________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૯૮
પ્રવચનસાર પ્રવચનો ૧૫૮ કારણ કે “જે દ્રવ્ય છે તે ગુણ નથી ” એવું (શાસ્ત્રનું ) વચન છે.” આવા દ્રવ્ય - ગુણના ભેદને – ગુણ- ગુણી ભેદને અતાભાવિક ભેદ (છે). (એટલે) તે – પણ નહિ હોવું. સત છે તે સત્તાપણે નથી. અને સત્તા, સપણે નથી. ગુણ - ગુણીનો ભેદ આમ છે. આહા.... હા.... હા..! દ્રવ્ય અને સત્તાનો આવો (અતાભાવિક) ભેદ કહેવામાં આવે તો તે યોગ્ય છે. પરંતુ સત્તાનો સંબંધ થ્યો માટે સત્ –દ્રવ્ય છે એમ કહેતો હોય તો, એમ નથી. આહા..આવું સાંભળવું લ્યો...! (શ્રોતા:) એ તો પંડિતોને હોય આવું સાંભળવાનું...! (ઉત્તર) પંડિતોને..! ઈ તો હોય, પણ પહેલા, પદાર્થના દ્રવ્ય-ગુણ ને પદાર્થની પ્રતીતિ કરવી એને માટે છે આ.
આ (“પ્રવચનસાર”) શૈય અધિકાર છે. “સમ્યગ્દર્શનનો અધિકાર છે” ૯૨ ગાથામાં જ્ઞાનનો અધિકાર હતો. “આ દર્શનનો અધિકાર છે ” જયસેન આચાર્ય દર્શનનો અધિકાર કહ્યો છે. (વસ્તુતત્ત્વ) એને પહેલું કેમ છે એમ જાણે તો ખરો. આહા..પછી આશ્રય કોનો કરવો એ પછી પ્રશ્ન...! પણ વસ્તુ કેમ છે...? (એનું જ્ઞાન કરે) એ પછી સત્ ને સત્તાના ભેદનો આશ્રય કરવો એમ નથી (એમ જાણે ). આહા..... હા.... હા..!! (સત્ ને સત્તાને) અતભાવ હોવા છતાં (એટલે) સત્ છે તે સત્તા નથી, ને સત્તા છે તે સત્ નથી. દ્રવ્ય (સત્ ) તે ગુણ નથી, સત્તા ગુણ છે તે દ્રવ્ય નથી. સમજાય છે કાંઈ આમાં..? (ફરીથી કહીએ) સત્તા ગુણ છે, સત્ દ્રવ્ય છે. પણ ઈ દ્રવ્ય ને ગુણ અતભાવરૂપે ખરું (એટલે) દ્રવ્ય તે ગુણ નહિ ને ગુણ તે દ્રવ્ય નહિ. પણ એમને પ્રદેશભેદ છે – દ્રવ્યના પ્રદેશ જુદા અને ગુણના પ્રદેશ જુદા – એમ નથી. આહા... હા...! છે? “અતાભાવિક કહેવામાં આવે તો તે બરાબર જ છે.' ધીમેથી સમજે તો સમજાય તેવું છે. ભાષા કંઈ એવી નથી....! ઈ સત્તા છે ને ઈ સત્ છે. દ્રવ્ય – સત્ (સાથે) સત્તાને જોડાણ થ્ય માટે તે સત્તા છે એમ નથી. પણ સત્ ને સત્તા- (દ્રવ્ય અને ગુણ) દ્રવ્ય તે ગુણ નહિ ને ગુણ તે દ્રવ્ય નહિ – એ અપેક્ષાએ અતભાવ સત્ ને સત્તાને બે વચ્ચે કહેવામાં આવે છે. આહા... હા. હા.... હા..! એમાંથી એ આવી ગ્યું...! સમજાણું કાંઈ....? આહા.... હા...! ( પંડિતજી...!) કહે છે કે: દ્રવ્ય છે. એ સત તેમ સત્તા છે. પણ ઈ સત્તાને
જોડાણ થઈને - સત્તાનું જોડાણ થઈને સત્તા છે. એમ નથી. યતસિદ્ધ નથી, સંબંધસિદ્ધ નથી, સંયોગસિદ્ધ નથી. દ્રવ્ય-સત્ અને સત્તાને સંયોગસિદ્ધ સંબંધ નથી. આહા.... હા.... હા.! દંડ ને દંડીને યોગસિદ્ધ સંબધ છે. એમ સત્તાને અને સતને સંયોગસિદ્ધ સંબંધ નથી, પણ સ્વભાવવાનું દ્રવ્ય અને ગુણને અતભાવ એવો ભાવ છે. (શ્રોતા.) આ તો ન્યાયશાસ્ત્રની વાત છે...! (ઉત્ત૨:) ન્યાયશાસ્ત્રની....! તો ભગવાન મારગમાં તો જાય છે ને.. નિરાવરણ છે..! આહા..! આવો મારગ છે. ધીમે ધીમે ભઈ કહીએ છીએ આ તો. એ ભાઈ..! આવું તો ક્યાં – ક્યાંય તમારા ચોપડામાં ય આવે નહીં. તમારા બાપદાદે' ય સાંભળ્યું નથી, ત્યારે આ વાત હતી નહીં, આ વાત જ હતી નહીં. અમારા બાપદાદે સાંભળી નહોતી કોઈ ' દી' ..! આ વાત જ બાપુ, કહે છે. પ્રભુ..! વસ્તુની મર્યાદા કઈ રીતે છે...? કે દ્રવ્ય છે સત્તા છે તે સત્તા છે. સત્તા દ્રવ્યમાં ભેગી જ છે. સત્તા જુદી ને સત્ – દ્રવ્ય જુદું એમ (બંનેનો સંબંધ) થઈને સત્તા નથી, પણ (બન્ને) અતભાવ તરીકે છે. (અર્થાત્ ) દ્રવ્ય છે તે ગુણ નથી ને ગુણ છે તે દ્રવ્ય નથી. એ રીતે એને અતભાવ તરીકે ભેદ છે. પણ સત્ ભિન્ન અને સત્તા ભિન્નનો સંયોગી (ભાવ) થ્યો છે એમ નથી. એમ હોય તો પ્રદેશ એક થઈ જાય, પ્રદેશભેદ છે. (નહીં) આહા.. હા.! આવી વાતું છે. આકરું લાગે...! સ્થાનકવાસીને કાંઈ અભ્યાસ જ ન મળે...! એ તો આ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com