________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૯૮
પ્રવચનસાર પ્રવચનો ૧૬૪ જોઈએ તો દ્રવ્ય છે. અતભાવ ( જે છે) તેનો ત્યાં અસ્ત થઈ જાય છે. આ. હા! યુતપણું – યુતસિદ્ધ તો છે નહી. (એટલે કે જેમ લાકડીવાળો માણસ, લાકડીના સંયોગે માણસને “લાકડીવાળો માણસ” કહ્યો છે. (એમ) સત્તાવાળું સત્ નથી. સત્તા નામનો ગુણ ને સત્ બે ભેળાં થઈને એ ( સ ) છે. (સત્તાવાળું) એમ નથી. પણ ગુણને ગુણી એવો ભેદ અતભાવ તરીકે નામભેદે ભેદ છે. સંજ્ઞાભેદે ભેદ છે. છતાં તે ભેદને પણ, પર્યાયદષ્ટિથી જુએ તો ભેદ ઉત્પન્ન – દેખાય છે. દ્રવ્યદૃષ્ટિથી જોઈએ તો ભેદ અસત્ થઈ જાય છે. આહા.... હા...! (શ્રોતા:) આનું કામ શું છે ? (ઉત્તર) આનું કામ સમ્યગ્દર્શનનું છે. સત્ વસ્તુ ભગવાન પવિત્રાત્મા, એની દષ્ટિ કર તો તને સત્ હાથ આવશે. ત્યારે તને શાંતિ અને આનંદ મળશે. તે વિના આનંદને શાંતિ મળે એવી નથી. મરી જાને ક્યાંય ક્રિયાકષ્ટ કરી - કરીને દાન કરીને...! આ મંદિરો બનાવી ને... જાત્રા કરીને... લાખ જાત્રા કર ને... ક્રોડ રૂપિયા ખરચ એમાં ત્યાં આત્માની શાંતિ નથી ને ધરમ નથી. આહા.. હાં....! ઓહોહો....! છે તો લોજિકથી વાત પણ હવે (એને) વાણિયાને વેપાર આડે નવરાશ ન મળે! ઓલે બિચારે કીધું છે નહિ..! જાપાનનો ઇતિહાસિક છે. મોટો, જાપાનનો ઇતિહાસિક મોટો..! સડસઠ વરસની ઉંમર છે, મારી કરતાં તો નાનો અહીં તો ૯૦ (વર્ષની ઉંમર છે.) અહી તો નેવું થ્યા, પણ સડસઠ વરસની ઉંમર છે, એને હિસાબે મોટી લાગે. એને એક છોકરો છે ઈ એને પણ રસ છે. એને એક વખત એણે એમ કહ્યું
જૈન ધર્મ એટલે શું..? જૈન ધર્મ એટલે આત્માનો અનુભવ કરવો, અનુભૂતિથી.' એમ કહીને પાછું એમ કહ્યું “પણ એવો જૈન ધરમ મળ્યો વાણિયાને, વાણિયા વેપાર આડ નવરા નો “ચ્યા.' આહા.. હા...! કે કઈ ચીજ છે કેમ (છે) એનો નિર્ણય કરવાનો અવકાશ ન મળે. આખો દી” ધંધો ને બાયડી- છોકરાંવને રાજી રાખવા, છ – સાત કલાક સૂઇ જાવું. અર. ૨..! બે – ચાર કલાક ગપ્પાં મારવા, મિત્રોમાં ને..! આમાં વખત જાય છે. એણે બિચારાએ લખ્યું છે. જાપાનવાળાએ (ક) ધરમ અનુભૂતિનો ખરો. દ્રવ્ય જે વસ્તુ છે એ અભેદ છે એનો અનુભવ એ જૈન ધરમ...! જૈન ધરમ કોઈ પક્ષ નથી, કોઈ સંપ્રદાય નથી, વાડો નથી. વસ્તુનું સ્વરૂપ છે..!! જે વસ્તુ ભગવાન આત્મા, અનંતઅનંત ગુણનો પિંડ, એનો (ગુણ) ભેદ કરવો એ પણ પર્યાયનયથી કહે છે. આહ.. હા.... હા.! એ અનંતગુણસ્વરૂપે જ છે પ્રભુ અંદર. ભગવસ્વરૂપ છે. કેમ બેસે..? બે બીડી સરખી પીએ ત્યારે પાયખાને દિશા ઉતરે ભાઈસા' બને. આવા તો અપલખણ....! હવે એને આત્મા આવો છે, બતાવવો....!! આહા.... હાં.. હા.... હા....!
આહાહા.હા...“સમસ્ત ગુણવાસનાના ઉન્મેષ જેને અસ્ત થઈ ગયા છે એવા તે જીવને – શુક્લ વસ્ત્ર જ છે' ઇત્યાદિની માફક “આવું દ્રવ્ય જ છે. આહા... હા...! આવું દ્રવ્ય જ છે. હોવાવાળું દ્રવ્ય જ છે. હોવાવાળું સત્ અને હોવાવાળી સત્તા, એવો ભેદ તેમાં દેખાતો નથી. આહા... હા....! ગુણ-ભેદ જેમાં દેખાતો નથી. પર્યાય-ભેદની તો વાતે ય ક્યાં કરવી. આહા... હા....! ભારે મારગ, ભાઈ બહ! ધીમે, ધીમે કહેવાય કે આ બધુ (ઉતાવળ નથી કરતા) વીતરાગનો મારગ..! અને સંતોએ આ દિગંબર સંતોએ કરુણા કરીને ઉપકાર કર્યો (છે) જગતને..! પ્રભુ, તું એકવાર સાંભળ” ને કહે છે. પ્રભુ, તું આત્મા છો ને..! અને વસ્તુ છો ને...! તો એમાં એક સત્તા છે. સત્તા ગુણ છે કે નહીં..? હોવાવાળું સત્ છે તો એમાં હોવાવાળો ગુણ છે કે નહીં..? એટલો ગુણ ને ગુણીનો ભેદ, દષ્ટિ દ્રવ્ય ઉપર પડતાં તે ભેદ દેખાતો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com