________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૯૮
પ્રવચનસાર પ્રવચનો ૧૬૫ નથી. આહા.... હા.. હા.... હા..! સમજાય છે કાંઈ...? આ કાંઈ ભઈ વાર્તા - કથા નથી. આ તો તત્ત્વ છે. વસ્તુનું સ્વરૂપ છે. વસ્તુ શું છે..? અને તેમાં ભેદ-અભેદ કેમ કહેવાય છે?.. આહા.... હા..! સત્તા છે ઈ ગુણ છે. ઈ ગુણ આ ગુણીનો છે. એવો અતભાવ છે ખરો. પણ એ અતભાવને જોવાની દષ્ટિ બે છે. પર્યાયના ભેદ દષ્ટિથી જુએ તો એ ગુણ ગુણીનો છે એમ પણ કહેવાય. પણ વસ્તુ છે અખંડાનંદ પ્રભુ...! એકરૂપ, ચિદાનંદ, અનંત ગુણનું એકરૂપ પ્રભુ, એને જોતાં આવું દ્રવ્ય જ છે” “એમ જોતાં સમૂળો જ અતાદ્ભાવિક ભેદ નિમગ્ન થાય છે.” – થઈ જાય છે. આહા..! નાશ થઈ જાય છે. ભેદ ત્યાં રહેતો નથી. આહા..આહા..હા...!
લ્યો આ હિંમતના મંગલિકમાં આ બધું આવ્યું...! આવ્યું છે ને આ...! બ્રહ્મચારી રહેવાનો છે ને....! જાવજજીવ. સાતસેનો પગાર છે. હવે વધવાનો હતો પગાર. બધુ બંધ કરી દીધું નોકરી – નોકરી. જાવજીવ બ્રહ્મચારી રહેવું છે. (અહા..! બ્રહ્મચર્યનો કેટલો મહિમા...!) આજે જ આવ્યો. જુઓને બધું લઈને. સાતસેનો પગાર નાશિક. વધારવાના હતા, હવે તો આગળ વધે-વધે..! ભાઈએ ય કહેતા'તા નહીં. આગળ વધે ને એ તો. બધું ય બંધ કરી દીધું, છોડીને આવ્યો આજ. અરે બાપા..! આ વસ્તુ કરવાની છે. અરે..! મનુષ્યપણું વહ્યું જશે બાપુ....! અને ક્યાં જઈને ઉપજીશ..! ક્યાંય ભાન ન મળે, ઢોરમાં ને કાગડામાં ને. કૂતરામાં ને. . ગાયમાં... ભેંસમાં.... ને અવતરશે. અરે રે! બાપુ, આ તત્ત્વ છે, એની દષ્ટિ નહીં હોય ત્યાં સુધી, ત્યાં સુધી એના જનમ - મરણ નહીં મટે.
આહા... હા....! તેરસ છે આજ, પરમાગમની આજ તિથિ છે. કોઈએ યાદ ન કર્યુ પૂજામાં – સવારમાં...! ચંદુભાઈએ યાદ ન કર્યું...? મેં કીધું કે કરશે (યાદ). ત્યાં ત્યાં પૂજા કરતાં સાંભળ્યું 'તું. પૂજા તો આંહી કરે છે. બે – ત્રણ જણા હતા. આજ તેરસ છે ને..! ફાગણ સુદ તેરસે પાંચ વરસ ધ્યાં, ચૈત્ર – વૈશાખ ને જેઠ. સવા પાંચ વરસ થ્યાં મકાનને (પરમાગમ મંદિરના) છવ્વીસ લાખનું મકાન છે આ. એકલો આરસપા” ણ..! છવ્વીસ હજાર માણસ આવ્યા” તા, ઉદ્ઘાટન વખતે. અગ્યાર લાખનું ખરચ ને છવ્વીસ લાખ આ. સાડત્રીસ લાખ..! એ બધું રામજીભાઈના વખતમાં ચ્યું. રામજીભાઈના પ્રમુખપણામાં આ બધું ચ્યું કીધું..! આહા...હા...હા..હા... આંહી તો તેરસ છે ને આવી વાત તે આવી..!
(કહે છે કે, પ્રભુ, તું એક ચીજ છે કે નહીં, જેમ જડ- માટી આ (શરીર) છે એમાં અંદર ચૈતન્યપ્રભુ વસ્તુ છે કે નહીં, વસ્તુ (છે). તો વસ્તુ છે તો એમાં વસેલા અનંત-ગુણો છે કે નહીં. વસ્તુ એને કહીએ કે જેમાં અનંત-અનંત શક્તિ ગુણ વસેલાં હોય. હવે ઈ અનંતગુણ વસેલાં છે, ઈ ગુણવાળું દ્રવ્ય કહેવું એ પણ પર્યાયદષ્ટિ અભાવ છે. આહા... હા... હા..! એ દષ્ટિ પણ આદરવા જેવી નથી. આહા... હા.! ત્રિકાળી દ્રવ્ય છે વસ્તુ, પ્રભુ અનાદિ- અનંત, “સ” છે તેની દિશી...? સત્ છે તેનો અંત શો....? સત્ છે તેમાં ભેદ શા...? (“એમ જોતાં સમૂળો જ અતાદ્ભાવિક ભેદ નિમગ્ન થાય છે.”) સમજાય એવું છે, ભાષા ભલે (સરળ ન લાગે) મારગ તો આકરો છે. એ તો
ત્યાં છોકરાઓને કહ્યું તું બધા ધ્યાન રાખજો, આજનો વિષય ઝીણો છે...! ભાઈ' કહ્યું” તું ને બધાને..! કે ભઈ, વિષય ઝીણો છે હો ધ્યાન રાખજો. (અહો..! સદ્ગુરુની વીતરાગી કરુણા..!) આત્મા અંદર છે પ્રભુ..! આ તો (શરીર તો) હાડકાં - ચામડાં, માટી આ તો (છે) પ્રભુ (આત્મા ) અંદર ચૈતન્ય શાશ્વત (પ્રગટ બિરાજે છે). અણઉપજેલ-અણનાશ (એટલે) ઉપજેલ કે નાશ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com