________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૯૮
પ્રવચનસાર પ્રવચનો ૧૬૩ (સમજાવેલ છે ) સત્ છે પ્રભુ..! અને એના સત્તા ને ગુણ છે. એ ગુણને સત્ બે નામભેદ પડ્યા, એ અપેક્ષાએ અતભાવ છે. ગુણ દ્રવ્ય નહીં ને દ્રવ્ય તે ગુણ નહીં. પણ ગુણીને ગુણ (નો) સંયોગ સંબંધ ચ્યો છે. યુતસિદ્ધ સંબંધ છે એ ત્રિકાળમાં નહીં એથી બેના પ્રદેશભેદ છે. એમ નથી. જે પ્રદેશ સત્તાના છે તે પ્રદેશ સના છે. જે પ્રદેશ સના છે. તે પ્રદેશ સત્તાના છે. આહા.હા.! એને મતદભાવ. યત-સિદ્ધ તો નહીં, સંયોગસિદ્ધ તો નહીં સત્તાને અને સતને સંયોગસિદ્ધ સંબંધ છે એ તો નહીં, પણ અતભાવ (છે) (એટલે કે ) ગુણ તે દ્રવ્ય નહીં અને દ્રવ્ય તે ગુણ નહીં એવા અતભાવને જોવામાં પણ બે દષ્ટિ (છે). આહા...હા..હા! બેનું” દિકરિયુંને આ બધું. સમજાય છે કે નહીં, પકડાય છે કે નહીં ? (શ્રોતા:) પકડાય એવું છે (ઉત્તર) ભાષા તો સાદી છે વસ્તુ તો આ છે.
કહે છે કે: દ્રવ્ય જે સત્ છે સત્ કહો કે દ્રવ્ય કહો (એકાર્થ છે) એની સત્તાને (અને સને) પ્રદેશભેદ નથી, એટલે યુતસિદ્ધ નથી. એટલે કે ગુણ, ગુણી સાથે –સત્તા (સત્ ) જોડાઈ ગ્યું એવું નથી. પણ સત્ જે છે, અને (સત્તા-ગુણ જ છે) એને નામભેદ પડ્યા બે નામભેદ પડ્યા (એવા) અતભાવ (ભેદ) છે ખરો. સને અને ગુણને-સત્તાને ભેદ અતભાવ છે ખરો. યુતસિદ્ધપણે નહીં. પ્રદેશભેદપણે નહીં. આહા... હા... હા...! (છતાં) પણ અતદભાવને પણ બે પ્રકારે જોવામાં આવે છે. આહા... ગજબ વાત છે ને ! પર્યાયદષ્ટિથી જોઈએ તો અતભાવ ઉન્મગ્ન થાય છે – દેખાય છે. છે એમ. અને દ્રવ્યદૃષ્ટિથી જોઈએ તો અતદભાવ ગુણીને ગુણનો જે ભેદ છે – તે અસ્ત થઈ જાય છે, નિમગ્ન થઈ જાય છે. નદી છે ને નદી. ઉન્મગ્ન ને નિમગ્ન બે નદી છે. વૈરાટપર્વત વચમાં. ઉન્મગ્ન (નદીમાં) જે કંઈ વસ્તુ પડે ઈ ઉપર આવે, લોઢું પડે તો ઈ પણ ઉપર આવે. અને નિમગ્ન નદી છે તેમાં હળવામાં હળવી વસ્તુ પડે તો એને હુંઠ લઈ જાય. વસ્ત્ર પડે તો એને હેઠે લઈ જાય. બે નદીઓ છે. ઉન્મગ્ન ને નિમગ્ન નદી (ઓ). એમ આત્મામાં પર્યાયદષ્ટિથી આત્મામાં જોઈએ, તો તે ગુણવાળું દ્રવ્ય છે તેમ નજરમાં પડે. તેમ ભેદ લક્ષમાં આવે. આહા....! પણ જ્યારે એને દ્રવ્યથી જુઓ તો તે (ભેદ) નિમગ્ન થઈ જાય છે. ભેદ-અતભાવ અસ્ત થઈ જાય છે. એકલું દ્રવ્યસ્વરૂપ છે. આહા.. હા.. હા..હા ! છે એ દ્રવ્યની વાત છે હોં! આ તો બહુ ઝીણી વાતું બાપા...! સાંભળી ન્હોતી બાપદાદે ય ક્યાંય..!! આહા...! આ તો કોલેજ કોઈ જુદી જાતની છે..! અત્યારે તો ધરમમાં – સંપ્રદાયમાં – નામમાં કે' આ નથી. આ કરો.. ને વ્રત કરો. ને, ભક્તિ કરો. ને, પૂજા કરો.... ને જાત્રા કરો. ને દાન કરો, દયા પાળો આવી વાતું હવે. એ તો વસ્તુ રાગ ને અજ્ઞાનભાવ – કર્તાભાવ છે. આહા..હા...હા...!
અહીંયાં તો (કહે છે કે:) નિર્વિકારી એનામાં જે સત્તાગુણ છે, અને દ્રવ્ય નિર્વિકાર છે. આહા...! સત્તાગુણ નિર્વિકારી છે. સત્-દ્રવ્ય (પણ) નિર્વિકાર છે. એટલો ભેદ પાડવો એ (પણ) પર્યાય નયથી જોવામાં આવે તો, ભેદદષ્ટિથી જોવામાં આવે તો, ( એ અતભાવ ભેદ છે) એ ભેદ ન જુઓ કે આત્મા છે, દ્રવ્ય વસ્તુ છે” ત્યારે એનો ભેદ અસ્ત થઈ જાય છે. દષ્ટિમાં વિષયમાં દ્રવ્ય છે
ત્યાં ભેદ લક્ષમાં આવતો નથી. આહા.... હા... હા... હા! કઈ (શૈલીથી) સિદ્ધ કરી છે વાત! (શ્રોતા ) ઘડી ' કમાં કહો ભેદ ને ઘડી 'કમાં કહો અભેદ..! (ઉત્તર) શું કીધું...? ઘડી ' કમાં ભેદ કઈ અપેક્ષાએ...? અતભાવ, ગુણને ગુણીનો એટલો ભેદ છે. એ પર્યાય નયથી જોવામાં આવે તો ભેદ છે. ભેદદથિી કહો, પર્યાયદષ્ટિથી કહો (એક જ છે). આહા.... હા..! પણ ત્રિકાળ વસ્તુ છે ભગવાન આત્મા અને પરમાણુ દ્રવ્ય, (ઍને) દ્રવ્યથી (દ્રવ્યાર્થિક નયે)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com