________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા - ૯૮
પ્રવચનસાર પ્રવચનો ૧૬૬
વિનાની ચીજ (આત્મા) એ અંદર છે. એમાં અનંત અનંત અનંત જ્ઞાન- દર્શન ( આદિ ) શક્તિઓ પડી (ધ્રુવ) છે. પણ કહે છે કે એ શક્તિ (ઓ) અને શક્તિવાન (એવો અતદ્દભાવ ભેદ ) આ દ્રવ્ય શક્તિવાળું છે એટલો પણ ભેદ હજી પર્યાયનયથી છે (દ્રવ્યાર્થિક નયથી અભેદ છે, ભેદ અસ્ત થઈ જાય છે.) એ શક્તિ સ્વરૂપે જ આપ્યું છે. એકરૂપ ચિદાનંદ પ્રભુ અંદર છે. અરે, પણ ક્યાં સાંભળવા મળે ને શું કરે...? દુનિયા આંધળી, એમ ને એમ જગતના મોહમાં હાલ્યા જાય છે. સંસાર...! આહા...હા ! માણસ થઈને ક્યાં જાય....? ઓલું કહ્યું' તું ને ભાઈ સવારમાં નહીં...! બેત્રણ ૫૨માણુનું... ( ૫૨માણુનો દાખલો આપ્યો હતો ને... ) ( કહે છે કે:) ઈ કેમ દાખલો આપ્યો કે દ્રવ્યની પર્યાયનો દાખલો આપતા નથી. ભાઈ..! ૯૩ (ગાથા) માં આવ્યું ‘તું ને..! કે સમાનજાતીય ને અસમાનજાતીય દ્રવ્ય પર્યાય કોને કહેવી... ? ( “ અનેક પુદ્ગલાત્ક દ્વિ- અણુક, ત્રિ-અણુક એવા સમાનજાતીય દ્રવ્યપર્યાય છે. તેમ અનેક જીવપુદ્ગલાત્મક દેવ, મનુષ્ય એવા અસમાનજાતીય દ્રવ્યપર્યાય છે.”–ગાથા ૯૩ ટીકા ) ત્યારે કહે કે બે-ત્રણ ૫૨માણુ ભેગાં થાય (સ્કંધરૂપે દેખાય ) તેને સમાનજાતીય દ્રવ્યપર્યાય કહેવાય. એમાં એક – એક આત્માની ને એક – એક પરમાણુની પર્યાય નથી લીધી.
-
5
Please inform us of any errors on rajesh@Atma Dharma.com