________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૯૮
પ્રવચનસાર પ્રવચનો ૧૬૮ ગુણભેદ પણ છે નહીં. (પર્યાયભેદ પણ છે નહીં). “પ્રવચનસાર” ૯૮ ગાથા. છેલ્લો પેરેગ્રાફ લઈએ.
અને ભેદ ઉન્મગ્ન થાય છે ત્યાંથી છેલ્લો પેરેગ્રાફ છે. કાલે બીજો અર્થ થઈ ગ્યો” તો....! દષ્ટિ અંદર ગઈ ' તી ને દ્રવ્ય ઉપર પર્યાય તો એવું થઈ ગ્યું...!
(અહીંયાં શું કહે છે?) આહા...! શું સૂક્ષ્મ વાત છે, કે સત્ નામ દ્રવ્ય જે છે, દ્રવ્ય. આત્મા જે છે એ દ્રવ્ય (છે) એ સત્ છે ને એમાં સત્તા નામનો ગુણ છે. એ અતભાવ તરીકે ભિન્ન છે અતભાવ તરીકે એટલે ગુણ તે દ્રવ્ય નહીં ને દ્રવ્ય તે ગુણ નહીં. (એવો ભેદ છે. એને બે દૃષ્ટિથી જોવામાં આવે છે. (પર્યાયાર્થિક નય અને દ્રવ્યાર્થિક નય) એમ કહે છે. જેમ આ સત દ્રવ્ય છે ને ગુણ છે એવો ભેદ પર્યાયદષ્ટિથી જોવાથી એ અતભાવ (ભેદ) ભિન્ન દેખાય છે. પણ દ્રવ્યદૃષ્ટિથી જુઓ તો સત્ ને સત્તા ભિન્ન નથી દેખાતા. (ભેદ) નિમગ્ન થઈ જાય છે. દ્રવ્યદૃષ્ટિથી જુઓ તો સત્ ને સત્તા બેય નિમગ્ન થઈ જાય છે. નિમગ્ન નામ એક થઈ જાય છે. ભિન્ન નથી રહેતા. આવી વાત છે. (અને) પર્યાયદષ્ટિથી જુઓ તો એ ભેદ ઉત્પન્ન થાય છે. “તે ઉન્મગ્ન થતાં તેના આશ્રયે (કારણે) થતી પ્રતીતિ.” પ્રતીતિ એટલે જ્ઞાન, ખ્યાલમાં આવે છે કે સત્ દ્રવ્ય છે, સત્તા ગુણ છે. એવી પર્યાયદષ્ટિથી જોવાથી એવું ખ્યાલમાં આવે છે. એવી “થતી પ્રતીતિ ઉન્મગ્ન થાય છે, તે (પ્રતીતિ) ઉન્મગ્ન થતાં અયુતસિદ્ધત્વ-જનિત અર્થાતરપણું ઉન્મગ્ન થાય છે.” શું કહે છે...? ભિન્ન પદાર્થ વડે ઉન્મગ્ન નથી થતું. (પણ) સથી સત્તા ભિન્ન છે એ ઉન્મગ થઈ જાય છે. દ્રવ્ય છે, સત્તા છે, એમ ઉન્મગ્ન નામ બહાર દેખાય છે. (ઉપર આવે છે, તરી આવે છે ) કે સત્ દ્રવ્ય છે, અને સત્તા (ગુણ ) છે. આહા... હા..! આવી વાત સૂક્ષ્મ છે..!
(કહે છે કે, “ત્યારે પણ (તે) દ્રવ્યના પર્યાયપણે ઉન્મગ્ન થતું હોવાથી, - જેમ જળરાશિથી જળકલ્લોલ વ્યતિરિકત નથી (અર્થાત્ સમુદ્રથી તરંગ જુદું નથી) તેમ - દ્રવ્યથી વ્યતિરિકત હોતું નથી.” ત્યારે પણ સત્ દ્રવ્ય છે અને સત્તા ગુણ છે. - જેમ જળરાશિથી જલતરંગ જુદું નથી એમ પર્યાયદષ્ટિથી – ભેદદષ્ટિથી જુઓ તો પણ સત ને સત્તા ભિન્ન (વ્યતિરિકત) હોતું નથી. સથી સત્તા ભિન્ન છે. અભિન્ન નથી (અતભાવ ભેદ છે ) ભેદદષ્ટિથી જુઓ તો જળથી તેનું તરંગ જુદું છે એમ સત્તથી સત્તા ભિન્ન છે. આહા..હા.! આવી વાત છે, સૂક્ષ્મ..! વાણિયાને વેપાર આડે આમાં.
આહા... હા...! વસ્તુ છે. છે એ દ્રવ્ય, અને એમાં સત્તા છે એ ગુણ-પણ ઈ સત્તા ને દ્રવ્ય, દ્રવ્યદૃષ્ટિએ જોવાથી તો ભેદ નિમગ્ન થઈ જાય છે. ભેદ દેખવામાં આવતો નથી. પણ પર્યાયદષ્ટિથી જુઓ તો સત્ દ્રવ્ય અને સત્તા ગુણ ઉન્મગ્ન થાય છે, ખ્યાલમાં આવી જાય છે. ઉપર.. આહા. હુ.. હા..! અને ખ્યાલમાં આવી જાય છે. એ કારણથી દ્રવ્યથી સત્તા ભિન્ન છે. દ્રવ્યથી સત્તા ભિન્ન છે. અંદર પર્યાયદષ્ટિથી જુએ તો પણ દ્રવ્યથી સત્તા ભિન્ન છે. (છતાં જળરાશિથી જળકલ્લોલ વ્યતિરિકત નથી તેમ સત્ અને સત્તા ભિન્ન નથી.) આહા... હા..! આવી વાત છે. સમજાણું આમાં.....?
આ તો ખ્યાલમાં તો એ આવ્યું ” તું કે “નિયમસાર” માં એક શ્લોક છે. (૧૯૨. શ્લોકાર્થ: - જે અનવરતપણે (-નિરંતર) અખંડ અદ્વૈત ચૈતન્યને લીધે નિર્વિકાર છે તેમાં (- તે પરમાત્માપદાર્થમાં) સમસ્ત નયવિલાસ જરાય સ્કુરતો જ નથી. જેમાંથી સમસ્ત ભેદભાવ (-નયાદિ વિકલ્પ) દૂર થયેલ છે તેને (-તે પરમાત્મપદાર્થને) હું નમું છું, સ્તવું છું, સમ્યફપ્રકારે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com