________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા - ૯૮
પ્રવચનસાર પ્રવચનો ૧૬૯ ભાવું છુ. ૧૯૨) કે આત્મા અભિન્ન છે, અભેદ છે એમાં બધા ગુણોને દ્રવ્ય ભિન્ન- ભિન્ન દષ્ટિમાં ન આવવું જોઈએ (ભેદથી) વિકલ્પ ઊઠે છે. દ્રવ્ય જે ત્રિકાળ છે, એકરૂપ છે એવી (દ્રવ્ય) દષ્ટિમાં જે કંઈ વિકલ્પ ઊઠે છે તો કહે છે પદ્મપ્રભમલધારિદેવ (શ્લોક ૧૯૪માં “જે યોગપરાયણમાં કદાચિત ભેદભાવો ઉત્પન્ન થાય છે (અર્થાત્ જે યોગનિષ્ઠ યોગીને ક્યારેક વિકલ્પો ઊઠે છે), તેની અહિના મતમાં મુક્તિ થશે કે નહિ તે કોણ જાણે છે..? ૧૯૪.) આહા... હા..! આવા જે વિકલ્પ ઊઠે છે, એવી ભેદબુદ્ધિવાળાની મુક્તિ થશે કે નહીં, એ અહંના મતમાં કોણ જાણે...? અર્થાત્ અર્હતના મતમાં ભેદનો વિકલ્પ ઊઠે એની મુક્તિ થશે નહીં. સમજાણું...?
(કહે છે કે, આત્મા, એકસ્વરૂપે અનંયગુણનું એક રૂપ અભેદ છે. અહીંયા તો જ્ઞાન કરાવવું છે તો પર્યાયદષ્ટિથી જુઓ સત્ ને સત્તા ભિન્ન છે સથી સત્તા વ્યતિરિકત છે, પણ સમુદ્રથી તરંગ જુદું નથી તેમ સત્ ને સત્તા પર્યાયથી વ્યતિરિકત (પણ) નથી. દ્રવ્ય છે તો તેની સત્તા (અતભાવે) વ્યતિરિકત છે. ભિન્ન ભિન્ન છે પણ ધ્યાનમાં જ્યારે અભેદદષ્ટિ થાય છે ત્યારે દ્રવ્યને સત્તા ભિન્ન છે પેલું પર્યાય નથી દેખાય છે તે (દ્રવ્યદૃષ્ટિ) અંતદષ્ટિ કરવાથી દ્રવ્યને સત્તા ભિન્ન છે એવું ભાસતું નથી (દખાતું નથી). દ્રવ્ય ને સત્તા અભિન્ન છે, એકાકાર છે. (ધ્યાનમાં બન્ને નય પ્રગટ થાય છે.) આવી અંતરમાં (અભેદ) દષ્ટિ કરવી એ સમ્યગ્દર્શનનું કારણ છે. આહા... હા..! દયા–દાન-વ્રત - ભક્તિથી સમ્યગ્દર્શન થતું નથી. અહીંયાં જ્યાં તત્ત્વની દષ્ટિ જાય છે. અંદર ત્યારે તો દ્રવ્ય જે સત્ – વસ્તુ સત્ છે એની સત્તા (જ) ગુણ છે એ ભેદ પણ નિમગ્ન થઈ જાય છે. અભેદ ઉપર દષ્ટિ થવાથી સમ્યગ્દર્શન થાય છે. આહા... હા.... હા.... સમજાણું કાંઈ....?
આ પ્રમાણે હોવાથી (એમ નકકી થયું કે) દ્રવ્ય સ્વયમેવ સત્ છે.” આહાહા ! દ્રવ્ય સ્વયમેવ સત્ છે, જુદું નથી એટલે છે એમ (અભેદ સ્વયમેવ સત્ છે) “આમ જે માનતો નથી તે ખરેખર પરસમય જ માનવો.” તે વાસ્તવમાં પરસમય – મિથ્યાષ્ટિ છે, એમ માનવું. આહા.... હા... હા. દ્રવ્ય સ્વયમેવ સત્ય છે. સ્વયમેવ સત્ (વળી) દ્રવ્ય સત્ અને સત્તા ભિન્ન છે માટે દ્રવ્ય સત્ નથી એવું નથી, સ્વયમેવ સત્ છે. સત્તાને કારણે સત્ સ્વયમેવ સત્ છે એમ નથી. આહા... હા..! હવે આવો વિચાર..! ને વાણિયાને ક્યાં નવરાશ ન મળે, ધંધાની ખબર ન મળે (કે ક્યો ધંધો સાચો ).
આહા... હા...! “નિયમસાર' (શ્લોક-૧૯૪) માં એવું લીધું છે, અહંના મતમાં, વીતરાગ ત્રિલોકનાથ (તીર્થંકરદેવના) મતમાં અભેદ દ્રવ્યમાં ભેદ, દષ્ટિમાં ઉત્પન્ન થાય છે કે પર્યાય ઉપર લક્ષ જાય છે કે ગુણ – ગુણીના ભેદ ઉપર લક્ષ જાય છે તો એની મુક્તિ થશે કે નહિ તે કોણ જાણે...? એનો અર્થ એ કે અહંના માર્ગમાં- (મતમાં) એની મુક્તિ થતી નથી (એમ કહ્યું છે). આહા... હા...! સમજાણું કાંઈ...?
વિશેષ કહેશે....
Please inform us of any errors on rajesh@ Atma Dharma.com