________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૯૮
- પ્રવચનસાર પ્રવચનો ૧૬૭ એ દાખલો અહિંયાં આપ્યો. એ જે ત્યાં આપ્યો હતો એ અહીંયા આપ્યો. ત્યાં અસમાનજાતીયમાં દેવ (મનુષ્ય) પર્યાય લીધી અહીંયા અસમાનજાતીય (દ્રવ્યપર્યાય) માં મનુષ્યનો (માત્ર દાખલો) આપ્યો. મનુષ્ય છે ને...! આહા... હા..! (કહે છે) કે અંદર આત્મા અને જડ (શરીર) માટી –ધૂળ એ અસમાનજાતીય દ્રવ્યપર્યાય છે. પરમાણુ-પરમાણુ (નો સંબંધ- એક સાથ દેખાય તે શરીર) કાંઈ એક નથી, આ તો અનંતા રજકણ – પોઈટ છે. (શરીર) સમાનજાતીય (દ્રવ્યપર્યાય ) છે. કારણ કે પરમાણુ – પરમાણુ (એક સ્કંધરૂપે દેખાય છે) એ સમાનજાતીય દ્રવ્યપર્યાય છે. ભગવાન આત્મા અને જડ (શરીર) એ બે ( એક સાથે દેખાય એ મનુષ્યપર્યાય) અસમાનજાતીય દ્રવ્યપર્યાય છે. આહા.... હા..! અહીંયાં એવી પર્યાયનો દષ્ટાંત આપ્યો (છે). ગુણપર્યાય તો (બીજી વાત છે).
(અહીંયાં કહે છે કે, એ રીતે ભેદ નિમગ્ન થતાં તેના આશ્રયે (કારણે) થતી પ્રતીતિ નિમગ્ન થાય છે.” આહા. હા. હા... હા..! શું કહે છે પ્રભુ! આત્મા જે વસ્તુ છે, જે ત્રિકાળી સત્ એમાં જે સત્તા નામનો ગુણ છે- હોવાપણા નામની શક્તિ છે. એ શક્તિને અને આને ભેદથી જોઈએ તો પર્યાયનયથી ભેદ છે, પણ જ્યારે વસ્તુ આખી છે, આહા... હા..! એમ જ્યારે જોઈએ ત્યારે અતભાવ (ભેદ) નિમગ્ન થઈ જાય છે. ત્યારે ગુણ ગુણીનો છે અને ગુણીનો ગુણ છે, એ ભાવ નાશ પામી જાય છે. આહા... હા..! પર્યાયની તો વાતે ય ક્યાં કરવી.....? (ગુણભેદ પણ રહેતો નથી.) આહા... હા.. હા..! કો” ભાઈ ! આવી વાત છે” આ... આહાહા...હા..!
આમ (તો) “ઉત્પાદવ્યયધ્રૌવ્યયુવતં સત્” (કહેવાય છે). પણ કહે છે કે ઉત્પાદ – વ્યયવાળું આ દ્રવ્ય છે (એવો ભેદ થ્યો). (જો કે) અહીંયાં ગુણનું (ગુણભેદ) લીધું, પણ એ છે (ભેદ) (એમ) ઉત્પાદ- વ્યય (ભેદ છે ને..!) અહીંયાં અતભાવ (ભેદ) છે એ (ઉત્પાદ- વ્યય) પર્યાય અને આત્માને સંયોગસંબંધ તરીકે છે. એ ય – જ્ઞાયક સંબંધ કીધું. અરે, ક્યાં આવ્યું પાછું પંચાસ્તિકાય”. આહા..! વસ્તુ જે ત્રિકાળ! નિત્ય રહેનાર.! પ્રભુ છે (આત્મા) એમાં જે નિર્મળપર્યાય થાય, એ પણ સંયોગે છે, સ્વભાવે નથી. (આત્મા) એ તો ત્રિકાળી (પર્યાય) એ તો સંયોગે ઉત્પન્ન થાય છે, અને વિયોગે (એટલે) વ્યય થાય છે. આહા... હાં.હા.! સમજાણું આમાં..? ભાઈ, એ નથી સમજાણું એમ કહે છે. (તો કહે છે કે, આ શરીરનો સંયોગ આત્માને નથી, એ તો ક્યાંય રહી ગ્યું. એ પંડિતજી..! અહીંયા તો આત્મામાં જે પર્યાય થાય છે – એ પર્યાય થાય છે ઈ તો એક સમયની છે. – તો ઈ સંયોગસંબંધ છે, સ્વભાવ સંબંધ નથી...! ત્રિકાળ રહેનાર નથી....! આહા....હા...હા...! સમજાણું...? આત્મા જે છે, એમાં જે ગુણો છે – જ્ઞાન, દર્શન, આનંદ (આદિ) ત્રિકાળ ! એવો જે ભેદ (ગુણ-ગુણીનો ) એ (દ્રવ્યમાં) નથી. હવે અહીંયાં તો પર્યાય છે એને સંયોગી કીધી. ઉત્પન્ન થાય છે ને વ્યય થાય છે. અવસ્થા નવી થાય ને જુની થાય. નવી થાય તેને સંયોગ કહીએ, વ્યય થાય તેને વિયોગ કીધો. સંયોગ ને વિયોગ એની પર્યાયમાં આવ્યો. પરમાં એને કાંઈ સંબંધ નથી. આહાહાહાહા...! ક્યાં સુધી ખેંચવું છે કહે. આહા... હા.! તે (પ્રતીતિ) નિમગ્ન થતાં અયુતસિદ્ધત્વ - જનિત અર્થાતરપણું નિમગ્ન થાય છે.” અયુતસિદ્ધત્વ તો નાશ જ થઈ જાય છે. “તેથી બધુંય (આખું ય), એક દ્રવ્ય જ થઈને રહે છે.” દ્રવ્ય – વસ્તુ, વસ્તુ, વસ્તુ, વસ્તુ જેમાં આ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com