________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૯૮
પ્રવચનસાર પ્રવચનો ૧૬૦ ભેદ એકાંતે છે એમ” નથી.
(અહીંયાં કહે છે કે:) “એવી પ્રતીતિનો આશ્રય (કારણ ) નથી, કારણ કે તે (અતાભાવિક ભેદ) સ્વયમેવ (પોતે જ) ઉન્મગ્ન અને નિમગ્ન થાય છે.” આહા... હા...! ભાષા દેખો...! બધી લોજિકની...! આત્મા' અથવા દ્રવ્ય અને સત્તા-સત્ અને સત્તા – એ અતભાવ ખરો, દ્રવ્ય તે ગુણ નહીં ને ગુણ તે દ્રવ્ય નહીં. યુતસિદ્ધ નહીં, પણ અયુતસિદ્ધ – અભાવ છે. એ અતભાવ ભેદ પણ બે પ્રકારે છે. “સ્વયમેવ પોતે જ ઉન્મગ્ન અને નિમગ્ન થાય છે.” કોણ.? અતાભાવિક ભેદ. ઉન્મગ્ન, નિમગ્ન એટલે..? (નીચે ફૂટનોટમાં અર્થ છે.) ઉન્મગ્ન થવું = ઉપર આવવું તરી આવવું પ્રગટ થવું (મુખ્ય થવું). નિમગ્ન થવું = ડૂબી જવું ગૌણ થવું. એટલે શું...? “તે આ પ્રમાણે જ્યારે દ્રવ્યને પર્યાય પ્રાપ્ત કરાવવામાં આવે.” આહા... હા... હા....! દ્રવ્યને, પર્યાયથી જ્યારે જોવામાં આવે. (“અર્થાત્ જ્યારે દ્રવ્યને પર્યાય પ્રાપ્ત કરે છે - પહોંચે છે એમ પર્યાયાર્થિકનયથી જોવામાં આવે',
ત્યારે જ – “શુક્લ આ વસ્ત્ર છે, આ આનો શુક્લત્વગુણ છે' ઇત્યાદિકની માફક – “ગુણવાળું આ દ્રવ્ય છે', આ આનો ગુણ છે એમ અતાભાવિકભેદ ઉન્મગ્ન થાય છે.” પર્યાયનયથી જુએ ત્યારે ગુણવાળું દ્રવ્ય છે એમ કહેવાય. માળે..! એકલો ન્યાય પડ્યો છે. વાંચ્યું છે કે નહીં ત્યાં કોઈ દી' ભાઈ..! ભૂકાનો વેપાર છે, ભૂકો છે ને ઈ શું કહેવાય.? પાવડર આહા.. હા...!
અહીંયાં તો પરમાત્મા પોતે સત્ છે. અને સત્તા (ગુણ છે) તો દ્રવ્ય ને ગુણ એવો ભેદ પડ્યો, એ અતભાવ. પણ અતભાવને પણ બે દષ્ટિએ જોવામાં આવે છે. પર્યાયથી જઈએ તો “ગુણવાળું આ દ્રવ્ય છે, આ આનો ગુણ છે એમ અતાભાવિકભેદ ઉન્મગ્ન થાય છે) છે.? દ્રવ્યને પર્યાય પ્રાપ્ત કરાવવામાં આવે –!! પહોંચે છે એમ પર્યાયાર્થિકનયથી જોવામાં આવે ત્યારે જ “શુક્લ આ વસ્ત્ર છે” શુક્લ આ વસ્ત્ર છે. (વસ્ત્ર ) શુક્લ જ છે એમ નહીં. પર્યાય – નય છે ને.! ધીમેથી. ભઈ આજનો વિષય જરી એવો છે કંઈક.' વેપારમાં મળે નહીં ને ઉપવાસ કરે તો ય મળે નહીં. દેરાસરમાં જાય તો... અને દિગંબરમાં ય અત્યારે તો ક્યાં ઠેકાણાં છે..! વ્રત કરો ને... પડિમાં ધારણ કરો ને...! આ છોડો ને આ છોડને આ છોડા, અરે પ્રભુ તું શું કરે છે!! વસ્તુની મર્યાદા કઈ રીતે છે ઈ જાણ્યા વિના ને દ્રવ્યનો આશ્રય (તે પણ) કોણ દ્રવ્યનો આશ્રય..?
આ તો એ વિચાર એક આવ્યો હતો, કે જ્ઞાનપ્રધાન કથનમાં (“પ્રવચનસાર”) ૨૪૨ માં આવે છે ને..! (ટીકા- શેયતત્ત્વ અને જ્ઞાતૃત્વની તથા પ્રકારે (જેમ છે તેમ, યથાર્થ) પ્રતીતિ જેનું લક્ષણ છે સમ્યગ્દર્શનપર્યાય છે.) ” જ્ઞય – જ્ઞાયકની પ્રતીતિ (તે) સમ્યગ્દર્શન. એ જ્ઞાન પણ દર્શન કર્યા પછીનું – પ્રતીતિ કર્યા પછીનું જ્ઞાન, એને વિષે ત્યાં વાત કરી છે. આહા...! એક રહી ગ્યું વળી કંઈક, મગજમાં આવ્યું” તું કંઈક..! (શ્રોતાના ભાગ્ય કમ) એ દર્શનમાં પણ પ્રમત્ત – અપ્રમત્ત પર્યાય પણ નથી. (“શ્રી સમયસાર” ગાથા-૬) (શ્રોતા:) ત્રિકાળી દ્રવ્યની વાત છે...! (ઉત્તર:) હા... હા.. તો વિકારીપર્યાય પણે જેમાં નથી, એ સમ્યગ્દર્શનનો જ્ઞાત વિષય (છે.) આહ.. હા. હા..! કાંઈક આવ્યું તું અંદરથી વળી રહી ......! (શ્રોતાની યોગ્યતા જ એવી ). (શ્રોતા.) જ્ઞયતત્ત્વની અને જ્ઞાતૃતત્ત્વની તથા – પ્રકારે અનુભૂતિ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com