભિન્ન છે. એક એક સમયનું પરિણામ, પ્રવાહમમાં ભિન્ન ભિન્ન છે. આહા... હા.. હા..! આવું છે. હું...!
(કહે છે કેઃ) “ જેમ વિસ્તા૨ક્રમનું કારણ પ્રદેશોનો ૫૨સ્પ૨ વ્યતિરેક છે. ’શું કહે છે.. ? Please inform us of any errors on rajesh@Atma Dharma.com
"9