________________
ગાથા - ૯૮
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રવચનસાર પ્રવચનો ૧૫૬
પ્રવચન : તા. ૮-૬-૭૯. તા. ૧૦-૬-૭૯.
‘પ્રવચનસાર ’૯૮ ગાથા. (ગઈકાલે વ્યાખ્યા થઈ તેના પછી) પાના ૧૮૪ પ્રથમ તો સત્થી ’( અહીંથી લેવાનું છે) છે ને...?
66
66
(શું કહે છે કેઃ) “ દ્રવ્યથી અર્થાત૨ભૂત સત્તા ઉત્પન્ન નથી (-બની શકતી નથી, ઘટતી નથી, યોગ્ય નથી ) કે જેના સમવાયથી તે ( -દ્રવ્ય ) · સત્ ’ હોય. ( આ વાત સ્પષ્ટ સમજાવવામાં આવે છે ). પ્રથમ તો સત્થી સત્તાનું યુતસિદ્ધપણા વડે અર્થાત૨૫ણું નથી.” શું કહે છે? જે દ્રવ્ય છે દ્રવ્ય. સત્ એટલે દ્રવ્ય. એનાથી સત્તાનું યુતસિદ્ધપણા વડે (અર્થાત૨૫ણું નથી ) દ્રવ્યને અને સત્તાને સંબંધ છે એવો (યુસિદ્ધપણાનો ) તેથી અર્થાત૨૫ણું નથી. દાખલો આપશે. શું કીધું સમજાણું... ? સત્ છે દ્રવ્ય. આત્મા, ૫૨માણુ આદિ (દ્રવ્ય ). એની જે સત્તા છે એ અર્થાત૨૫ણું નથી. સત્ જુદું ને સત્તા જુદી, દ્રવ્ય જુદું ને સત્તા જુદી એમ' નથી.. આહા...! કા૨ણ કે દંડ અને ઠંડીની માફક તેમની બાબતમાં યુતસિદ્ધપણું જોવામાં આવતું નથી.” ‘લાકડીવાળો ’ માણસ. (તેમાં) લાકડી અને માણસ બેય ભિન્ન છે. એ લાકડીથી ‘લાકડીવાળો માણસ ' એમ બીજી ચીજથી એને સિદ્ધ કરવામાં આવ્યો છે. એમ સત્ અને સત્તામાં એ રીતે નથી. લાકડીવાળો માણસ એમ સત્તાવાળું સત્ એમ નથી. આહા... હા...! આવી વાતું છે. વસ્તુની સ્થિતિ વર્ણવે છે. આ તો જ્ઞાન કરાવે છે. આશ્રય કોનો કરવો એ (વાત) પછી છેલ્લે. આ તો વસ્તુસ્થિતિ શું છે? (તેનું જ્ઞાન કરો એમ કહે છે.) જેમ દંડ અને દંડી બે જુદી ચીજ છે. છે ને ? “દંડ અને ઠંડીની માફક તેમની બાબતમાં.” દંડ અને ઠંડીની માફક તેમના સંબંધથી “જોવામાં આવતું નથી.” લાકડી કે દંડ અને ઠંડી ભિન્ન છે. ઠંડી તો યુતસિદ્ધ સંબંધથી કહેવામાં આવ્યું છે. દંડનો સંયોગ સંબંધ છે ને! આહા... હા! એમ આત્મા, દરેક વસ્તુ અને એની સત્તા એ રીતે નથી. સત્તા સસ્વરૂપે જ છે. સત્ સત્ સત્ સત્તાસ્વરૂપે જ છે. સમજાણું કાંઈ...? આહા...! આવી વાત છે.
(કહે છે કેઃ) “(બીજું,) અયુતસિદ્ધપણા વડે પણ તે (અર્થાન્ત૨૫ણું) બનતું નથી.” ‘ આમાં આ છે. અર્થાત્ દ્રવ્યમાં સત્તા છે, એવી પ્રતીતિ થતી હોવાથી તે બની શકે છે એમ કહેવામાં આવે તો. ” હવે તેના બે પ્રકાર પાડયા છે. શું કહે છે? અયુતસિદ્ધ (સંબંધ ) દંડ અને દંડીની પેઠે નહીં. પણ અયુતસિદ્ધ સત્ છે તે સત્તા છે. સત્ છે ઈ સત્તાવાળું છે એમ. સત્તા છે તેથી સત્ છે. એવું અયુસિદ્ધપણા વડે પણ બનતું નથી. જોયું...? ‘ આમાં આ છે' દ્રવ્યમાં સત્તા છે એવી પ્રતીતિ થતી હોવાથી તે બની શકે છે. એમ કહેવામાં આવે તો “ આમાં આ છે” ‘સમાં સત્તા છે' એમ કહેવામાં આવે તો (પૂછીએ છીએ કે) ‘આમાં આ છે' એવી પ્રતીતિ શાના આશ્રયે (શા કારણે) થાય છે. ? ” દ્રવ્યમાં સત્તા છે. વસ્તુમાં સત્તા એમ કહેવાથી તું શું કહેવા માગે છે...? એમ કહે. ઝીણો...! ( અધિકાર ઝીણો ) લોજિકની વાત છે. દ્રવ્યમાં સત્તા (છે) એવી પ્રતીતિ થતી હોવાથી, એમ તું કહેવા માગે છે. ( તો ) પૂછીએ કે આમાં આ છે' એવી પ્રતીતિ શાના આશ્રયે (થાય છે...?) ભેદના આશ્રયે થાય છે..? દ્રવ્યને સત્તા
Please inform us of any errors on rajesh@Atma Dharma.com