________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૯૮
પ્રવચનસાર પ્રવચનો ૧૬ર આહા.... હા....! ગુણવાસના = દ્રવ્યમાં અનેક ગુણો હોવાના વલણનું (અભિપ્રાયનું) પ્રાકટય; ગુણભેદ હોવારૂપ મનોવલણના ( અભિપ્રાયના) ફણગા. આહા... હા.. હા..હવે નિમગ્ન થઈ જાય છે. અસત્ થઈ જાય છે. કહે છે, (એટલે) ગુણી છે ઈ ગુણવાળો છે એ દ્રવ્યદૃષ્ટિ કરતાં, દ્રવ્યને જોતાં એ ભેદ અસ્ત થઈ જાય છે. ભાષા તો સાદી છે પણ હળવે – હળવે કહેવાય છે. અધિકાર આવે ઈ આવે ને..! ટાંકણે ભાગ્યમાં સાંભળવા ટાણે આવી એમ કહો ને..! ત્રણલોકના નાથ એની પ્રવચનધારા.! આહા..હા...!
(કહે છે કે, જ્યારે દ્રવ્ય – ગુણને સંજ્ઞાભેદ, નામભેદ હોવાથી તેને અતભાવ (ભેદ) કહેવાય. પણ એને જોવામાં બે પ્રકાર (છે). એને પર્યાય (નય) થી જોઈએ તો આ દ્રવ્ય-ગુણ છે એવો અતભાવ ભેદ છે. આ દ્રવ્યનો ગુણ છે ત્યારે અતાભાવિક ભેદ ઉત્પન્ન થાય. આવો ભેદ (છે.) આહા.... હા..! આવું છે. કો ' ભાઈ..! આવું છે ત્યાં તમારે ભાવનગરમાં નથી. તમારે બાપદાદ નહોતું સાંભળ્યું. ભાગ્યશાળીને કાને પડે એવું (તત્ત્વ છે) આહા.... હા.! અતભાવ કરીને કીધું ભલે પ્રદેશભેદ નથી. દ્રવ્યને અને ગુણને પ્રદેશભેદ નથી. અને દ્રવ્ય ને ગુણ નામ બે પડયા એટલે એટલો અતભાવ છે, પણ એ અતર્ભાવ (ભેદ) પણ બે પ્રકારે જોવામાં આવે છે. જ્યારે પર્યાયનયથી જોઈએ તો એ અતભાવ છે. દ્રવ્યનો ગુણ છે, ગુણ આ દ્રવ્યમાં છે. પણ દ્રવ્યાર્થિક નયથી જઈએ તો એ ગુણને દ્રવ્ય એવો ભેદ નથી ત્યાં (અભેદ છે) છે.? ત્યારે સમસ્ત ગુણવાસનાના ઉન્મેષ જેને અસ્ત થઈ ગયા છે એવા તે જીવને – “શુક્લ વસ્ત્ર જ છે.” તે જીવને શુક્લ વસ્ત્ર જ છે. ઓલામાં (પર્યાયાર્થિક નયમાં) “શુક્લ’ આ વસ્ત્ર છે એમ હતું અને (અહીંયાં) દ્રવ્યથી જુઓ તો (એટલે દ્રવ્યાર્થિક નથી) શુક્લ વસ્ત્ર જ છે. “ઇત્યાદિની માફક – “આવું દ્રવ્ય જ છે.” ગુણવાળું દ્રવ્ય છે એમ નહીં. આહા. હા..! દ્રવ્ય જ એવું છે. દ્રવ્યાર્થિક (નયથી) જોતાં “દ્રવ્યજ આવું છે. આહા... હા.. હા ! કો” સમજાય છે કે નહીં? હળવે-હળવે તો કહેવાય છે. ભાઈ...! કલકત્તામાં મળ્યા એવું નથી
ક્યાં ય. વળી (એમણે) નિવૃત્તિ લઈ લીધી, ભાગ્યશાળી. એના બાપા અહીં આવ્યા” તા તો અહીંયાં ન આવ્યા, આ ભાગ્યશાળી. (શ્રોતા ) એની લાયકાત (ઉત્તર) હું, હા, આ તો ભગવાન ત્રણલોકના નાથ, સીમંધરભગવાનથી નીકળેલી વાણી છે...! એના પદાર્થનો સ્વભાવ આ છે, ઓહોહોહો..!
(કહે છે કે ) દ્રવ્ય અને ગુણમાં અતભાવ કહેવામાં આવ્યો. કારણ કે દ્રવ્ય તે ગુણ નથી ને ગુણ તે દ્રવ્ય નથી એ રીતે અતભાવ કહેવામાં આવે. પણ એ અતભાવમાં પણ જોવાને બે દૃષ્ટિ (છે). એક પર્યાય (નય) થી જુએ તો ગુણવાળું દ્રવ્ય છે, દ્રવ્યાર્થિક (નય) થી દ્રવ્ય છે. કો” ભાઈ આવું છે ભગવાન! શું થાય..? જગતને અટકવાના સાધન અનેક (છૂટવાનું સાધન એક) અહીંયાં તો એક છે કે દ્રવ્યાર્થિક (નય) થી જોતાં દ્રવ્ય, ગુણવાળું નહીં. ગુણવાળું દ્રવ્ય તો ભેદ પડી ગ્યો, પર્યાયનયે. (પર્યાયન) એ અતભાવ કીધો ભલે આહા.... હા...! (દ્રવ્યાર્થિક નયે જુઓ તો) એ દ્રવ્ય જ છે. આહા...! છે? “આવું દ્રવ્ય જ છે.” “એમ જોતાં સમૂળો જ અતાદ્ભાવિક ભેદ નિમગ્ન અસ્ત થાય છે.” અતદભાવ દેખાતો નથી. આહા... હા..! ધીમે-ધીમે કહેવાય છે, વાત એવી છે જરી. ઝીણી છે. વાણિયાના વેપારમાં આવું આવે નહીં. આ તો લોજિકની (વાત) વકીલાતની આવે. (શ્રોતા ) વકીલાતમાં ય આવું નથી ક્યાંય..! (ઉત્તર) એણે વકીલાતમાં આવું ન્હોતું, એણે વકીલાત કરી” તી. આહા. હા.... હા ઘણી સાદી ભાષાએ તત્ત્વને..!
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com